1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નવરાત્રી પર્વમાં તમારું વજન સરળતાથી ઘટાડવું હોય તો અપનાવો આ ટીપ્સ

શારદીય નવરાત્રી દરમિયાન કેટલાક ભક્તો 9 દિવસ સુધી ઉપવાસ કરે છે. નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવીની શક્તિ અને ભક્તિ એવી છે કે વ્યક્તિને ખ્યાલ પણ નથી આવતો કે તે 9 દિવસનો ઉપવાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો નવરાત્રિ દરમિયાન તેમના વધેલા વજનને સંતુલિત કરવા ઈચ્છે છે. […]

નવરાત્રિમાં આધુનિક ટ્વિસ્ટ સાથે સ્ટાઈલની સાડી ધારણકરો…

નવરાત્રીના તહેવારનું માત્ર ધાર્મિક મહત્વ નથી, પરંતુ તે એક એવો પ્રસંગ છે જ્યારે લોકો તેમના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થાય છે. આ પ્રસંગે મહિલાઓની પહેલી પસંદ સાડી હોય છે. સાડીની પસંદગી અને તેને પહેરવાની રીત તમારા દેખાવને સંપૂર્ણપણે બદલી શકે છે. યોગ્ય સાડી સ્ટાઇલ સાથે, તમે પરંપરાગત અને આધુનિક આમ બંને રીતે સુંદર દેખાઈ શકો છો. […]

40 વર્ષની ઉંમર પછી પણ ત્વચાની કુદરતી ચમક જોઈતી હોય તો આ ઉપાયો અપનાવો

આ ધરતી પર ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, પછી તે છોકરો હોય કે છોકરી, જે સુંદર દેખાવા માંગતો નથી. સુંદર દેખાવા માટે લોકો મોંઘા પાર્લરમાં જાય છે, મોંઘા કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને અનેક પ્રયાસો કરે છે. આ ઉત્પાદનોમાં ઘણા પ્રકારના રસાયણો હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે વૃદ્ધત્વ ઝડપથી […]

પાકિસ્તાનના ક્રિકેટરોને ચાર મહિનાથી પગાર મળ્યો નથી

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમને બીજા શબ્દોમાં ગરબડ ક્રિકેટ પણ કહી શકાય. ત્યાં હંમેશા કંઈક અજુગતું થતું રહે છે. તાજેતરમાં બાબર આઝમે ODI અને T20ની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન, એક અહેવાલો દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાની ખેલાડીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર મળ્યો નથી. પ્રથમ તો ખેલાડીઓને પગાર મળતો ન હતો. બીજી તરફ […]

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનાર વ્યક્તિએ આપ્યું અજીબ કારણ

દેશની સૌથી પ્રસિદ્ધ હાઇ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુસાફરો માટે તેની આરામદાયક અને સુવિધાજનક મુસાફરી માટે જાણીતી છે. આજના યુગમાં આ ટ્રેન દેશના ખૂણે-ખૂણે પહોંચી રહી છે. પણ આ દરમિયાન કેટલાક લોકો ભય ફેલાવવાના હેતુથી આ ટ્રેનને નિશાન બનાવીને પથ્થરમારો કરે છે. વારાણસી સહિત વિવિધ શહેરોમાંથી આવી ઘટનાઓ સામે આવી છે, હવે કાયદાનું ઉલ્લંઘન […]

આધ્યાત્મિકતા એટલે અંદર રહેલી શક્તિને ઓળખવી અને આચાર-વિચારોમાં શુદ્ધતા લાવવીઃ રાષ્ટ્રપતિ

માઉન્ટ આબુઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત ‘સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતા’ પર વૈશ્વિક સમિટમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આધ્યાત્મિકતાનો અર્થ ધાર્મિક બનવું કે સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો નથી. આધ્યાત્મિકતા એટલે અંદર રહેલી શક્તિને ઓળખવી અને […]

પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટને લઈને PM મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટની અસર ભારત પર પણ પડી શકે છે. વાસ્તવમાં પશ્ચિમ એશિયાના સંકટને કારણે વૈશ્વિક સ્તરે તેલની કિંમતો વધવાનો ભય ઉભો થયો છે. જો આમ થશે તો તેની સીધી અસર ભારતીય તિજોરી પર પડશે. જેથી આ સ્થિતિ પર ચર્ચા કરવા માટે શુક્રવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતો પર કેબિનેટની એક […]

તિરુપતિ લાડુ વિવાદની તપાસ માટે નવી SITની રચના

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશના તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુમાં પશુ ચરબીના ઉપયોગના આરોપોની તપાસ કરવા માટે નવી સ્વતંત્ર SIT ની રચના કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, SITમાં બે CBI અધિકારીઓ, બે આંધ્રપ્રદેશ પોલીસ અધિકારીઓ અને FSSAIના એક વરિષ્ઠ અધિકારીનો સમાવેશ થશે. સીબીઆઈ ડાયરેક્ટર એસઆઈટીની તપાસ […]

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે CM આવાસ ખાલી કર્યું

નવી દિલ્હીઃ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે 6, ફ્લેગસ્ટાફ રોડ ખાતેનું તેમનું નિવાસસ્થાન ખાલી કર્યું અને લ્યુટિયન્સ દિલ્હીમાં તેમના નવા સરનામે રહેવા ગયા હતા. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક તેમની પત્ની અને પુત્ર સાથે કારમાં ઘરે જતા જોવા મળ્યા હતા. તેના માતા-પિતા અને પુત્રી બીજી કારમાં હતા. કેજરીવાલ પરિવાર પાર્ટીના સભ્ય […]

ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

ટ્રક અને ટ્રેકટર-ટ્રોલી વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં 3 વ્યક્તિઓ થઈ ઈજાગ્રસ્ત એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં ટ્રક અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 મજૂરોના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મિર્ઝાપુરના પોલીસ અધિક્ષક (એસપી) અભિનંદને જણાવ્યું કે, આ અકસ્માત મિર્ઝાપુર-વારાણસી બોર્ડર પર કચવાન અને મિર્ઝામુરાદ વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code