1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રાજકોટ એરપોર્ટથી સમર શેડ્યુલમાં દિલ્હી,બેંગ્લોર, ગોવા, મુંબઈ સહિત 12 ફ્લાઈટસ ઉડાન ભરશે,

રાજકોટઃ શહેરની ભાગોળે નવું ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ કાર્યરત થયા બાદ ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થયો નથી. હજુ વિદેશની ફ્લાઈટ્સ સેવા શરૂ કરવામાં આવી નથી.  એરપોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રિલથી ઓક્ટોબર માસ સુધી ઉડાન ભરનારી ફ્લાઈટ્સનું સમર શેડ્યુલ જાહેર કરાયુ છે. જેમાં રાજકોટથી મુંબઈની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ, સુરતની એક-એક ફ્લાઈટ્સ સહિત કૂલ 12 […]

અમદાવાદમાં ગરમીને લીધે આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં કિલોએ 10થી 20નો વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા પખવાડિયાથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અને તાપમાનને પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકો રાતે પણ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ગરમીમાં વધારા સાથે જ ગામડાંઓમાંથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે આવક ઘટતાં લીલા શાકભાજીના ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે, શહેરની એપીએમસી […]

સુરતમાં ISI માર્ક વગરના રકમડા મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ સુરતમાં ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી ટોય સ્ટેશન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાંનું વેચાણ તેમની દુકાન માં કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી વધારે માત્રા માં ISI માર્ક વગરના રમકડાં […]

ગુજરાત ભાજપના તમામ ઉમેદવારોને વિવાદાસ્પદ ટીપ્પણીથી દૂર રહેલા હાઈકમાન્ડે આપી સુચના

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણી આગામી તા.7મીમે નારોજ યોજાશે. ભાજપએ તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અને ઉમેદવારો સભાઓ યોજીને પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે. ઘણીવાર ઉમેદવારો ભારે ઉત્સાહમાં કે જોશમાં આવી જઈને વિવાદાસ્પદ ટીપ્પણી કરતા હોય છે. તાજેતરમાં રાજકોટના લોકસભાની ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ […]

કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં હળવો વરસાદ

છોટાઉદેપુર અને તાપીના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ ડાંગ જિલ્લામાં આકાશમાં છવાયાં વાદળો વાતાવરણમાં આવેલા પલટાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તાપી સહિતના કેટલાક વિસ્તારમાં આકાશમાં વાદળો છવાયાં હતા. […]

જામનગર મનપાને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે વેરાની આવક મળી

જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીના ઈતિહાસ વેરાની સૌથી વધુ આવક મેળવી છેચાલુ વર્ષમાં આજની સુધીમાં રૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા માં કુલ 3,06,000 મિલકતો નોંધાયેલી છે . તે પૈકી આજ સુધી મા કુલ ૧,૦૫,૬૫૬ મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે. તારીખ 1એપ્રિલ 2023થી તારીખ […]

લીંબડીના બળોલ ગામના તળાવમાં સગીર વયના બે પિતરાઈ ભાઈઓના ડુબી જતાં મોત

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામના તળાવમાં  પડેલી ભેંસોને બહાર કાઢવા જતાં બે સગીર વયના પિતરાઇ ભાઇઓના ડૂબી જતાં મોત નિપજતા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી.  આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ ફાયર વિભાગની મદદથી બંનેના મૃતદેહો બહાર કાઢીને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ […]

કપરાડાના શીંગ ડુંગરી ગામ મધુબન ડેમના પાણીને લીધે બેટ બન્યું, અવર-જવર માટે હોડીનો સહારો

કપરાડાઃ વલસાડના કપરાડા તાલુકાનું શીંગ ડુંગરી ફળિયા તરીકે ઓળખાતું ગામ આજે પણ એનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. કારણે ગામની ફરતે પાણી ભરાયેલા હોવાથી ગામ ટાપુ બની ગયું છે. દરેક ઘરમાં હોડી જોવા મળે છે. એટલે બહાર જવા માટે હોડી એક માત્ર સાધન છે. ગામના દરેક વ્યક્તિ હોડી ચલાવવામાં માહેર છે. ગામમાં ધોરણ 1થી 5ની […]

દ્વારકામાં દરિયાની ભરતીને લીધે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં 40 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરાયું

દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે  આવેલા પંચકૂઈ દર્શન માટે 40 જેટલા યાત્રાળુંઓ જઈ રહ્યા હતા. ત્યારે દરિયામાં ભરતીને કારણે ગોમતી નદીનો પ્રવાહ એકાએક વધી જતાં તમામ યાત્રાળુંઓ પાણીમાં ફસાયા હતા.આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્વરિત કામગીરી કરીને તમામ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન પહેલાં ગોમતી સ્નાનનું […]

મોઢેરા ગામના ખેડુતોને કોર્ટનો હુક્મ છતાં વળતર ન ચુકવાતા નર્મદા વિભાગની કચેરીને સીલ

મહેસાણાઃ બહુચરાજી વિસ્તારમાં નર્મદાની કેનાલના રોડ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. જેમાં મોઢેરા ગામના 10 જેટલા ખેડુતોએ વળતરની પુરતી રકમ મળી ન હોવાનો અસંતોષ વ્યક્ત કરીને વધુ વળતર માટે કોર્ટમાં દાદ માગી હતી. આથી કોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી રૂ.8,31,000નું વળતર ચૂકવવા વર્ષ 2021માં આદેશ કર્યો હતો, કોર્ટનો આદેશ છતાં પણ વળતરની રકમ ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code