1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમિત શાહે તમામ રાજ્યોના CM સાથે વાત કરી, પાકિસ્તાની નાગરિકોને શોધી-શોધી હાંકી કાઢવા સૂચના આપી

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે આકરા પગલા લીધા છે. તેમજ બંને દેશની સરહદ ઉપર યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. તેમણે દરેકને પોતપોતાના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમના પાકિસ્તાન વહેલા પાછા ફરવાની ખાતરી કરવા માટે પગલાં […]

ચોથી નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ યાર્ડ (3040)નાં નિર્માણ કાર્યનો શુભારંભ

નવી દિલ્હીઃ ચોથા (ભૂતપૂર્વ GRSE) નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (NGOPV) યાર્ડ 3040 માટે નિર્માણ કાર્યનો શુભારંભ (કીલ લેઇંગ સમારોહ) કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) ખાતે યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક વાઇસ એડમિરલ રાજારામ સ્વામીનાથન હાજર રહ્યા હતા. GRSEના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમાન્ડર […]

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક ત્રીસવાદી ઠાર મરાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. બંને બાજુથી ગોળીબાર થઈ રહ્યો છે. આ ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હોવાના અહેવાલ છે, જ્યારે બે સૈનિકો પણ ઘાયલ થયા છે. હાલમાં, વિસ્તારમાં આતંકવાદીઓને શોધવાનું ઓપરેશન ચાલુ છે. રિપોર્ટ અનુસાર, બાંદીપોરા જિલ્લાના કુલનાર બાજીપુરા […]

ઉત્તરપ્રદેશમાં ચોખાની મિલમાં ધુમાડાને પગલે શ્વાસ રૂંધાતા પાંચ શ્રમજીવીના મોત

બહરાઇચઃ ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના દરગાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ચોખાની મિલમાં ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી શુક્રવારે સવારે પાંચ કામદારોના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને લગઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. અધિક પોલીસ અધિક્ષક (શહેર) રામાનંદ પ્રસાદ કુશવાહાએ જણાવ્યું હતું કે […]

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આતંકીઓ સામે તંત્રની કાર્યવાહી

શ્રીનગરઃ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા ઘાતક હુમલા પાછળ જવાબદાર માનવામાં આવતા લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓના ઘર દક્ષિણ કાશ્મીરમાં તોડી પાડવામાં આવ્યા છે. તેમ સત્તાવાર સૂત્રો અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુરુવાર અને શુક્રવારની રાત્રે ત્રાલ પુલવામાના મોનાઘામા વિસ્તારના આસિફ શેખ અને અનંતનાગના આદિલ હુસૈન ઠોકરના ઘરોમાં વિસ્ફોટ થયા હતા. જોકે, એક વરિષ્ઠ પોલીસ […]

કોંગોમાં સોનાની ખાણ ધસી પડતા ઓછામાં ઓછા 10 લોકોના મોત

ગોમાઃ પૂર્વી કોંગોમાં બળવાખોરોના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડતાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, કાબારે પ્રદેશમાં લુહિહી ખાણ મોડી રાત્રે “આબોહવા પરિવર્તનને કારણે થતી કુદરતી આફત” ને કારણે તૂટી પડી હતી. દક્ષિણ કિવુના પૂર્વમાં સ્થિત, આ વિસ્તાર વારંવાર પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રહે છે. દક્ષિણ કિવુ રવાન્ડાની સરહદે […]

પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને રાહત, લાંબા ગાળાના વિઝા ચાલુ રહેશે

નવી દિલ્હીઃ પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરવાના ભારત સરકારના નિર્ણય વચ્ચે, વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય પહેલાથી જ જારી કરાયેલા લાંબા ગાળાના વિઝા (LTV) પર લાગુ થશે નહીં. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પહેલાથી જ જારી કરાયેલા લાંબા ગાળાના વિઝા એટલે કે, LTV વિઝા […]

મેઘા પાટકરની દિલ્હી પોલીસે કરી અટકાયત, કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરન્ટ જાહેર કરાયું હતું

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર્તા મેધા પાટકરની ધરપકડ કરી છે. તેમની નિઝામુદ્દીનથી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. 2001માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા તેમના વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ […]

શનિવારે પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારના દિવસે રાજકીય શોક

નવી દિલ્હીઃ 26 એપ્રિલ 2025ના રોજ પવિત્ર ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ, Supreme Pontiff of the Holy Seeના અંતિમ સંસ્કાર શનિવારના રોજ યોજાશે. તે દિવસે રાજકીય શોક રાખવામાં આવશે. 26 એપ્રિલ 2025ના રોજ, સમગ્ર ભારતમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં. […]

મોદી સરકારે હાથ ધરેલી તમામ રમતગમતની પહેલો એથ્લેટ-કેન્દ્રિત છે : ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે ડિજિલોકર મારફતે રમતગમતના પ્રમાણપત્રો આપવાનો શુભારંભ કરાવ્યો હતો. લોકાર્પણ પૂર્વે તેમણે આ જ સ્થળે નેશનલ સેન્ટર ફોર સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ રિસર્ચ (એનસીએસએસઆર)નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ડૉ. માંડવિયાએ રમતવીરોના કલ્યાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code