1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જમ્મુ-કાશ્મીરઃ પુલાવામામાં 10 ગ્રેનેડ સાથે એક કટ્ટરપંથી ઝડપાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળોએ શરૂ કરેલા અભિયાનમાં આજે વધુ એક સફળતા મળી હતી. પોલીસે પુલાવામા ખાતેથી એક કટ્ટરપંથીને 10 ગ્રેનેડ સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી ગ્રેનેડની સાથે પાંચ જેટલી બેટરી પણ મળી આવી હતી. એટલું જ નહીં આ તમામ વસ્તુઓ આરોપીએ સ્કુટરની સીટ નીચે છુપાવી હતી. પોલીસની તપાસમાં આ કેસમાં ચોંકાવનારા […]

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાયઃ ફારુક અબ્દુલ્લા

જમ્મુઃ નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન ક્યારેય સફળ નહીં થાય. જે લોકો તેને પાકિસ્તાન સાથે જોડવા માંગતા હતા તેઓ નિષ્ફળ ગયા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતની તાકાત વિવિધતામાં એકતા છે. “આપણે ભાઈચારો મજબૂત કરવો પડશે અને એકબીજા પ્રત્યે નફરતને દૂર કરવી પડશે, જેથી દેશમાં શાંતિ, પ્રગતિ અને વિકાસ […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ નવાબ મલિક મામલે NDAમાં નારાજગી, ભાજપાએ પ્રચાર નહીં કરવાનો કર્યો નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની ઉમેદવારીથી રાજ્યના રાજકારણમાં નવો વિવાદ શરૂ થયો છે. ભાજપના તમામ વિરોધ છતાં, નવાબ મલિકે મુંબઈના માનખુર્દ-શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. અજિત પવારની એનસીપી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથેના મહાગઠબંધનમાં સામેલ છે. ભાજપાએ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો […]

સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી, બે કરોડની ખંડણી માંગવામાં આવી

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બોલીવુડ સ્ટાર સલમાન ખાનના મિત્ર સીદ્દીક બાબાની લોરેન્સ ગેંગે હત્યા કર્યાં બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેની તકરાર ચર્ચાનો મુદ્દો બન્યો છે. હિન્દી ફિલ્મ હમ સાથ સાથ હૈના શુટીંગ દરમિયાન સલમાન ખાન દ્વારા રાજસ્થાનમાં કાળા હરણનો શિકાર કર્યો હતો. બિશ્નોઈ સમાજ કાળા હરણને પુજનીય માને છે. શિકાર મામલે […]

ડિજિટલ એરેસ્ટ કેસમાં થતા વધારાને પગલે ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય કમિટી રચી

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ એરેસ્ટ કરીને છેતરપીંડી આચરવાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે. મંત્રાલયે આ અંગે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ કમિટી ડિજિટલ એરેસ્ટના કેસોની તપાસ કરતી સંબંધિત એજન્સી અથવા પોલીસની તપાસ પર નજર રાખશે. તાજેતરમાં જ વડાપ્રધાને મન કી બાતમાં ડિજિટલ એરેસ્ટ વિરુદ્ધ વાત કરી હતી. […]

કેનેડાએ અમેરિકન મીડિયાને નિજ્જર કેસ સંબંધિત માહિતી લીક કરી, ટ્રુડોના સલાહકારનો ખુલાસો

નવી દિલ્હીઃ કેનેડા સરકારના ટોચના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે તેમણે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે સંબંધિત કેસની માહિતી અમેરિકન મીડિયાને લીક કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, કેનેડાની સરકારને પણ આ વાતની જાણ હતી અને અમેરિકન મીડિયામાં લીક થયેલી માહિતી વિશે કેનેડાની જનતાને પણ જાણ કરવામાં આવી ન હતી. અહેવાલો અનુસાર, કેનેડાના […]

ચીન સામે મજબૂત થઈ રહ્યું છે તાઈવાન, અમેરિકા પાસેથી ખરીદશે 1000 એટેક ડ્રોન

નવી દિલ્હીઃ ચીનની ધમકીઓથી પરેશાન તાઈવાને પોતાને મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે. આ અંતર્ગત તાઈવાન અમેરિકા પાસેથી 1000 એટેક ડ્રોન ખરીદશે. તાઇવાન આ ડ્રોન અમેરિકન કંપનીઓ એરોવાયરોમેન્ટ અને એન્ડુરિલ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ખરીદશે. સપ્ટેમ્બરના અંતમાં તાઈવાને આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, કિંમત, ડિલિવરી શેડ્યૂલ અને કોન્ટ્રાક્ટ હજુ ઔપચારિક થવાનો બાકી છે. યુએસ સરકારે […]

ગિરનાર હરિત પરિક્રમા 12 મી નવેમ્બર થી શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતના જૂનાગઢમાં દર વર્ષે ધાર્મિક ગિરનાર હરિત પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢના જંગલોમાં આયોજિત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, જેને હિમાલયનો પિતામહ પણ માનવામાં આવે છે. કોઈપણ યાત્રીને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી આ પરિક્રમાને ગિરનાર લીલી પરિક્રમા તરીકે પણ […]

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની મુલાકાતે

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાઉદી અરેબિયાની એક સપ્તાહની મુલાકાતે ગઈકાલે સાંજે રિયાધ પહોંચ્યા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. પીયૂષ ગોયલ રિયાધમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ (FII) ની 8મી આવૃત્તિમાં ભાગ લેશે, જે એક અગ્રણી પ્લેટફોર્મ છે જે વૈશ્વિક નેતાઓ, રોકાણકારો અને સંશોધનકારોને આમંત્રે […]

કેશોદ ઍરપૉર્ટ પરથી સપ્તાહમાં ત્રણ દિવસની ફ્લાઇટ સેવા શરુ

અમદાવાદઃ જુનાગઢના કેશોદમાં નવાબના સમયથી ઍરપૉર્ટ બનાવેલું છે. પરંતુ કેટલાક કારણોસર વર્ષો સુધી આ ઍરપૉર્ટ પર ફ્લાઇટની અવર-જવર બંધ હતી. પરંતુ છેલ્લાં અઢી વર્ષથી આ ઍરપૉર્ટ ફરી શરુ કરવામાં આવ્યું છે. હવે કેશોદની વિમાની સેવામાં વધારો કરવાના સમાચાર પ્રાપ્ત થયા છે. પહેલા અહીં ફક્ત કેશોદથી મુંબઈની ફ્લાઇટ મળતી હતી, પરંતુ કેન્દ્ર સરકારની ઉડાની યોજના હેઠળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code