1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના S P રિંગ રોડ પર ડમ્પરની ટક્કર બાદ સ્કૂટરમાં આગ લાગી, ચાલકનું મોત

એક્ટિવાને અડફેટે લીધા બાદ ટાંકીમાંથી પેટ્રોલ લીક થતા આગ લાગી, એક્ટિવા અને ડમ્પરને આગે લપેટમાં લીધા, એક્ટિવાચાલક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો અમદાવાદઃ શહેરના વૈશ્નોદેવી સર્કલ નજીક SP રિંગ રોડ પર સરદાર ધામ પાસે પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરની ટાંકીમાંથી લીક થયેલા પેટ્રોલને લીધે આગ લાગતા એક્ટિવા અને ડમ્પરમાં પણ આગ પ્રસરી […]

વડોદરામાં નશાની હાલતમાં કારચાલક નિવૃત PSIએ બાઈકને અડફેટે લીધુ, પોલીસે કરી ધરપકડ

લોકોના ટોળાએ કારચાલક નિવૃત પીએસઆઈને પકડી લીધો, આગળ જેને ગાડી ઠોકી છે તેને 10 હજાર આપી ચૂક્યો છું તેમ કહેવા લાગ્યો, નિવૃત્ત અધિકારી સામે અકસ્માત અને નશો કર્યાના બે અલગ અલગ ગુના નોંધાયા વડોદરાઃ શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવીને અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં કારચાલક નિવૃત પીએસઆઈએ નશો કરેલી હાલતમાં […]

પ્રથમ સેકશનમાં બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે દોડશે

સુરતઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવના મુખ્ય મહેમાન પદે ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે RPFના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)નો 41મો ભવ્ય સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના પ્રારંભિક ઉદબોધનમાં જન જનની […]

ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એક અદ્યતન સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર “સંકલન”નું અનાવરણ કરાયું

અમદાવાદ : જરૂરિયાતમંદ લોકોનો ગુણવત્તાયુક્ત અને રાહતદરે ન્યુરો રિહેબિલિટેશનની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં નોધપાત્ર પગલુ ભરતાં ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર “સંકલન”નું અનાવરણ કરવામાં આવ્યું. ૩૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે. ન્યુરો રિહેબિલિટેશનના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે […]

સુરતના ઊધના રેલવે સ્ટેશન પર યુપી અને બિહાર જતી ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડ

રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની એક કિમી લાંબી લાઈનો લાગી, દિવાળી અને છઠ્ઠ પૂજા માટે પરપ્રાંતિઓ માદરે વતન જવા રેલવે સ્ટેશન પર ભારે ભીડ, રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી સુરતઃ ઔદ્યોગિક નગરી સુરતમાં બિહાર, ઉત્તર પ્રદેશ સહિત પરપ્રાંતના મોટાભાગના શ્રમિકો રોજગાર-વ્યવસાય સાથે જાડાઈને વસવાટ કરી રહ્યા છે. દિવાળી […]

અમદાવાદમાં દૈનિક સરેરાશ દોઢ લાખ પ્રવાસીઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે છે

અત્યાર સુધીમાં મેટ્રોમાં અંદાજે 10 કરોડથી વધુ નાગરીકોએ મુસાફરી કરી, અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ ત્યારે 35 હજાર પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા, અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રૂટ કાર્યરત થતાં 54 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અમદાવાદઃ આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત […]

પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડી- પીલવઈ ફોરલેન માર્ગનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ

રૂપિયા 20 કરોડના ખર્ચે સાડા ચાર કિલોમીટરનો રોડ સિમેન્ટ કોન્ક્રીટ ફોર લેન કરાયો, દિવાળી – કાળી ચૌદસના તહેવારોમાં મહુડી દર્શને આવનારા યાત્રિકોને સુલભતા થશે, યાત્રિકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીને પીલવાઈ સાથે જોડતા 4.45 કિલોમીટર રોડને રૂપિયા 20 કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું. આ […]

બાવળા-બગોદરા હાઇવે પર ભાયલા ગામ નજીક ટેમ્પો પલટી જતાં એએસઆઇનું મોત

ASI પોલીસ બંદોબસ્તમાંથી પરત ફરતા દુર્ઘટના ઘટી, ASIને નિવૃત થવામાં 80 દિવસ બાકી હતા, મૃતક ASI ‘ગાર્ડ આફ ઓનર‘ સાથે અંતિમ સંસ્કાર કરાયા અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા અને બગોદરા વચ્ચે ભાયલા ગામ પાસે હાઈવે પર ટેમ્પો પલટી ખાતા બગોદરા પોલીસ સ્ટેશનના એએસઆઈનું મોત નિપજ્યુ હતુ. એએસઆઈ પોલીસ […]

સુરેન્દ્રનગર જિલ્લાની ખાનગી શાળાઓને RTEની 7 કરોડની ફી સરકારે ચુકવી નથી

ખાનગી શાળાઓ ધો.1માં 25 ટકા બાળકોને RTE અંતર્ગત મફત પ્રવેશ આપે છે, ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓને આપવામાં આવે છે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને કરી રજુઆત સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લાની ખાનગી શાળાઓમાં ધોરણ-1માં ગરીબ પરિવારોના 25 ટકા બાળકોને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવામાં આવે છે. અને ગરીબ બાળકોની ફી સરકાર દ્વારા ખાનગી શાળાઓને આપવામાં […]

અમદાવાદ,સુરત સહિત 69 સ્થળોએ ફટાકડાના વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગે કર્યુ સર્ચ

મોટા પાયે બિલ વિના અને હિસાબમાં દર્શાવ્યા વગરના વેચાણ કરી ગેરરીતિ આચરી, SGST ના અધિકારીઓએ સર્ચ દરમિયાન 33 કરોડની કરચોરી પકડી, 16 કરોડની વેરાકીય જવાબદારી શોધી કાઢવામાં આવી, અમદાવાદઃ દિવાળીનો તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ફટાકડાના વેપારીઓ દ્વારા જીએસટીની ચોરી કરાતી હોવાની માહિતી મળતા સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code