1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પેટની ગરમીને ઠંડક આપવા માટે આ વસ્તુઓ ભોજનમાં કરો સામેલ

ઉનાળામાં ખાવાની ખોટી આદતો, મસાલેદાર ખોરાક ખાવાથી પેટમાં ગરમી, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે. જેથી પેટની ગરમીને ઠંડક પુરી પાડવા માટે ભોજનમાં કેટલાક વસ્તુઓ સામેલ કરવી જરુરી છે. એટલું જ નહીં ઠંડા પીણાને બદલે નેચનલ ડ્રીંક્સ પસંદ કરવું જોઈએ. નાળિયેર પાણી પીવોઃ તે એક કુદરતી ઠંડક આપનાર છે, પેટને શાંત કરે છે અને ડિહાઇડ્રેશન […]

પહેલગામ હુમલા બાદ ભારત સરકારે કર્યા 5 મોટા નિર્ણય

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બાદ ભારતે કડક પગલાં લીધાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ નિવાસસ્થાને મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક મળી હતી. આ બેઠક અઢી કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત […]

તરબૂચના બીજમાં છુપાયેલા છે આ ગુણો, ફેંકતા પહેલા વિચારો

ઉનાળાની ઋતુમાં બજારમાં સૌથી વધુ જોવા મળતું ફળ તરબૂચ છે. ઉનાળાની શરૂઆત પહેલા જ આ ફળ બજારમાં ઉપલબ્ધ થઈ જાય છે. તરબૂચ એક મીઠો, રસદાર અને પાણીથી ભરપૂર ફળ છે જે લગભગ બધાને ગમે છે. ઉનાળામાં તેનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. તમે ઘણીવાર લોકો પાસેથી સાંભળ્યું હશે કે તરબૂચ ખાવામાં સ્વાદિષ્ટ […]

કાળા મરી હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક

કાળા મરીને “મસાલાનો રાજા” પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ફક્ત ખોરાકનો સ્વાદ વધારવા માટે મસાલા તરીકે જ થતો નથી, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. કાળા મરીનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે, અને હવે આના વૈજ્ઞાનિક પુરાવા પણ સામે આવ્યા છે. કાળા મરી સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક […]

ઉનાળામાં હીટવેવ આંખોને વધુ નુકસાન પહોંચાડી શકે છે, જાણો તેનાથી બચવાના ઉપાયો

ઉનાળામાં દેશના ઘણા ભાગોમાં તાપમાન ઝડપથી વધવા લાગે છે. આ સમય દરમિયાન, ગરમીની લહેર ફક્ત શરીરને જ નહીં, પણ આંખોને પણ અસર કરે છે. એક્સપર્ટના મતે, વધુ પડતી ગરમી અને તીવ્ર સૂર્યપ્રકાશ આંખો માટે અત્યંત હાનિકારક હોઈ શકે છે. જો કાળજી ન લેવામાં આવે તો આંખોમાં બળતરા, શુષ્કતા અને લાલાશ પણ થઈ શકે છે. આંખો […]

કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં હાઈએલર્ટ અપાયું

સોમનાથ, અંબાજી, દ્વારકા સહિત મંદિરોમાં સુરક્ષા વધારાઈ ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખશે અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે થયેલા આતંકી હુમલામાં 27  પ્રવાસીઓના મોત થયા હતા. કાશ્મીરમાં થયેલા આ કાયરતા ભરેલા કૃત્યના દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે. આ આતંકી હુમલાના પગલે દેશભરમાં હાઇએલર્ટ આપી દેવાયું છે અને સુરક્ષા એજન્સીઓ […]

રાજકોટમાં સિટીબસના અકસ્માત બાદ કડક પગલાં લેવાતા 20 ડ્રાઈવરોએ રાજીનામાં આપ્યા

મ્યુનિએ સિટીબસમાં ડ્રાઈવરોની કેબીનમાં CCTV કેમેરા મુકવાનો નિર્ણય લીધો મ્યુનિએ એજન્સીને તાત્કાલિક નવા ડ્રાઈવરોની ભરતી કરવા સુચના આપી ડ્રાઈવરોના રાજીનામાંથી સિટીબસ સેવાને અસર  રાજકોટ:  શહેરમાં સિટીબસના ચાલકે પૂર ઝડપે અને બેદરકારી બસ ચલાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતને લીધે શહેરીજનોમાં ભારે રોષ ઊભો થયો હતો. ત્યારે આવા અકસ્માતોના બનાવ […]

મહુવા માર્કેટિંગ યાર્ડમાં વાહનોમાંથી સફેદ ડુંગળી સીધુ વેચાણ કરી ખર્ચ અને સમય બચાવાશે

સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોએ વિરોધ કર્યો હતો ખેડૂતો સફેદ ડુંગળી લાવ્યા હશે તે વાહનમાં ડુંગળીનો જથ્થો ડિહાઈડ્રેશન માટે મોકલાશે ખેડૂતોએ એક વાહનમાં સફેદ ડુંગળીનો એક સરખો વક્કલ લાવવા અપીલ કરાઈ ભાવનગરઃ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. એમાં મહુવા તાલુકો ડુંગળીના ઉત્પાદમાં મોખરે છે. મહુવા યાર્ડમાં હાલ સફેદ ડુંગળીની ધૂમ […]

કડી-થોળ હાઈવે પર રોયલ્ટી પાસ વિનાના રેતી ભરેલા 5 ડમ્પર પકડાયા

ખનીજ વિભાગે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી 5 ડમ્પરો રેતી ભરેલા પકડીને બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો પાટણ અને બનાસકાંઠામાં ખનીજની ચોરી કરી ડમ્પરો મહેસાણાથી પસાર થાય છે મહેસાણાઃ જિલ્લામાં ખનીજ ભરેલા પરમિટ વિનાના વાહનોની બેરોકટોક અવર-જવર થતી જોવા મલી રહી છે. પાટણ અને બનાસકાંઠામાંથી ખનીજચોરી કરીને વાહનો મહેસાણા જિલ્લામાંથી પસાર થતાં હોવાથી આવા વાહનોનું ચેકિંગ […]

કચ્છમાં ગઈ મધરાતે ભૂકંપનો 5ની તિવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ

અંજારના દુધઈથી 17 કિમી દૂર ઉત્તર-પૂર્વ દિશામાં કેન્દ્રબિંદુ લોકો ભરઊંધમાંથી સફાળા જાગી ઘરની બહાર દોડી ગયા કચ્છમાં સમયાંતરે ભૂકંપના હળવા આંચકા નોંધાતા હોય છે ભૂજઃ કચ્છમાં ગઈકાલે રાત્રે 11.26 કલાકે 5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભરઊંઘમાં ઘરની બહાર દોડી આવ્યા હતા.કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી મશીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code