1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગરના ફ્લાઈઓવર બ્રિજનું કામ ફેબ્રુઆરીમાં પૂર્ણ કરવાની મુદત, પણ 50 ટકા કામ પુરૂ થયું નથી

ભાવનગરઃ શહેરમાં પ્રવેશવાના મુખ્ય રોડ પર વર્ષોથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી. કોંગ્રેસ દ્વારા પણ ફ્લાઈઓવર બ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા માટે ભૂતકાળમાં આંદોલનો પણ કરાયા હતા. ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી રોડ પર બન્ને સાઈડ ડાયવર્ઝન અપાયા છે. જે રસ્તો ખૂબ નાનો હોવાથી વારંવાર […]

ભાવનગર અને અમરેલી જિલ્લામાં એક વર્ષમાં 205 વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરીને બચાવાયાં

ભાવનગરઃ અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહ, દીપડાં સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ વધતો જાય છે. વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવતા હોય છે. જેમાં સિંહોનું સતત લોકેશન મેળવીને તેની દેખભાળ કરાતી હોય છે. બન્ને  જિલ્લાના નવ તાલુકામાં દરિયાઈ કાંઠા, શેત્રુંજી નદી કાંઠાના વિસ્તાર અને ઘાસિયા મેદાનમાં એક વર્ષમાં 205 વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ […]

અમદાવાદના ઓઢવમાં 16 કરોડના ખર્ચે દિવ્યાંગો માટે બનેલા CRC કેન્દ્રનું 12મી ઓગસ્ટે ઉદઘાટન કરાશે

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં દિવ્યાંગોના કૌશલ્ય વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા CRC સેન્ટર બનાવાયું છે. જે ગુજરાતમાં પહેલું સેન્ટર છે. જેમાં દિવ્યાંગોના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવાથી લઇને તેમને પગભર બનાવાશે. આ સેન્ટરમાં દિવ્યાંગોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવા અને તેમના વિકાસ માટે વિવિધ કામગીરી કરે છે. જેથી રાજ્યભરના દિવ્યાંગોને તેનો લાભ મળશે. શહેરના […]

અમદાવાદમાં હોમગાર્ડનો કમાન્ડન્ટ GRD જવાન પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અમદાવાદઃ શહેરમાં હોમગાર્ડનો કમાન્ડન્ટ જીઆરડી જવાન પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. કમાન્ડન્ટ દ્વારા હોમગાર્ડના જવાનને કોઈ કારણ વિના હેરાન કરવામાં કરવામાં આવતો હતો. અને નોકરીમાં હેરાન નહિ કરવા અને નોકરી બંધ નહિ કરવા હોમગાર્ડ કમાન્ડન્ટે 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જે પૈકીની 7 હજાર રૂપિયાની લાંચ લઈ લીધી હતી. જ્યારે બાકીના 3 હજારની […]

ગુજરાત યુનિ. સંલગ્ન ગ્રાન્ટેડ લો કોલેજના સંચાલકો 8000 ફીમાં ખાનગી વર્ગ ચલાવવા તૈયાર નથી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ લો કોલેજોમાં એક વર્ગ સ્વનિર્ભર ધોરણે ચલાવવા માટે યુનિ.એ મંજુરી આપી છે. આ ખાનગી વર્ગો માટે વિદ્યાર્થીદીઠ 10 હજારની ફી લેવા કોલેજ સંચાલકોએ માગણી કરી હતી, જ્યારે ગુજરાત યુનિ.ના સત્તાધિશોએ એબીવીપીના દબાણમાં વિદ્યાર્થીદીઠ રૂપિયા 8000ની ફી લેવાની મંજુરી આપતા લો કોલેજના સંચાલકો હવે ખાનગી વર્ગ ચલાવવા તૈયાર નથી. આથી કોકડું […]

વરસાદની સિઝનમાં પણ એટ્રે્ક્ટિવ લૂક આપે છે આ ફેશન ટિપ્સ,શૂઝ , ક્લોથવેરનું આ રીતે આપો ધ્યાન 

  વરસાદ આવતા દરેક યુવતીઓની ચિંતા વધી જાય છે દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર આકર્ષક દેખાઈ પરંતુ વરસતા વરસાદના કારણે કયા કપડા પહેરવા તેની મુંઝવણ સતત રહેતી હોય છે જો કે આજે કટેલાક પ્રકારના કપડા વિશે વાત કરીશું જે તમને આકર્ષક લૂક આપે છે  તો ચાલો જાણીએ કેવા કપડા પહેરવાથી વરસાદમાં પણ […]

ચહેરા પરથી પિગમેન્ટેશન દૂર કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, દૂર થશે દાગ-ધબ્બા

આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં વ્યક્તિ પાસે પોતાનું ધ્યાન રાખવાનો પણ સમય નથી. તણાવ અને પ્રદૂષણને કારણે અનેક રોગો અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. પિગમેન્ટેશન અથવા ફ્રીકલ્સ ત્વચામાં મેલેનિનના સ્તરમાં વધારો થવાને કારણે થાય છે. જોકે ઉંમરની સાથે ફ્રીકલ આવતા હોય છે, પરંતુ આજના સમયમાં ખરાબ જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં જ મહિલાઓ અને છોકરીઓના […]

કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં ગરમા ગરમ લીલા વટાણા – લસણની ચટાકેદાર કચોરી બનાવી હોય તો જોઈલો આ રીત

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ કચોરી તો ઘણી ખાઘી હશે પણ આજે તમને લસણની ચટાકેદાર કચોરી બનાવાની રીત શીખવાડીશું આ કચોરી ખાતા જ તમને તીખો ટેસ્ટ આવશે અને ખાસ વરસતા વરસાદમાં આ કચોરી ખાવાની મજા બમણી બની જાય છએ. પહેલું સ્ટેપઃ- કચોરી બનાવા માટે પહેલા મેંદાની પુરી વણી લેવી જે માટે 1 નાનો વાટકો મેંદામાં […]

ટ્વિટર બાદ હવે બદલવા જઈ રહ્યું છે ટ્વીટનું નામ,આ છે એલન મસ્કનો પ્લાન

દિલ્હી:એલન મસ્કે હાલમાં જ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ બદલીને X કર્યું છે અને હવે લેટેસ્ટ માહિતીમાં જણાવ્યું છે કે ટ્વીટનું નામ પણ બદલવામાં આવશે.સોમવારે મસ્કે ટ્વિટરનો લોગો બદલીને X કરી દીધો હતો, ત્યારબાદ તેણે નામ પણ બદલવાની જાહેરાત કરી હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કંપનીએ વેબથી લઈને એપમાં ઘણા ફેરફારો કર્યા છે. જો યુઝર્સ ગૂગલ […]

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ત્રણ મૂળ ભારતીયોએ દાવેદારી નોંધાવી

દિલ્હીઃ- નૂળ ભારતીયો દરેક ક્ષેત્રમાં વિદેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહ્યા છે, વિદેશમાં રહીને અનેક પદ સંભાળી રહ્યા છે ત્યારે જો વિશ્નવની મહાસત્તા ્મેરિકાની વાત કરીએ તો અહી અનેક મૂળ ભારતીયો અનેક પદનો કાર્ય.ભાર સંભાળતા જોવા મળે છે ત્યારે આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મૂળ ત્રણ ભારતીયો આગળ આવ્યા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે આગામી વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code