1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને રોકાણકારો સાથે સંવાદ કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને પ્રવાસી ભારતીયો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ની મુલાકાતના બીજા દિવસે મંત્રી ગોયલે બ્લેકરોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર, શ્રી રોબર્ટ ગોલ્ડસ્ટેઇન સહિતના અગ્રણી રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. સિસ્ટમ્સ ટેકનોલોજી ગ્રૂપના ચેરમેન અને સીઇઓ અનુપ પોપટ, ટિલમેન હોલ્ડિંગ્સના સીઈઓ સંજીવ આહુજા, […]

અંબાજી મંદિરમાં આજે નવરાત્રીથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

મંદિરમાં આજે પ્રથમ નોરતે ઘટ સ્થાપન કરાયું, આસોસુદ આઠમે આરતીનો સમય સવારે 6 વાગ્યે અને ઉત્થાપન સવારે 10 કલાકે કરાશે, શરદ પુનમે માતાજીને દૂધ-પૌંઆનો ભોગ ધરાવાશે અંબાજીઃ નવરાત્રીમાં માતાજીના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે પ્રથમ નવરાત્રીએ ભાવિકો મા અંબાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મા જગતજનની જગદંબાનું આ શક્તિપીઠ અંબાજી મંદિર […]

આ છે ભારતના 15 મોસ્ટ વોન્ટેડ આતંકવાદી, જાણો નામ…

નવી દિલ્હીઃ આજે વિશ્વના મોટાભાગના દેશો આતંકવાદ સામે ઝઝૂમી રહ્યા છે. ભારત પણ પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદથી પીડિત છે. ઘણા આતંકવાદીઓ, પાકિસ્તાનના ઉશ્કેરણી પર ભારતમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત સરકારે આવા કેટલાક આતંકવાદીઓને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂક્યા છે. ગૃહ મંત્રાલયે તેની વેબસાઈટ પર UAPA […]

દેશના ખુણે-ખુણે બેઠેલા બાબરને મારીને હટાવવા પડશેઃ હિમંત બિસ્વા સરમા

નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હરિયાણા ચૂંટણીના પ્રચાર માટે પલવલ જિલ્લામાં પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. સરમાએ જનતાને સંબોધતા કહ્યું કે હરિયાણામાં ખર્ચી-પર્ચીની પ્રથા પાછી લાવવાની જરૂર નથી, ભાજપને જીતાડવી પડશે. એટલું જ નહીં, આસામના સીએમએ એમ પણ કહ્યું કે, પિતા-પુત્રની સરકાર બનવાની નથી. કારણ કે હરિયાણામાં કોંગ્રેસે તુષ્ટિકરણનું […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં આજથી મુલાકાતીઓ સિંહ યુગલને નિહાળી શકશે

ગત માર્ચ મહિનામાં જુનાગઢથી સિહ અને સિંહણ ઈન્દ્રોડા પાર્કમાં લવાયા હતા, સિંહ યુગલનું નામ વસંત અને સ્વાતિ રખાયું, મંત્રીને સમય ન મળતા સિંહ યુગરને વધુ સમય કોરેન્ટાઈનમાં રહેવું પડ્યુ ગાંધીનગરઃ શહેરના ઈન્દ્રોડા પાર્કમાં જુનાગઢથી સિંહ અને સિંહણની જોડી ગત માર્ચ મહિનામાં લાવવામાં આવી છે. પરંતુ મુલાકાતીઓને સિંહ યુગલને નિહાળવાનો લાભ અપાતો નહતો. કહેવાય છે કે, […]

હાથરસ નાસભાગ કેસઃ કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ, 11 લોકોને બનાવ્યા આરોપી

લખનૌઃ ઉત્તર પ્રદેશ પોલીસે 2 જુલાઈના રોજ યુપીના હાથરસ જિલ્લામાં નારાયણ સાકર હરિ ‘ભોલે બાબા’ સભા દરમિયાન થયેલી નાસભાગના કેસમાં કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચાર્જશીટમાં 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં તે લોકો પણ સામેલ છે જેમણે આ […]

ભાવનગરથી વલ્લભીપુરનો સ્ટેટ હાઈવે વાહનચાલકો માટે બન્યો માથાના દુઃખાવારૂપ

હાઈવેના 5 જેટલા કોઝવે પર મોટા ખાડા પડ્યા, સામાન્ય વરસાદમાં કોઝવેમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે, 5 વર્ષથી પુલનું કામ ચાલી રહ્યું છે, તે ક્યારે પૂર્ણ થશે? ભાવનગરઃ વલ્લભીપુરથી ભાવનગર સુધીનો સ્ટેટહાઈવે વાહનચાલકો માટે માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. હાઈવે પર ચારથી પાંચ સ્થળોએ પુલોના કામ  વર્ષોથી ચાલી રહ્યા છે. અને […]

અમદાવાદમાં RTO કચેરીનું નવુ બિલ્ડિંગ તૈયાર ન થતા હજુ બે મહિના રાહ જોવી પડશે

ભાડાના મકાનમાં ચાલતી RTO કચેરીના રેન્ટ એગ્રીમેન્ટમાં વધારો કરાશે, RTOના નવા ટેસ્ટ ટ્રેક માટે પણ રાહ જોવી પડશે, જુના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં અનેક અડચણો છે અમદાવાદઃ શહેરમાં સુભાષબ્રિજ વિસ્તારમાં આરટીઓ કચેરીના બિલ્ડિંગના નિર્માણનું કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે. કામ પૂર્ણ થાય તો આવતા મહિને યાને નવેમ્બરમાં આરટીઓની નવી કચેરીનું લોકાર્પણ કરવાનું હતું પરંતુ નવેમ્બર સુધીમાં […]

લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઇઝરાયેલી હવાઈ હુમલા

ઈરાનના મિસાઈલ હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હુમલા તેજ કર્યા છે. મંગળવારે મોડી રાત્રે ઈઝરાયેલે ફરી એકવાર અનેક ટાર્ગેટ પર મિસાઈલ હુમલો કર્યો, જેના કારણે ઘણી ઈમારતોમાંથી ધુમાડાના વાદળો નીકળતા જોવા મળ્યા. ગ્રાઉન્ડ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલી સૈનિકો લેબનોનની દક્ષિણી સરહદે જમીનમાં 400 મીટર સુધી ઘૂસી ગયા છે. ઈઝરાયેલનું […]

બાંગ્લાદેશે ભારત સહિત છ દેશમાં રાજદ્વારીઓને પરત બોલાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે તાજેતરમાં ભારત સહિત 5 દેશોના રાજદ્વારીઓને ઢાકા પાછા બોલાવવાનો આદેશ જારી કર્યો છે. તેમાં ભારતના હાઈ કમિશનર મુસ્તાફિઝુર રહેમાન, સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ મોહમ્મદ અબ્દુલ મુહિત, ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એમ અલ્લામા સિદ્દીકી, બેલ્જિયમમાં રાજદૂત મહેબૂબ હસન સાલેહ અને પોર્ટુગલના રાજદૂત રેજિના અહેમદનો સમાવેશ થાય છે. આ આદેશ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code