
- સાસણમાં મોદીનો હટકે અંદાજ
- સૂતેલા ડાલામથ્થાને જોઈ ગાડી ઊભી રાખી
- સિંહણ-બચ્ચાં અને નીલગાયની ફોટોગ્રાફી કરી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંત્યા બાદ રવિવારે જામનગરના વનતારા, અને સોમનાથની મુલાકાત બાદ રવિવારે સાંજે સાસણગીર આવી પહોચ્યા હતા. આજે સોમવારે વડાપ્રધાને ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા.ખૂલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને સિંહ દર્શન કરીને ફોટોગ્રાફી પણ કરી હતી.ત્યારબાદ સિંહ સદન ખાતે વડાપ્રધાન પરત ફર્યા હતા. અને વર્લ્ડ વાઈડ લાઈફની બેઠકમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે સોમવારે વહેલી સવારે વડાપ્રધાન મોદીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જીપ્સીમાં વડાપ્રધાને સિંહ દર્શન કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશુટીની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી. સિંહ દર્શન બાદ વડાપ્રધાન સાસણ સિંહ સદન ખાતે પરત ફર્યા હતા, અને વર્લ્ડ વાઈડ લાઈફની કોન્ફરન્સમાં વન વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વિશ્વ જીવ નેશનલ બોર્ડ ફોર વાઈડલાઈફ નિમિતે વડાપ્રધાનના અધ્યક્ષતામાં સિંહ સદન સાસણ ખાતે વન વિભાગના દેશના જુદા જુદા રાજયોમાંથી આવેલા 50થી વધુ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સિંહ સંરક્ષણ-સિંહ સંવર્ધન તેમની જાળવણી આરોગ્ય સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મેદીના ડ્રીમ પ્રોજેકટની જાહેરાત કરી હતી તે માટે 2927 કરોડ મંજુર કરાયા છે. બેઠક પૂર્ણ કરી મોદી હેલીકોપ્ટર દ્વારા 11-15 કલાકે રાજકોટ એરપોર્ટ જવા રવાના થઈ ગયા હતા.
ગુજરાતમાં છેલ્લે 2020માં થયેલી એશિયાઇ સિંહોની વસતી ગણતરી મુજબ હાલ 674 સિંહો અભ્યારણ્ય અને અન્ય વિસ્તારોમાં વસવાટ કરે છે. દર વર્ષે 3 ટકાની વસતીનો વધારો ધ્યાને લઇએ તો 2047ના વર્ષ સુધીમાં ગુજરાતમાં સિંહોની વસતી 2,500ને પાર થઇ જશે. હાલ સિંહો માત્ર ગીરનાં જંગલો પૂરતા મર્યાદિત ન રહેતા અમરેલી જિલ્લામાં સ્થળાંતરિત થયા છે. ક્યારેક તે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લા સુધી પહોંચી ગયા હોવાના અહેવાલો પણ આવે છે. સિંહોની વધતી વસતીને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020ના વર્ષમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે 2,900 કરોડ ઉપરાંતના પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી, તે પછી 2022માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે આ પ્રોજેક્ટ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું.