1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં G-20 અંતર્ગત આરોગ્ય મંત્રીઓની ત્રિદિવસીય બેઠકનો આજથી પ્રારંભ થશે
ગાંધીનગરમાં G-20 અંતર્ગત આરોગ્ય મંત્રીઓની ત્રિદિવસીય બેઠકનો આજથી પ્રારંભ થશે

ગાંધીનગરમાં G-20 અંતર્ગત આરોગ્ય મંત્રીઓની ત્રિદિવસીય બેઠકનો આજથી પ્રારંભ થશે

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં ગાંધીનગર ખાતે આજથી એટલે કે, તા.  17 થી 19 ઑગસ્ટ, 2023 દરમિયાન ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય મંત્રીઓની બેઠક યોજાશે. ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G-20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેવું ભારતની G20ની અધ્યક્ષતાએ પ્રથમ વખત ચિહ્નિત કર્યું છે.

G20 આરોગ્ય મંત્રીની બેઠકમાં મુખ્યત્વે G20 હેલ્થ ટ્રેકની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં એન્ટી-માઇક્રોબાયલ પ્રતિકાર અને વન હેલ્થ ફ્રેમવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય કટોકટી નિવારણ, સજ્જતા અને પ્રતિભાવ; સલામત, અસરકારક, ગુણવત્તાયુક્ત અને સસ્તા તબીબી પ્રતિરોધક પગલાંઓ (રસીઓ, ઉપચાર અને નિદાન)ની સુલભતા અને ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારનું મજબૂતીકરણ; અને સાર્વત્રિક આરોગ્ય કવરેજમાં મદદ કરવા તેમજ આરોગ્ય સંભાળ સેવા ડિલિવરીમાં સુધારો કરવા માટે ડિજિટલ આરોગ્ય આવિષ્કારો અને ઉકેલોનો સમાવેશ થાય છે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે  G20ના ડેપ્યુટીઓની બેઠક અને 18-19 ઑગસ્ટ, 2023ના રોજ G20 આરોગ્ય મંત્રીઓની બેઠક ઉપરાંત, વન અર્થ, વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થ કેર – ઇન્ડિયા 2023; WHO પરંપરાગત દવા વૈશ્વિક સંમેલન; ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023; અને ‘દક્ષિણ-પૂર્વ એશિયા પ્રદેશમાં ટીબીને નાબૂદ કરવા માટે સતત, ઝડપ પ્રયાસ અને આવિષ્કાર’ સંમેલન સહિત ચાર સમાંતર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

G20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં ધ્યાન આપવાના કાર્યક્રમ તરીકે 19 ઑગસ્ટના રોજ નાણાં – આરોગ્ય મંત્રીઓ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવશે. G20 આરોગ્ય મંત્રીઓની બેઠક દરમિયાન G20 અને સમાંતરરૂપે યોજાનારા કાર્યક્રમોના સંયુક્ત સત્રો પણ રહેશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ  લવ અગ્રવાલે ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય કાર્યક્રમ પૂર્વે મીડિયાને સંબોધન કરતી વખતે આ માહિતી આપી હતી.

આયુષ સચિવ શ્રી રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, “પરંપરાગત દવાના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ પ્રદર્શિત કરવા માટે G20 અનોખી તક છે. છેલ્લાં 9 વર્ષોમાં, ભારતે પરંપરાગત દવાના ક્ષેત્રમાં 8 ગણો વિકાસ કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં, સમગ્ર દેશમાં 12,500થી વધુ આયુષ-આધારિત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો કાર્યરત થઇ જશે, જેમાંથી 8,500 કેન્દ્રો પહેલાંથી જ કાર્યરત છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code