1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ માનવતાવાદી સહાય વધારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ માનવતાવાદી સહાય વધારી છે. આ અભિયાન હેઠળ, ભારતીય ઇજનેરોની એક ટીમે માંડલે અને રાજધાની નાયપીડોમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોનો ઝાયજો લીધો. ભારતની એક તબીબી ટીમે નાયપીડોની એક હોસ્પિટલમાં 70 ઘાયલોની સારવાર કરી, જેમાં એક ઓર્થોપેડિક નિષ્ણાતનો પણ સમાવેશ છે.  ભારતીય દૂતાવાસ યાંગોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર […]

મુંબઈની જેમ દેશના અન્ય શહેરોમાં પણ હુમલાનું તહવ્વુર રાણાએ કાવતરુ ઘડ્યાનો NIAની તપાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હીની કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તહવ્વુર રાણાએ મુંબઈની જેમ દેશના અન્ય શહેરોમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કર્યું હતું. NIA એ સ્પેશિયલ જજ ચંદ્રજીત સિંહની કોર્ટમાં આ દાવો કર્યો હતો. સુનાવણી બાદ, ન્યાયાધીશે તહવ્વુર રાણાને 18 દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ન્યાયાધીશ ચંદ્રજીત સિંહે પોતાના આદેશમાં […]

ટેરિફવોરઃ ટ્રમ્પ બાદ ચીને પણ અમેરિકાથી આયાત માલ ઉપર ટેરિફ વધારી 125 ટકા કર્યો

વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ વચ્ચેનો ટેરીફ મામલે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ 125 ટકાથી વધારીને કુલ 145 ટકા કરી દીધો છે. અમેરિકાના આ પગલાથી ગુસ્સે ભરાયેલા ડ્રેગને શુક્રવારે અત્યાર સુધીનો સૌથી મોટો વળતો હુમલો કર્યો છે. ચીને અમેરિકાથી આયાત થતા માલ પર ટેરિફ દર […]

દિલ્હીના મોતીનગરમાં ડ્રગ્સ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, મહિલા સાથે બે ઝડપાયાં

નવી દિલ્હીઃ પશ્ચિમ દિલ્હીના મોતી નગર પોલીસે એક મોટી કાર્યવાહીમાં ગાંજાની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કાર્યવાહી કરતા, પોલીસે એક મહિલા સહિત બે ડ્રગ પેડલરની ધરપકડ કરીને લગભગ 14 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ મુસ્લિમ ઉર્ફે મુસ્લિમ ખાન (34) અને રૂખસાના તરીકે થઈ છે. મુસ્લિમ ખાન વિરુદ્ધ પહેલાથી […]

ઉત્તરપ્રદેશના આઝમગઢમાં ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ, સાતની ધરપકડ

લખનૌઃ આઝમગઢ પોલીસે સાયબર ગુનેગારો સામે કાર્યવાહી કરતા, એક સંગઠિત ઓનલાઈન સટ્ટાબાજી, ગેમિંગ અને જુગાર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં કાર્યવાહી કરતા, પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી 12 મોબાઈલ ફોન, 4 લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહિત 15 લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવી હતી. પોલીસને અત્રૌલિયાના રહેવાસી શિવકુમાર તરફથી ફરિયાદ […]

RCB સામે KL રાહુલ સદી ચૂકી ગયો, પણ ઘણા રેકોર્ડ બનાવ્યા

બેંગ્લોરઃ દિલ્હી કેપિટલ્સે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવીને IPL 2025 માં પોતાનું વિજયી અભિયાન યથાવત રાખ્યું છે. દિલ્હીની સતત ચોથી જીતમાં કેએલ રાહુલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 53 બોલમાં સાત ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 93 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીથી શરૂ થયેલો તેનો […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ આતંકવાદીને ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા દળોએ દ્વારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓની દેશ વિરોધી પ્રવૃતિઓને ડામી દેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓને ઝડપી લેવા માટે તાજેતરમાં સુરક્ષાદવોએ અભિયાન શરૂ કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન છત્રૂ વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર […]

આતંકી ડેવિડ હેડલી સાથે મલીને તહવ્વુર રાણાએ મુંબઈ હુમલાનું કાવતરુ ઘડ્યું હતું

મુંબઈઃ અમેરિકાએ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર હુસૈન રાણાના ભારત પ્રત્યાર્પણ અંગે એક નિવેદન જારી કર્યું હતું. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે રાણાને ભારત લાવવું એ 2008ના આ ભયાનક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા છ અમેરિકનો અને અન્ય પીડિતો માટે ન્યાય તરફ એક ‘મહત્વપૂર્ણ પગલું’ છે. 64 વર્ષીય રાણાને બુધવારે એક […]

PM મોદીએ વિપક્ષી નેતાઓને સત્તા ભૂખ્યા ગણાવીને કર્યાં આકરા પ્રહાર

વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિપક્ષી પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે સત્તાના ભૂખ્યા લોકો ફક્ત પોતાના પરિવારોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે તેમની સરકાર સમાવેશી વિકાસના મુદ્દા પર કામ કરે છે. પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યા પછી એક સભાને સંબોધતા મોદીએ કહ્યું, “રાષ્ટ્રની સેવામાં […]

વારાણસીમાં PM મોદીએ ગેંગરેપ કેસની માહિતી પોલીસ પાસેથી મેળવી, આકરી કાર્યવાહી માટે કર્યું સૂચન

વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે વારાણસીની એક દિવસની મુલાકાતે પહોંચ્યા અને તેમના સંસદીય મતવિસ્તારમાં બનેલા ગેંગરેપ કેસની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને આ મામલે સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, વારાણસીના એરપોર્ટ પર ઉતરેલા પ્રધાનમંત્રીને પોલીસ કમિશનર, વિભાગીય કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરમાં બનેલી તાજેતરની બળાત્કારની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code