1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બિહારઃ સોન નદીમાં એક જ પરિવારના સાત બાળકો ડૂબ્યાં, પાંચના મૃતદેહ મળ્યા

પટનાઃ રોહતાસના તુમ્બા ગામમાંથી પસાર થતી સોન નદીમાં એક જ પરિવારના સાત બાળકો ડૂબી ગયા હતા. આમાંથી પાંચ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બે બાળકોની શોધખોળ ચાલુ છે. પોલીસ સ્થાનિક ગોતાખોરોની મદદથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બે બાળકોને શોધવા માટે SDRFની ટીમને બોલાવવામાં આવી છે. પાંચ બાળકોના મોતને પગલે તેમના પરિવારમાં શોકનું […]

ડબલ એન્જિનની સરકાર એટલે ડબલ લૂંટ, કેજરિવાલના ભાજપા ઉપર પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં આમ આદમી પાર્ટી દ્વારા ‘જનતા કી અદાલત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનતાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની જનતાનો પ્રેમ, સમર્થન અને વિશ્વાસ મારી ઈમાનદારીનો પુરાવો બનશે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ડબલ એન્જિન સરકાર એટલે ડબલ લૂંટ. યુપીમાં છેલ્લા સાત વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ […]

ઈઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગરો ઉપર કર્યાં હવાઈ હુમલા

નવી દિલ્હીઃ મીડલ ઈસ્ટમાં યુદ્ધની વચ્ચે લેબનોન પર ઇઝરાયેલના હુમલા ચાલુ છે. ઇઝરાયેલી સેનાએ બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં 30 થી વધુ હવાઈ હુમલા કર્યા છે. લેબનીઝ મીડિયાએ આ હુમલાઓને અત્યાર સુધીના સૌથી હિંસક હુમલા ગણાવ્યા છે. ઈઝરાયેલે કહ્યું કે. તેણે હિઝબુલ્લાહના હથિયારોના ડેપોને નિશાન બનાવ્યું છે. દરમિયાન ઈઝરાયેલી સેનાએ રવિવારે એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો […]

બિહારઃ નેપાળ લઈ જવાતા 8 કિલો સોનું સાથે  બે શખ્સો ઝડપાયાં

પટના: રક્સૌલ બોર્ડરથી લગભગ 60 કિલોમીટર દૂર રાતોમતી ચેકપોસ્ટ પર દાણચોરી કરાયેલા સોનાનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કરાયો છે. નેપાળ પોલીસે આ કેસમાં બે ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. નેપાળ પોલીસે વીરગંજ કાઠમંડુ રોડ પર વાહનની તપાસ કરતી વખતે આ રિકવરી કરી હતી. પોલીસ ટીમે 8 કિલો 243 ગ્રામ 970 મિલિગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની […]

ભારત એક હિન્દુ રાષ્ટ્ર, આપણે આપણી સુરક્ષા માટે એક થયું પડશેઃ મોહન ભાગવત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે હિન્દુ સમુદાયને એક થવા અને પોતાની વચ્ચેના મતભેદો અને વિવાદોને સમાપ્ત કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “ભાષા, જાતિ અને પ્રદેશ પર આધારિત મતભેદો અને વિવાદોને ભૂલીને હિંદુ સમાજે પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. સમાજ એવો હોવો જોઈએ કે જેમાં એકતા, સદ્ભાવના અને બંધનની […]

લઘુમતી કોમના યુવાને પ્રથમ નિકાહ છુપાવીને બીજી વખત નિકાહ કર્યાં, સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં એક મહિલાએ તેના પતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જેને હાઈકોર્ટે ફગાવી દીધો હતો. સમગ્ર મામલો એ છે કે, ભારતીય મૂળની ન્યુઝીલેન્ડની મહિલાએ મે 2013માં ન્યુઝીલેન્ડના એનઆરઆઈ સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તે વ્યક્તિએ તેના અગાઉના લગ્ન છુપાવીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. લગ્ન પછી, બંને છ […]

ગુજરાત ATSએ NCBનો સાથ લઈને ભોપાલમાં રેડ પાડી, 1814 કરોડનું MD ડ્રગ્સ પકડાયુ

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરીને ટીમને આપ્યા અભિનંદન, ભોપાલ નજીક એક ફેકટરીમાં ગુજરાત ATS અને NCB રેડ પાડી હતી, બે શખસોની કરી ધરપકડ અમદાવાદઃ એમપીમાં ભોપાલ નજીક આવેલી એક ફેકટરીમાં ગુજરાત એટીએસ અને નારકોટિસ કન્ટ્રોલ બ્યુરો (દિલ્હી)એ સંયુક્ત રેડ પાડીને 1814 કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસને […]

ધાનેરા પાસે રાત્રે ફોર્ચ્યુનર કારએ બાઈકને ટક્કર મારતા ત્રણ યુવાનોના મોત, એક ગંભીર

ફોર્ચ્યુનર કારે બાઈકને ટક્કર માર્યા બાદ બાઈકસવારો 200 મીટર ધસડાયા, કારમાં નંબર પ્લેટ્સ લગાવેલી નહતી, પણ કારમાંથી 3 નંબરપ્લેટ્સ મળી, બાઈકસવાર યુવાનો ગરબા જોઈને પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધાતો જાય છે. અકસ્માતનો વધુ એક બનાવ જિલ્લાના ધાનેરા નજીક ઉમેદપુરાના પાટિયા પાસે સર્જાયો હતો, રાતના સમયે ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને […]

હોકી ઇન્ડિયા લીગ-HILનું સાત વર્ષનાં ગાળા બાદ પુનરાગમન થશે

નવી દિલ્હીઃ હોકી ઇન્ડિયા લીગ-HILનું સાત વર્ષનાં ગાળા બાદ પુનરાગમન થશે. હોકી ઇન્ડિયાએ સત્તાવાર રીતે HIL માટે ફ્રેન્ચાઇઝીની જાહેરાત કરી હતી. લીગમાં આઠ પુરુષ અને છ મહિલા ટીમો હશે. સૌ પ્રથમ વાર મહિલા લીગ પુરુષોની સ્પર્ધાની સાથે યોજાશે. ખેલાડીઓની હરાજી 13થી 15 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. દરેક ફ્રેન્ચાઇઝી 24 ખેલાડીઓની એક ટીમ બનાવશે, જેમાં […]

ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસ શરૂ કરી ડ્રાઈવ

પોલીસે ત્રણ દિવસમાં નવ હજાર કેસ કરી 53 લાખનો દંડ વસુલ્યો, કાલે સોમવારથી ટ્રાફિક પોલીસ હેલ્મેટના કાયદાનું પાલન કરાવવી સખત બનશે, ચેકિંગ માટે ટ્રાફિક પોલીસે વિવિધ સ્પોટ નક્કી કર્યા અમદાવાદ, શહેરમાં મોટાભાગના બાઈક કે સ્કૂટર પર જતા વાહનચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. પોલીસ કેમ પગલાં લેતી નથી એવી ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code