1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સર્વસમાવેશકતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ આપણો સમૃદ્ધ વારસો છે : ઉપરાષ્ટ્રપતિ

ચેન્નાઈઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, “ભારત વિશ્વની સૌથી જૂની સભ્યતા છે, શાંતિપ્રિય રાષ્ટ્ર છે, જ્યાં સર્વસમાવેશકતા અને અભિવ્યક્તિ અને વિચારની સ્વતંત્રતા એ આપણો વારસો છે.” તામિલનાડુની કોઇમ્બતૂરની તામિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાં “વિકસિત ભારત માટે કૃષિ-શિક્ષણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું” વિષય પર ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ હજારો […]

ભારતની કાર્યવાહી: ડોન અને જીઓ ન્યૂઝ સહિત ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન, ભારત સરકારે અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો સામે કાર્યવાહી કરી છે અને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની ભલામણો પર અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચેનલો જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી ઘટનાની પૃષ્ઠભૂમિમાં […]

યમનના હુથી-નિયંત્રિત રાજધાની સના પર તાજેતરના યુએસ હવાઈ હુમલામાં આઠ લોકોના મોત

યમનના હુથી-નિયંત્રિત રાજધાની સના પર તાજેતરના યુએસ હવાઈ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા. હુથી સંચાલિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં આ માહિતી શેર કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂઆતના અંદાજ મુજબ, હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઉત્તરી સનાના બાની અલ-હરિથ જિલ્લામાં યુએસ યુદ્ધ વિમાનો દ્વારા બોમ્બમારા કરાયેલા ત્રણ ઘરોના કાટમાળ નીચે દટાયેલા લોકોને […]

પહલગામ આતંકવાદી હુમલાની અસર : ભદ્રવાહમાં હોટેલો ખાલી, પ્રવાસન ઉદ્યોગ પર સંકટ ઘેરાયુ

નવી દિલ્હીઃ પહલગામ આતંકવાદી હુમલાની અસર જોવા મળી રહી છે. ભદ્રવાહમાં હોટેલો ખાલી, પ્રવાસન ઉદ્યોગ પર સંકટ ઘેરાયુ છે.પહલગામ આતંકવાદી હુમલાની અસર કાશ્મીરના પ્રવાસન અસરને થઇ છે. મોટા ભાગના પ્રવાસીઓએ તેમની કાશ્મીર ટુર રદ કરી છે જેના પગલે પ્રવાસીઓથી ધમધમતી હોલટના રુમ ખાલી જોવા મળી રહ્યા છે.ટુર ટ્રાવેલ્સના વ્યવસાયી, રેસ્ટોરાના માલિક અને અન્ય રોજગાર સાથે […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ 100 મીટર લાંબા પુલનો પ્રથમ સ્પાન લોન્ચ કરાયો

અમદાવાદઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 48 પર 2 X 100 મીટર લાંબા સ્ટીલના પુલનો પ્રથમ 100 મીટર લાંબો સ્પાન લોન્ચ કરવામાં આવ્યો.દિલ્હી, મુંબઈ અને ચેન્નઈને જોડતી એનએચ – 48 પર, નડિયાદ (ગુજરાત) પાસે 2 X 100 મીટર લાંબા સ્ટીલના પુલનો પ્રથમ 100 મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. આ ‘મેક […]

કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરાશે. મંત્રાલયે જણાવ્યું કે આ યાત્રામાં શ્રદ્ધાળુઓના જૂથ ઉત્તરાખંડમાં લીપુલેખ પાસ અને સિક્કિમમાં નાથુ-લા પાસ પાર કરશે. આ યાત્રા માટે અરજી મંત્રાલયની વેબસાઇટ પર ઓનલાઈન કરી શકાશે. જેમાં મુસાફરોની પસંદગી નિષ્પક્ષ કમ્પ્યુટર રેન્ડમ માધ્યમ દ્વારા કરવામાં આવશે. યાત્રાળુઓ http://kmy.gov.in પર અરજી […]

તમિલનાડુના તિરુનેલવેલીમાં બે કાર વચ્ચે અકસ્માતમાં સાત લોકોનાં મોત

બેંગ્લોરઃ તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના નાંગુનેરી નજીક થલાપતિ સમુદ્રમ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે કાર વચ્ચે સામસામે ટક્કર થતાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં ત્રણ પુરુષો, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે આ દુ:ખદ ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક કાર તિરુનેલવેલી તરફ જઈ રહી હતી […]

ભારત પાણી માટે કોઈ યુદ્ધ નહીં લડેઃ સી.આર.પાટીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સીઆર પાટીલે પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા આપવામાં આવેલી ધમકીઓ પર આકરા પ્રહારો કર્યા છે. આનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બિલાવલ પાકિસ્તાનને પાણી રોકવા પર બડબડ કરી રહ્યા છે. સીઆર પાટીલ સુરતમાં જળ સંચય કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમણે પાણી સંરક્ષણના મહત્વ […]

પહેલગામ આતંકવાદીની ‘નિષ્પક્ષ તપાસ’ની પાકિસ્તાનની માંગણીને ચીનનું સમર્થન

નવી દિલ્હીઃ ચીને પહેલગામ આતંકવાદી હુમલાની નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગને સમર્થન આપ્યું છે. પાકિસ્તાન તરફથી પણ આ મુદ્દા પર સતત દલીલો રજૂ કરવામાં આવી રહી છે. તેમની માંગ છે કે તેની તપાસ ભારત-પાકિસ્તાન દ્વારા નહીં પરંતુ ત્રીજા પક્ષ તરીકે આંતરરાષ્ટ્રીય સમિતિ દ્વારા કરાવવી જોઈએ. 22 એપ્રિલ 2025ના રોજ, પહેલગામની બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિઃશસ્ત્ર […]

એલઓસી ઉપર પાકિસ્તાનનો સતત ગોળીબાર, ભારતીય સેના આપી રહ્યું છે જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ આતંકવાદના હુમલાથી ગભરાયેલું પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે. 27-28 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાએ ફરી એકવાર નિયંત્રણ રેખા પારથી ગોળીબાર કર્યો. કોઈપણ ઉશ્કેરણી વિના, પાકિસ્તાની સેનાએ હવે કુપવાડા અને પૂંછના સરહદી વિસ્તારોમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર શરૂ કર્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને વળતો જવાબ આપીને ગોળીબાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code