1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતમાં મહિલા RFOને માથામાં વાગેલી ગોળી બહાર કઢાઈ, ફાયરિંગ કોણે કર્યું તે અંગે તપાસ

મહિલા RFO પોતાના 5 વર્ષના પૂત્ર સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે ગોળી વાગી હતી, મહિલા અધિકારીને તેના પતિ સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે, ઘટના બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ ગાયબ થઈ ગયો સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી વન વિભાગની કચેરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી કામરેજ-જોખા રોડ પર પોતાની […]

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મૃતક પાયલોટ સમુત સભરવાલના પિતાને સુપ્રીમ કોર્ટે આપી સાંત્વના

નવી દિલ્હીઃ અમદાવાદમાં 12મી જૂનના રોજ બનેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકાર અને ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ને નોટિસ ફટકારી છે. કોર્ટએ દુર્ઘટનાની ન્યાયિક તપાસની માગ પર બંને પક્ષોને જવાબ આપવા આદેશ આપ્યો છે. આ નોટિસ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનના મૃત પાયલટ ઇન કમાન્ડ સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલ દ્વારા […]

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહી કરી છે. જેમાં રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું… સાથે ભવિષ્યમાં પણ જો […]

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજભવન ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગાંધીનગર રાજભવન ખાતે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યાપાલએ મંત્રીનું સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતું. રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના […]

હર્ષ સંઘવીએ કચ્છની સરહદે રાષ્ટ્રીય ગીતના 150 વર્ષની ઉજવણી કરી

ભૂજઃ “વંદે માતરમ્” ગીતના 150 વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્ર ગીતનું સમૂહગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘણીએ જણાવ્યું હતું કે, […]

“વંદે માતરમ”ના 150 વર્ષની ઉજવણી,કાલે સરકારી કચેરીઓનો સમય સવારે 9.30થી સાંજે 5.10 સુધીનો રહેશે

સરકારી કચેરીઓમાં કાલે વંદે માતરમ’ રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરાશે, સવારે 9.30 કલાકે તમામ અધિકારીઓ-કર્મચારીઓને હાજર રહેવા સુચના, રાષ્ટ્રગીતના સમૂહગાન બાદ સ્વદેશીની શપથ લેવાની રહેશે, ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ તા. 07 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં […]

આણંદમાં પોલીસ હોવાની ઓળખ આપીને રોફ જમાવતો નકલી પોલીસમેન પકડાયો

મૂછોના આંકડા ચડાવીને બ્લેકફિલ્મની કાર લઈને પોલીસ હોવાનું કહી રોફ જમાવતો હતો, પોલીસે પૂછતાછ કરતા નકલી આઈકાર્ડ બતાવીને પોતે પાલીસ અધિકારી હોવાનું કહ્યુ, પોલીસે ફરજના સ્થળ વિશે પૂછતાં આરોપીની પોલ ખૂલી આણંદઃ શહેરમાં પોલીસના સ્વાંગમાં મૂછે વળ દઈને બ્લેક કાચવાળી કારમાં ફરતા નકલી પોલીસ પકડાયો છે. આણંદની બજારમાં ફરીને પોતે પોલીસ હોવાનું જણાવીને રોફ જમાવતા […]

રાજસ્થાન બાદ ગુજરાત હાઈકોર્ટે પણ આસારામને 6 મહિનાના જામીન આપ્યા

જોધપુર વડી અદાલતે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: હાઇકોર્ટ, આસારામ હ્રદય સંબંધિત બિમારીથી પીડિત હોવાની દલીલ, ગુજરાત હાઈકોર્ટે અગાઉ આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા, અમદાવાદઃ  સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને રાજસ્થાનની હાઈકોર્ટે 6 મહિના માટે જામીન આપ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે […]

ચાણસ્માના બ્રાહ્મણવાડા નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં બેના મોત

કારની ટક્કરથી રિક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો, અકસ્માતમાં બે વ્યક્તિને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પાટણઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પાટણ  જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં […]

નવસારીના ડાભેલમાં કૂખ્યાત સલમાન લસ્સીને પોલીસે ફાયરિંગ કરીને દબોચી લીધો

પોલીસે પગમાં ગોળી મારીને પરોઢીયે નામચીન શખ્સને પકડી લીધો, કૂખ્યાત આરોપી હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો, સુરત ક્રાઈમ બ્રાન્ચની 25 અધિકારીઓએ સ્ટાફ સાથે ઓપરેશન લંગડા હાથ ધર્યુ સુરતઃ શહેરના ડિંડોલી, લિંબાયત સહિત અનેક વિસ્તારોમાં આતંક મચાવીને હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છુપાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code