1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતનું પ્રથમ સોવરેન B2C AI ચેટબોટ ‘MyShakti’ લોન્ચ

નવી દિલ્હીઃ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી AI મોડેલ્સ બનાવવા માટે, Yottaa ડેટા સર્વિસીસે ભારતનું પ્રથમ સોવરિન B2C જનરેટિવ AI ચેટબોટ રજૂ કર્યું છે. ડીપસીકના ઓપન-સોર્સ એઆઈ મોડેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, ‘માયશક્તિ’ સંપૂર્ણપણે ભારતીય સર્વર્સ પર સંપૂર્ણ ડેટા સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કાર્ય કરે છે. આ લોન્ચિંગ કેન્દ્રીય રેલ્વે અને ઇલેક્ટ્રોનિક્સ અને IT […]

ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ

સુપ્રીમના નિવૃત જજના વડપણ હેઠળ કમિટીની રચના કમિટી 45 દિવસમાં આપશે રિપોર્ટ રાજ્યના નાગરિકોને સમાન હક અને અધિકારો મળશે ગાંધીનગરઃ ઉતરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલમાં મુકાશે, જેના માટે રાજ્ય સરકારે સુપ્રીમ કાર્ટની નિવૃત જજના વડપણ હેઠળ એક કમિટીની આજે જાહેરાત કરી છે. યુસીસીના અમલ માટે પહેલ કરનારા ઉત્તરાખંડ બાદ ગુજરાત […]

માણસાના અંબોડ ગામે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

શાકભાજી વેચતા ખેડુતનું ઘટના સ્થળે મોત બીજો અકસ્માતનો બનાવ કલોલ હાઈવે પર સર્જાયો ટેન્કર અને કાર વચ્ચે અકસ્માતમાં 5નો બચાવ ગાંધીનગરઃ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં માણસાના અંબોડ નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માતનો બીજો બનાવ કલોક હાઈવે પર સર્જાયો હતો. જેમાં ટેન્કર અને […]

ભાવનગરમાં 3 વખત હેલ્મેટ વિના પકડાયેલા 39 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ

ભાવનગર RTOની ગત માસમાં 55 લોકો સામે દંડનીય કાર્યવાહી આરટીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમોથી લોકોને જાગૃત કરવામાં આવે છે અન્ય ગુનામાં 16 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા  ભાવનગરઃ શહેરમાં મોટાભાગના બાઈક કે સ્કૂટરસવારો હેલ્મેટ પહેરતા જ નથી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સમયાંતરે વાહનચોકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં બાઈક કે સ્કૂટરસવારો વારંવાર હેલ્મેટ ભંગના […]

રાજકોટમાં શરદી-ઉધરસ અને તાવના કેસમાં થયો વધારો

એક સપ્તાહમાં શરદી-ઉધરસના 1032 કેસ નોંધાયા સામાન્ય તાવના પણ 866 દર્દીઓ નોંધાયા વાદળછાયા વાતાવરણને લીધે રોગચાળો વકર્યો રાજકોટઃ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે શરદી, ઉધરસ અને ફીવરના કેસમાં વધારો થયો છે. ગત સપ્તાહમાં પણ શરદી-ઊધરસનાં કુલ 1032 અને સામાન્ય તાવનાં 866 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જોખમી ટાઇફોઇડ તાવનાં 3 અને ડેંગ્યુનાં પણ 2 દર્દીઓ સામે […]

સુરતના સચિનમાં 45 લાખના ખંડણી કેસમાં આરોપીને 4 દિવસના રિમાન્ડ

આરોપી ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પૂત્ર છે RTI એક્ટિવસ્ટ હોવાનું કહી બ્લેકમેલિંગ કરી રૂપિયા વસૂલતા હતા જીપીસીબીના કર્મચારીઓની પણ સાંઠગાંઠ હોવાની શંકા સુરતઃ શહેરના સચીન ઇન્ડસ્ટ્રીયલના ડિરેરકટર મહેન્દ્ર રામોલિયા પાસે રૂપિયા પાંચ કરોડની ખંડણી માગી હતી. અને રકઝકને અંતે 45 લાખની લાંચ નક્કી કરવામાં આવી હતી. અને લાંચના રૂપિયા લઈને બહાર નિકળતા જ શહેર ક્રાઈમ બ્રાન્ચે […]

સુરત શહેરમાં બે લાખ લોકો કેન્સરથી પીડિત, પ્રતિદિન 55 કેસ નોંધાય છે

પુરુષોમાં મોઢાના કેન્સરનું પ્રમાણ વધુ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને બાળકોમાં બ્લડ કેન્સરના કેસ સિવિલમાં રોજ 80 દર્દીઓને અપાય છે, કીમિયોથેરાપી સુરતઃ રાજ્યમાં કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ખાણી-પીણી અને વ્યસન સહિત અનેક કારણો કેન્સર થવા માટે કારણભૂત છે. સુરત શહેરમાં કેન્સરથી અંદાજે બે લાખ દર્દીઓ પીડાઇ રહ્યા છે. જેમાં 1,92,155 દર્દીઓની સારવાર શહેરની 5 […]

હિમાચલ પ્રદેશઃ કિન્નૌર, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં હવામાન બદલાયું છે. શિમલા અને મનાલી સહિત અન્ય શહેરોમાં વાદળોની ગતિવિધિઓ અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. મેદાની વિસ્તારોમાં પણ હવામાન બગડ્યું છે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યો હતો. કિન્નૌર, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે. કિન્નૌર જિલ્લાના કલ્પામાં 0.2 સેમી હિમવર્ષા નોંધાઈ હતી. પર્વતોમાં […]

મહાકુંભઃ ભૂટાનના રાજાએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન મંગળવારે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. દરમિયાન CM યોગી આદિત્યનાથ અને જળશક્તિ મંત્રી સ્વતંત્ર દેવ પણ હાજર રહ્યા હતા. ખ્યમંત્રી યોગી અને ભૂટાનના રાજા લખનૌથી એકસાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. એરપોર્ટથી બંને રોડ માર્ગે સંગમ કિનારે પહોંચ્યા. અને અરૈલ ઘાટથી હોડીમાં બેસી […]

સુરતમાં લગ્નપ્રસંગમાં જમવા મામલે જાનૈયાઓએ લગ્ન અટકાવ્યાં, પોલીસની દરમિયાનગીરીથી લગ્ન થયા સંપન્ન

સુરતઃ સુરત જિલ્લામાંથી લગ્ન સાથે જોડાયેલો એક અનોખો અને આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ખાવાનું ખૂટી પડતાં લગ્ન સમારોહ અચાનક રદ કરવામાં આવ્યો. જે બાદ દુલ્હન પોલીસ પાસે ગઈ અને પોલીસ સ્ટેશનમાં જ વિધિ પૂર્ણ થઈ. દુલ્હને કહ્યું કે વરરાજા તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેનો પરિવાર સંબંધ તોડવા માંગે છે. દુલ્હનની ફરિયાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code