1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

માત્ર અજમો જ નહી પરંતુ તેના છોડના પાન પર રાહતનું કરે છે કામ, આટલી બીમારીઓને મટાડે છે આપનનો રસ

  અજમો અને અજમાના પાન પ્રાચીન કાળથી આયુર્વેદીક સમસ્યાઓને માત આપતા આવ્યા છે, શરદી હોય. ,ઉઘરસ હોય કે પછી શરીરની કોઈ અન્ય બિમારી હોય અજમો તેને નાશ કરે છે તેજ રીતે અજમાના પાન પણ ઘણા ઉપયોગી છે.અજમાના પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદા કારક છે જેમાં તે આરોગ્યને તંદુરસ્ત બનાવે છે, પીત્ત, કફ, શરદી, અપચો, […]

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર,આ દિવસનું કઈંક આવુ છે મહત્વ

ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ પાતાળમાં આરામ કરવા જાય છે અને ભગવાન શિવને પૃથ્વીની લગામ સોંપે છે. ચાતુર્માસમાં ભગવાન શિવ પૃથ્વીના તમામ કાર્યો જુએ છે. એવું માનવામાં આવે છે કે ચાતુર્માસમાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે પૃથ્વીની યાત્રા કરે છે અને તેમના ભક્તોના દુઃખ દૂર કરીને તેમની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત […]

ઉંદરોએ ખરાબ કરી નાખી છે ઘરની હાલત,તો આ ઉપાયો દૂર કરશે સમસ્યા

ઉંદરો બિનઆમંત્રિત મહેમાનોની જેમ ઘરમાં આવે છે અને રહે છે, પછી ખાદ્યપદાર્થો, બોક્સ, સોફા કવર, ઈલેક્ટ્રીકલ વાયર, કંઈપણ તેમનાથી બચી શકતું નથી. તેઓ મિનિટોમાં હજારો અને લાખોના માલસામાનને તોડી નાખે છે અને ખાલી કરી નાખે છે. આવી સ્થિતિમાં ઘરની મહિલાઓ તેનાથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો અપનાવે છે. બજારમાંથી દવાઓ ખરીદવામાં આવે છે જેથી તે […]

રંગોની યોગ્ય પસંદગી ઘરમાં લાવે છે પૈસા અને સમૃદ્ધિ,જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

આજે વાસ્તુશાસ્ત્રમાં જાણીશું સફેદ રંગની વસ્તુઓ વિશે. સફેદ રંગ ધાતુ સાથે સંબંધિત છે અને ધાતુનો સંબંધ પશ્ચિમ દિશા એટલે કે ઉત્તર-પશ્ચિમ દિશા સાથે પણ છે. તેથી, સફેદ કે ચાંદી રંગથી સંબંધિત વસ્તુઓને આ બંને દિશામાં રાખવી સારી રહેશે. સફેદ રંગથી સંબંધિત વસ્તુઓ પશ્ચિમ દિશામાં રાખવાથી સુખ મળે છે.ચહેરાની સુંદરતા વધે છે, સાથે જ ઘરની નાની […]

દાહોદમાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ બનાવતી ફેકટરી પકડાઈ

દાહોદ: જાણીતી બ્રાન્ડેડ કંપની દ્વારા બનાવાતી વિવિધ ચિજ-વસ્તુઓની આબેહુબ નકલ કરીને ડૂપ્લિકેટ માલ બનાવીને ગ્રાહકોને પધરાવી દેવામાં આવતો હોય છે. આવી જ એક ફેકટરી આદિવાસી એવા દાહોદમાંથી પકડાઈ છે. દાહોદમા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ બનાવવામાં આવતું હતુ. પોલીસે નકલી શેમ્પુ બનાવવાના મુદ્દામાલ સાથે આગ્રાના 8 ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે કંપનીના સિનિયર ઇન્વેસ્ટિગેશન ઓફિસરની ફરિયાદના […]

અમદાવાદમાં દૂષિત પાણી મળતુ હોવાની મ્યુનિ. કોર્પોરેશનને ગત મહિને 1347 ફરિયાદો મળી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર મહિને મળેલી લોક ફરિયાદોની સમીક્ષા કરવામાં આવતી હોય છે. જેમાં ગત ઓગસ્ટ મહિના દરમિયાન દૂષિત પાણી મળતુ હોવાની 1347 જેટલી ફરિયાદો મળી હતી. દૂષિત પાણીને લીધે પાણીજન્ય રોગચાળો પણ વકરતો હોય છે. દૂષિત પાણીની ફરિયાદો નવા વાડજ, થલતેજ, સરદારનગર, સૈજપુર અને દાણી લીમડાં. નિકોલ, વિરાટનગર સહિતના વિસ્તારોમાંથી મળી હતી. એએમસીના […]

શિક્ષકોની ભરતી માટે લડત ચલાવી રહેલા TET અને TATના ઉમેદવારોને ABVPએ આપ્યું સમર્થન

અમદાવાદઃ ગુજરાત સરકારે શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાનું આયોજન કર્યું છે. તેના લીધે ઘણા સમયથી શિક્ષક તરીકેની નોકરી માટે ચાતક નજરે રાહ જોઈ રહેલા ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો કાયમી ભરતીની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. પણ […]

પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાના ધોરણ 3થી 8ના પ્રશ્નપત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને મોકલાશે

અમદાવાદઃ  ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8માં આગામી તા. 26મી ઓક્ટોબરથી સત્રાંત પરીક્ષા લેવાશે. જે પરીક્ષા તા. 4થી નવેમ્બરના રોજ પૂર્ણ થશે, અને શૈક્ષણિક કલેન્ડર મુજબ 9મી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. આ વખતે ધોરણ 3થી 8ના સત્રાંત પરીક્ષાના પ્રશ્ન પત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને તાલુકાના શિક્ષણ અધિકારીઓને […]

વરસાદ ખેંચાતા ખેડૂતોને વધુ બે કલાક વીજળી તેમજ કેનાલો દ્વારા સિંચાઈનું પાણી અપાશેઃ રાઘવજી પટેલ

રાજકોટઃ શહેરના રસરંગ લોકમેળાનો રવિવારે છેલ્લો દિવસ હતો. અને લોકમેળાની મુલાકાત આવેલા રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે મીડિયાસાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં વીજળી વધુ અપાશે તેમજ કેનાલો દ્વારા પણ સિંચાઈ માટેનું પાણી આપવામાં આવશે. ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન એકંદરે સારો વરસાદ પડ્યા બાદ […]

કોમન યુનિવર્સિટી એક્ટના વિરોધમાં વડોદરામાં ધરણાં યોજાયાં, 20મીએ અમદાવાદમાં મહાસંમેલન

વડોદરાઃ ગુજરાત વિધાનસભાના આગામી ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ અંગે કાયદો ઘડવામાં આવશે. આ કાયદો અમલમાં આવતા તમામ સરકારી યુનિવર્સિટીઓની સ્વાયતતા સમાપ્ત થઈ જશે. એવી દહેશત સાથે વિદ્યાર્થી સંગઠનો અને યુનિવર્સિટીઓના અધ્યાપકો આંદોલન કરી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટી કોમન એક્ટના વિરોધમાં વડોદરાના સયાજીગંજ ખાતે ધરણાં-પ્રદર્શન યોજાયાં હતાં. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code