1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે PM મોદીએ અમિત શાહને ફોન કરીને પગલા લેવા સૂચન કર્યું

અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક હુમલામાં બે પ્રવાસીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 12 વ્યક્તિ ઘાયલ થયાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી […]

પાણીમાં રેસ્ક્યૂ કરશે રોબોટ… અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવી યોજના

આ રોબોટ 200 મીટરની ઊંડાઈ સુધીના પાણીમાં બચાવ અને શોધ કામગીરી હાથ ધરવામાં મદદ કરશે. તેનો ઉપયોગ નદીઓ કે નહેરોમાં વસ્તુઓ શોધવા, ડૂબી ગયેલા મૃતદેહોને બહાર કાઢવા તેમજ અપરાધના કેસોમાં પાણીમાં ફેંકાયેલા હથિયાર કે પુરાવા શોધવા માટે થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ રોબોટિક ડિવાઇસ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. તેનું નામ ડીપ ટ્રેકર […]

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ ઝંપલાવશે

વિસાવદરની ચૂંટણી જાહેર થાય તે પહેલા રાજકીય ગરમાવો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે સત્તા વિરોધ મતો વહેચાઈ જતા ભાજપને ફાયદો થશે જૂનાગઢઃ જિલ્લાના વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપીને પક્ષપલટો કરીને ભાજપમાં પ્રવેશ કરતા બેઠક ખાલી પડી છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હજુ જાહેર કરવામાં આવી નથી. પણ મહિનાઓમાં પેટા ચૂંટણી […]

હિંમતનગર નજીક આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ

ફાયર ફાયટરોએ સતત 4 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી પ્લાસ્ટિકનો કાચો માલ હોવાના લીધે આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું આગના બનાવમાં કોઈ જાનહાની નહીં હિંમતનગરઃ ગાંભોઈ-ભિલોડા રોડ પર આવેલી હેલીફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રખાયેલા પ્લાસ્ટિકના જથ્થામાં ગત મધરાત બાદ આગ ફાટી નિકળી હતી. આ આગને લીધે અફડા-તફડી મચી ગઈ હતી. […]

દાહોદના NTPC કંપનીના સોલાર પ્લાન્ટમાં લાગી ભીષણ આગ

દાહોદ અને ઝાલોદના ફાયર ફાઈટરોએ રાતભર પાણીનો મારો ચલાવ્યો તમામ કર્મચારીઓ દોડીને બહાર નિકળી જતાં જાનહાની ટળી આગથી કંપનીને 400 કરોડના નુકશાનીનો અંદાજ દાહોદઃ શહેરના ભાટીવાડા વિસ્તારમાં આવેલા NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ગત રાતે આગ લાગી હતી. અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવની જાણ થતાં દાહોદ અને ઝાલોદથી ફાયર ફાયટરો […]

સુરેન્દ્રનગર શહેરને માળખાકીય સુવિધાઓ માટે 81.04 કરોડ મંજુર કરાયા

સુરેન્દ્રનગરના રોડ-રસ્તાઓને રિસરફેસ કરાશે શહેરના બ્યુટિફિકેશન માટે ખાસ ધ્યાન અપાશે શહેરીજનોની સુવિધાઓમાં વધારો કરાશે સુરેન્દ્રનગરઃ શહેરની નગરપાલિકાને મહિનાઓ પહેલા મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા છે. વઢવાણ, સુરેન્દ્રનગર, રતનપુર સંયુક્ત નગરપાલિકામાંથી મ્યુનિ.કોર્પોરેશન બનતા હવે મેગાસિટીના ધોરણે માળખાકીય વિકાસના કામો હાથ ધરવા માટેનો રોડમેપ બનાવી દેવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે સુરેન્દ્રનગર શહેરના માળખાકીય વિકાસ માટે રૂપિયા 81.04 […]

જમ્મુ-કાશ્મીરઃ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને બનાવ્યા નિશાન, બેના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2 થી 3 હુમલાખોરો પોલીસ યુનિફોર્મમાં આવ્યા હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવીને તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં બે લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, સીઆરપીએફની ટીમો […]

સુરતમાં હવે રાતના સમયે પણ હેલ્મેટ ન પહેરનારા દ્વિચક્રી વાહનચાલકો સામે ઝૂંબેશ

દ્વિચક્રી વાહનચાલકો રાતના સમયે હેલ્મેટ પહેરતા જ નથી પોલીસની રાત્રિ હેલ્મેટ ઝુંબેશમાં 1 લાખથી વધુ વાહનચાલકો દંડાયા એક જ મહિનામાં ₹ 7 કરોડનો દંડ વસૂલાયો સુરતઃ ગુજરાતમાં અન્ય શહેરો કરતા સુરત શહેરમાં હેલ્મેટના કાયદાનો કડકરીતે અમલ થઈ રહ્યો છે. શહેરમાં દિવસ દરમિયાન તો મોટાભાગના દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટ પહેરે છે. પણ રાતના સમયે દ્વીચક્રી વાહનચાલકો હેલ્મેટ […]

ગુજરાત યુનિવર્સિટીએ કર્મચારીઓને 10 હજારથી 5 લાખની બક્ષિસ આપતા NSUIનો વિરોધ

ગુજરાત યુનિના સત્તાધિશોએ 45 લાખ રૂપિયાની કર્મચારીઓમાં લઙાણી કરી એનએસયુઆઈએ રજિસ્ટ્રારને રજુઆત કર્યા બાદ આંદોલનની ચીમકી આપી વિદ્યાર્થીઓના ફીના રૂપિયા વેડફવામાં આવતા હોવાનો આક્ષેપ અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીને NACCમાં A+ ગ્રેડ મળતા એની ખૂશીમાં યુનિવર્સિટીએ તેના કર્મચારીઓને રૂપિયા 10 હજારથી લઈને રૂપિયા 5 લાખની બક્ષિસ આપી હતી. આમ યુનિવર્સિટી દ્વારા કુલ રૂ.45 લાખની રેવડી બાંટવામાં આવી […]

EDએ અમદાવાદ સહિત 15 સ્થળોએ સટ્ટા બેટિંગની પાડેલી રેડમાં કરોડોની મિલક્તો ફ્રીઝ

EDએ સર્ચ દરમિયાન 29 કરોડ રોકડા મળી આવ્યા 573 કરોડથી વધુના સિક્યુરિટીઝ-બોન્ડ-ડિમેટ ખાતાઓ પણ ફ્રીઝ કરાયા સટ્ટાબાજીનું ભંડોળ બહારના દેશોમાં ટ્રાન્સફર કરાતુ હતું અમદાવાદઃ દેશમાં ક્રિકેટ પર સટ્ટાબેટિંગની બદી વધતી જાય છે, ત્યારે મહાદેવ બેટિંગ એપ.ના કેસમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટર  યાને ઈડીએ દેશમાં અમદાવાદ સહિત અલગ અલગ 15 જગ્યાઓ પર 16 એપ્રિલના રેડ કરી હતી. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code