1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ખેડુતોની ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચે તે પહેલા જ CMએ બાજી સંભાળી લેતા આંદોલન સમેટાયું

ગાંધીનગર: બનાસકાંઠાના દિયોદર ખાતે અટલ ભુજલ યોજનામાં કાર્યક્રમ દરમિયાન એક ખેડૂતે પ્રશ્ન પૂછતા ધારાસભ્યના સમર્થકે ઉશ્કેરાઈને ખેડૂત અગ્રણીને લાફો માર્યો હતો. આ ઘટના બાદ ખેડુતો રોષે ભરાયા હતા. અને ધારાસભ્યના રાજીનામાંની માગ સાથે ખેડૂતોએ દીયોદરથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. ન્યાયયાત્રા છઠ્ઠા દિવસે મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચતા પોલીસ કાફલો ખડકી દેવાતા ખેડૂત અગ્રણીએ ઉગ્ર […]

ગાંધીનગરમાં G-20 અંતર્ગત આરોગ્ય મંત્રીઓની ત્રિદિવસીય બેઠકનો આજથી પ્રારંભ થશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં ગાંધીનગર ખાતે આજથી એટલે કે, તા.  17 થી 19 ઑગસ્ટ, 2023 દરમિયાન ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય મંત્રીઓની બેઠક યોજાશે. ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G-20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેવું ભારતની G20ની અધ્યક્ષતાએ પ્રથમ વખત ચિહ્નિત કર્યું છે. G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં મુખ્યત્વે G20 હેલ્થ ટ્રેકની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ […]

અમીરગઢના નજીક પુરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા દાદા અને પૌત્રનું મોત, એકને ગંભીર ઈજા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રોડ અકસ્માતો વધતા જાય છે. નેશનલ હાઈવે પર બેફામ ગતિથી દોડતા વાહનોથી વધુ અકસ્માતો સર્જાય રહ્યા છે. જિલ્લાના અમીરગઢ નજીક રામજિયાણી પાટિયા પાસે દાદા તેના બે પૌત્ર સાથે રોડ સાઈડ પર ઊભા હતા ત્યારે પુરફટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા દાદા અને તેના એક પૌત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે એક પૌત્રને ગંભીર […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પ્રયાસો છતાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થતો નથી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશને રખડતા પશુઓને નિયંત્રણ રાખવા માટે ઢોર પોલિસી જાહેર કરી હતી. ઢોર નિયંત્રણ પોલિસીને અમલીકરણ કરતા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર નિયંત્રણ ત્રાસ અંકુશ વિભાગ (CNCD)એ પશુપાલકોને પોલીસી અંગે સમજ આપી હતી. જેને લઈને જુલાઈ મહિનામાં 1281 જેટલા ઢોર પકડ્યા હતા. જોકે રોજના 50થી પણ ઓછા […]

ગટરમાં સફાઈ કામદારોના મોતમાં વળતર સહિતના મુદ્દે એફિડેવિટ રજુ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મોતમાં વળતર ચુકવવાના મુદ્દે તેમજ શારિરીક રીતે થતું ગટર સફાઈ કામને બદલે મશીનથી ગટરની સફાઈ કરવા સહિતના મુદ્દે માનવ ગરિમા સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્યના અર્બન ડેવલપોમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરીને સોગંદનામું ફાઈલ કરવા આદેશ કર્યો હતો. આ કેસની વધુ સુનાવણી […]

રાજકોટના જસદણને હરિયાળુ બનાવાશે, એક હેકટરમાં 2000 વૃક્ષો વવાશે

અમદાવાદઃ રાજકોટનાજસદણ ખાતે સામાજિક વનીકરણ રેન્જ જસદણ – વિંછીયા દ્વારા “હરિત વન વસુંધરા” પ્રોજેકટ અંતર્ગત ‘અર્બન ફોરેસ્ટ”નું ખાતમુહૂર્ત સાથે ‘74′ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ-2023  જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગ્રે મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે “મારી માટી, મારા દેશ” અભિયાનમાં ગામના […]

DigiLocker હેઠળ ડિજિટલ દસ્તાવેજ ચકાસણી સુવિધા હવે MSME અને અન્ય સંસ્થાઓ માટે ઉપલબ્ધ થશે

નવી દિલ્હીઃ નાગરિકોને સેવાઓની ડિજિટલ ડિલિવરી સક્ષમ કરવા માટે 1લી જુલાઈ, 2015ના રોજ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ સફળ કાર્યક્રમ સાબિત થયો છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે. કુલ ખર્ચ ₹14,903 કરોડ છે. 6.25 લાખ આઇટી પ્રોફેશનલ્સને ફ્યુચર સ્કિલ પ્રાઇમ પ્રોગ્રામ […]

ICC રેન્કિંગઃ T20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ પ્રથમ સ્થાને

નવી દિલ્હીઃ ICC એ તાજેતરની T20 રેન્કિંગ જાહેર કરી છે. બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતનો સ્ટાર સૂર્યકુમાર યાદવ પ્રથમ સ્થાન પર છે. તેણે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ દરમિયાન આ રેન્કિંગ હાંસલ કર્યું હતું. ત્યારથી તે સતત સારી ઇનિંગ્સ રમી રહ્યો છે. આ સિવાય શુભમન ગિલની T20 રેન્કિંગમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. તેણે ટી20 બેટ્સમેનોની રેન્કિંગમાં […]

ભારતીય રેલવે: કુલ 2339 કિલોમીટરનાં સાત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે મંજૂરી આપી હતી. સાત પ્રોજેક્ટોનું રેલવે મંત્રાલય સાથે અંદાજે રૂ.32,500 કરોડનો ખર્ચ, જેમાં કેન્દ્ર સરકાર પાસેથી 100 ટકા ભંડોળ મળશે. મલ્ટિ-ટ્રેકિંગની દરખાસ્તો કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. 35 […]

જો તમારા વાળની પણ ​​આ જ સમસ્યા છે,તો આ વસ્તુથી ધુઓ તમારા વાળ

સમયની સાથે વાળની ​​સમસ્યા વધી રહી છે. આ બધું વધતા પ્રદૂષણને કારણે છે જે માથાની ચામડી સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આનાથી માત્ર વાળનું ટેક્સચર જ બગડી શકે છે પરંતુ વાળ ખરવા, વાળ અકાળે સફેદ થવા અને પછી વાળમાં ઇન્ફેકશન પણ થઈ શકે છે. સાથે જ તમારા ઘરમાં આવતું પાણી પણ વાળની ​​ઘણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code