1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ટ્રાઈએ મોબાઈલ ફોન વપરાશકારોને છેતરપીંડી મામલે કર્યા સાબદા

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ દેશભરના મોબાઈલ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. આ ચેતવણી હેઠળ, જો તમને પણ KYC અપડેટ અથવા સિમ બંધ કરવા અંગેનો કોલ આવે છે, તો સાવચેત રહો કારણ કે આ છેતરપિંડી કરનારાઓનો લોકોનો એક નવો રસ્તો છે. તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે સાયબર ગુનેગારો પોતાને […]

ડીસામાં બનાસ નદી પર 23.33 કરોડના ખર્ચે નવો સબમર્સિબલ બ્રિજ બનાવાશે

માલગઢ, વડાવળ સહિત 10 ગામોને લાભ થશે બ્રિજ બનતા 10 ગામોના લોકો ડીસા સાથે સીધા જોડાશે મુખ્યમંત્રીએ બ્રિજ પ્રોજેક્ટને આપી મંજુરી ડીસાઃ તાલુકાના 10 ગામોના લોકોને ડીસા આવવા માટે સીધો કોઈ રસ્તો ન હોવાથી ફરીને આવવું પડે છે. આથી બનાસ નદી પર બ્રિજ બનાવવાની ઘણા સમયથી માગ કરવામાં આવતી હતી. ત્યારે ગુજરાત સરકારે બનાસ નદી […]

સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યનો આપઘાતનો પ્રયાસ, બેના મોત

વડાલીના સગર પરિવારના 5 સભ્યોએ એકસાથે ઝેર પીધું માતા-પિતાનું મોત, 3 સંતાનો સારવાર હેઠળ સામુહિક આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી   વડાલીઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતીનું મોત નીપજ્યું છે. દંપતી સહિત 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવતા સમગ્ર વડાલીમાં અરેરાટી વ્યાપી ગઈ […]

પાટણના સરસ્વતી મોરપા ગામે તળાવમાં નાહવા પડેલા બે બાળકોના ડુબી જતા મોત

સગા ભાઈ-બહેનના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ બનાવની જાણ થતાં ગ્રામજનો તળાવના કાંઠે દોડી આવ્યા ગામના 5 બાળકો ગરમીથી રાહત મેળવવા તળાવમાં નહાવા પડ્યા હતા, પાટણઃ તાલુકાના સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જતા મોત નિપજ્યા છે. મૃતક બંને બાળકો સગા ભાઈ બહેન હોવાથી તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ બનાવની […]

વડોદરા હાઈવે પર કૂતરાને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાતા આગ લાગી

ભોઈ-વડોદરા હાઈવે પર પલાસવાળા ગામ નજીક બન્યો બનાવ આગમાં કાર બળીને ખાક, દંપત્તીનો બચાવ ફાયરબ્રિગેડે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ભોઈ-વડોદરા હાઈવે પર પલાસવાળા ગામ પાસે પૂરફાટ ઝડપે આવતી કાર કૂતરાને બચાવવા જતા ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગી હતી. જો કે કારમાંથી દંપત્તી ઉતરી […]

અમદાવાદમાં બોપલ બ્રિજ પર બાઈકચાલકને ડમ્પરે અડફેટે લેતા મોત

બાઈકચાલક બહેનને ત્યાં જમવાનું લેવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો લોકોએ પકડીને ડમ્પરચાલકને પોલીસના હવાલે કર્યો પોલીસે ડમ્પરચાલક સામે ગુનોં નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે બોપલ બ્રિજ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. પૂરફાટ ઝડપે ડમ્પરચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના […]

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પુલવામા શહીદ CRPF જવાન હેમરાજ મીણાની પુત્રીના લગ્નમાં હાજરી આપી

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષો પહેલા સાંગોદ/કોટા ખાતે સ્વર્ગસ્થ સીઆરપીએફ જવાન હેમરાજ મીણા અને બહાદુર મધુબાલાના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને તે સમયે આપેલા વચનને પૂર્ણ કરતા, શુક્રવારે ભાવનાત્મક ઉદાહરણ પુરું પાડ્યું હતું. પુલવામા હુમલા દરમિયાન દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર હેમરાજ મીણાની શહાદતના છ વર્ષ બાદ શુક્રવારે તેમના આંગણામાં તેમની પુત્રી રીનાના લગ્ન […]

આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ 10:15 વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે તેઓ યમુનાનગરમાં વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ […]

IOS SAGAR એ તાન્ઝાનિયાના દાર-એ-સલામ ખાતે પ્રથમ બંદરની મુલાકાત લીધી

ભારતીય મહાસાગર જહાજ (IOS) SAGAR જહાજ તરીકે નિયુક્ત INS સુનયનાએ 12 એપ્રિલ 25ના રોજ તાંઝાનિયાના દાર-એ-સલામ બંદરમાં પ્રવેશ્યું. આ જહાજ 5 એપ્રિલના રોજ ગોવાના કારવારથી રવાના થયું હતું, જેમાં હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR) ના નવ ફ્રેન્ડલી ફોરેન નેશન્સ (FFN) ના 44 નૌકાદળના કર્મચારીઓ સામેલ હતા, જે જહાજના ક્રૂના ભાગ રૂપે સવાર હતા. FFNમાં કોમોરોસ, કેન્યા, […]

કથક નૃત્યાંગના અને ગુરુ કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન

ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું 95 વર્ષની વયે નિધન થયું. તેઓ એક સફળ કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. તેઓને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા. 17 મે, 1930ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. તેમણે ઈ.સ.1967માં અમદાવાદમાં કદમ્બ સ્કૂલ ઑફ ડાન્સ ઍન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code