1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉદ્યોગપતિ રતન ટાટાની સાદગીએ લોકોના દિલ જીતી લીધા હતાઃ નીતિન ગડકરી

કરોડો ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત એવા રતન ટાટા હવે નથી રહ્યા. ભારતના રતન તરીકે જાણીતા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા, અબજોપતિઓમાં હોવા છતાં, તેમની સાદગીથી દરેકના દિલ જીતી લેતા હતા. તેઓ એવા વ્યક્તિત્વમાંના એક હતા જેમને બધા માન આપતા હતા. તેમની વ્યવસાયિક સિદ્ધિઓની સાથે, તેઓ તેમના નમ્ર સ્વભાવ અને પરોપકારી કાર્ય માટે પણ જાણીતા હતા. કરોડોની […]

NIMCJ ના વિદ્યાર્થીઓને ભારતના અતુલ્ય વારસાથી વાકેફ થયા

અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં ભારતીય સંસ્કૃતિ અને વિરાસત વિશેના સંશોધન માટે ‘ અતુલ્ય વારસો‘ સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થાના સભ્યો કપિલભાઈ ઠાકર, રોનકભાઈ અને સૃષ્ટિબેન પંડયાએ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ની મુલાકાત લીધી હતી તથા તેમણે વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભારતના વિવિધ તહેવારો, ઐતિહાસિક સ્થળો તથા કલાઓ વિશે માહિતી પ્રદાન કરી હતી. […]

અમેરિકા સાથે પ્રિડેટર ડ્રોન ડીલ ફાઇનલ, ભારતમાં બે પરમાણુ સબમરીન બનાવવામાં આવશે

ભારતીય નૌકાદળ અને સંરક્ષણ દળોની દેખરેખ ક્ષમતા વધુ મજબૂત બનવા જઈ રહી છે. સુરક્ષા અંગેની કેબિનેટ કમિટીએ અમેરિકા પાસેથી સ્વદેશી રીતે બે પરમાણુ સબમરીન અને 31 પ્રિડેટર ડ્રોન ખરીદવાના મોટા સોદાને મંજૂરી આપી છે. આમાં, ભારતીય નૌકાદળને બે પરમાણુ સંચાલિત હુમલો સબમરીન મળશે, જે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સેનાની ક્ષમતાને અનેકગણી વધારવામાં મદદ કરશે. વિશાખાપટ્ટનમમાં શિપ […]

ગાઝાની જેમ લેબનાનને પણ બનાવીશુ કબ્રસ્તાનઃ ઈઝરાયલી પીએમ

નવી દિલ્હીઃ ઈઝરાયલ હિઝબુલ્લાહને લઈને આર-પારના મૂડમાં છે. પ્રધાનમંત્રી બેંઝામિનએ એક વીડિયો મેસેજ મારફતે લેબનાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે, તેમજ કહ્યું હતું કે, જો તે પોતાના દેશની સીમામાં હિઝબુલ્લાને કામ કરવાની મંજુરી આપે છે તો તે દેશની હાલત પણ ગાઝા જેવા જ થશે. વડા પ્રધાન બેન્જામિનનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ઇઝરાયેલી સેનાએ લેબનોનના દક્ષિણ […]

દિલ્હી સરકારે ધારાસભ્ય ફંડમાં વધારો કર્યો, સીએમ આતિશીની જાહેરાત

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી સરકારે દિલ્હીમાં MLA LAD ફંડમાં મોટા વધારાની જાહેરાત કરી છે. એમએલએ ફંડને વધારીને 15 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય કરવામાં આવ્યું છે, હાલમાં તે વાર્ષિક 10 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય હતું. દિલ્હીનું એમએલએ ફંડ સમગ્ર દેશમાં સૌથી વધુ છે. દિલ્હી સરકારની કેબિનેટે આજે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જેના પગલે મુખ્યમંત્રી […]

યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ લંબાયું છે, ઈઝરાયલ આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપતા હિઝબુલ્લાહ, હુથી સહિતના સંગઠનોને ટાર્ગેટ બનાવીને હુમલા કરી રહ્યાં છે. જેથી મીડલ ઈસ્ટમાં હાલ યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે. બીજી તરફ દુનિયાના તમામ દેશોની નજર હાલ મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ ઉપર મંડાયેલી છે. દરમિયાન ઇરાન સાથે […]

કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ EVM મામલે બોલતા પહેલા રાજીનામું આપવું જોઈએઃ CM સરમા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે શીક છે કે, હિંદુઓમાં ભાગલા પાડીને રાજ્ય ચલાવી શકાય નહીં. તેમણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ટીકા કરવા માટે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસના તમામ મુખ્યમંત્રીઓને ઈવીએમ વિરુદ્ધ કોઈપણ નિવેદન […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મીઓના મોત

પેશાવર: પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુવારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ વાન પર શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા બે પોલીસકર્મીઓ માર્યા ગયા અને ત્રણ ઘાયલ થયા હતા. ટેન્ક જિલ્લાના પઠાણ કોટ પાસે આતંકવાદીઓએ પોલીસ વાન પર હુમલો કર્યો હતો. ઘાયલોને જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોના મૃતદેહોને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા […]

ગુજરાતમાં રેપના બનાવો વધી રહ્યા છે, હર્ષ સંઘવી રાજીનામું આપેઃ સાંસદ ગનીબેન ઠાકોર

ગુજરાતમાં બળાત્કારના બનાવો વધતા જાય છે, અન્ય રાજ્યમાં રેપનો બનાવ બને તો ભાજપ વિરોધ કરે છે, તો ગુજરાતમાં કેમ નહીં? કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને આવેદન અપાશે પાલનપુરઃ ગુજરાતમાં બળાત્કારના બનાવો ચિંતાજનકરીતે વધતા જાય છે. છેલ્લા એક મહિનામાં સગીરાઓ પર દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના એક નહીં, અનેક બનાવો સામે આવ્યા છે. દાહોદની તોયણી પ્રાથમિક શાળાથી લઇને વડોદરા, […]

વડોદરાના ગરબામાં NRI બાળકી સાથે સિક્યુરિટીએ ઝપાઝપી કરતા US એમ્બેસીને ફરીયાદ

NRI પરિવાર લક્ષ્મી વિલાસ પેલેસમાં ગરબે રમવા ગયું હતું. 8 વર્ષની બાળકીને હાથે પકડીને સિક્યુરિટી ગાર્ડે બહાર કાઢી, પોલીસે પણ ગરબા આયોજકની તરફેણ કરી વડોદરાઃ શહેરમાં નવરાત્રીનું પર્વ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઊજવાઈ રહ્યું છે, શહેરની દરેક સોસાયટીઓ, મહોલ્લાઓ અને શેરીઓ તેમજ પાર્ટી પ્લોટ્સમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ જોવા મળી રહી છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code