1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વાવાઝોડાના અસરગ્રસ્ત કચ્છનું હવાઈ નિરીક્ષણ કરશે

અમદાવાદઃ ગુજરાતમાં આવેલુ વાવાઝોડુ કચ્છના જખૌના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પરિણામે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયાં છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષો દૂર કરવાની સાથે પુનઃ વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કામગીરી કરી રહ્યું છે, હાલ […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન : 6 દર્દીઓને નવજીવન

ગાંધીનગરઃ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની સંભવિત અસરોના સમાચારની વચ્ચે માનવતાની મ્હેંક પ્રસરાવતા સમાચાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં સતત બે અંગદાન થયા છે. જેના થકી 6 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 27 ડિસેમ્બર 2020થી અંગદાનની સેવાકીય પ્રવૃતિની શરૂઆત થઇ હતી. જેમાં અઢી વર્ષમાં 100 લીવર અને […]

પીએમ મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તના પ્રવાસે,PMO દ્વારા આપવામાં આવી માહિતી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂનથી 25 જૂન સુધી અમેરિકા અને ઈજિપ્તની મુલાકાતે જશે. આ જાણકારી પીએમઓ ઓફિસ દ્વારા આપવામાં આવી છે. પીએમ મોદી યુએસ પ્રમુખ જોસેફ બાઈડેન અને ફર્સ્ટ લેડી ડો. જીલ બાઈડેનના આમંત્રણ પર યુએસએની સત્તાવાર સરકારી મુલાકાત લેશે વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીની મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ થશે, જ્યાં તેઓ 21 […]

વાવાઝોડાથી થયેલી નુકસાનીનો સત્વરે પ્રાથમિક અંદાજ મેળવવા ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને નિર્દેશ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બિપરજોય વાવાઝોડાથી રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ, ખાસ કરીને કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં થયેલ અસરનો તાગ મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી થયેલ નુકસાનીનો સત્વરે પ્રાથમિક અંદાજ લેવા માટે તથા અન્ય જરૂરી આનુષંગિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપ્યા હતા. બિપરજોય વાવાઝોડાથી […]

વાવાઝોડામાં 5120 વીજ થાંભલા પડતા 4600 ગામમાં વીજળી ગુલ, 3580 ગામમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરાયો

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાયા બાદ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે સીધા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. SEOC ખાતે મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ વિગતવાર માહિતી મેળવી હતી.  રાહત કમિશનર આલોક પાંડેએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના […]

જાન્યુઆરીમાં પીએમ મોદી કરશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા,CMએ કહ્યું- અયોધ્યાને સુંદર શહેર તરીકે જોવામાં આવશે

લખનઉ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે કહ્યું કે જાન્યુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જ્યારે રામલલા પોતાના મંદિરમાં બિરાજશે ત્યારે સમગ્ર વિશ્વ અયોધ્યા તરફ આકર્ષિત થશે. આજે દરેક મોટા શહેર અયોધ્યા સાથે જોડાવા માંગે છે. કારણ કે આ નવી અયોધ્યા છે. મોદી સરકારના નવ વર્ષ પૂરા થવા પર […]

વાવાઝોડાને પગલે 240 જેટલા ગામમાં અસર, લગભગ 524 વૃક્ષો ધરાશાયી

અમદાવાદઃ વાવાઝોડાને પગલે ગુજરાતના લગભગ 240 જેટલા ગામને અસર થઈ હોવાનું રાહત કમિશનરે જણાવ્યું હતું. આ ગામમાં વીજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થઈ જવા જેવી ઘટનાઓ બની હતી. વાવાઝોડાને લીધે આશરે 524 વૃક્ષો પડી ગયા હતા જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા હતા. અત્યાર સુધી વાવાઝોડાને લીધે 22 જેટલા લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. રાહત કમિશનરના […]

કેન્દ્રએ નહેરુ મેમોરિયલનું નામ બદલ્યું,હવે આ નામથી ઓળખાશે

દિલ્હી : રાજધાની દિલ્હીમાં નેહરુ મેમોરિયલનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે નેહરુ મેમોરિયલ પીએમ મેમોરિયલ તરીકે ઓળખાશે. કોંગ્રેસે નામ બદલવાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે નામમાં ફેરફાર પ્રતિશોધ અને સંકુચિતતાનું પરિણામ છે. નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી હવે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી તરીકે ઓળખાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે […]

દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા નજીક ભૂકંપનો આંચકો

2ની તીવ્રતાનો આંકચો નોંધાયો કેન્દ્રબિંદુ ટોંગાથી 280 કિમી દૂર નોંધાયું સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાની નહીં નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના વિવિધ દેશોમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાય છે. દરમિયાન યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર શુક્રવારે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ટોંગા નજીક 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસજીએસ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ટોંગાથી 280 કિમી દક્ષિણપશ્ચિમમાં 167.4 કિમીની […]

પીએમ મોદીએ G20 કૃષિ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા G20 કૃષિ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું.સભાને સંબોધતા , વડાપ્રધાનએ તમામ મહાનુભાવોનું ભારતમાં સ્વાગત કર્યું અને ટિપ્પણી કરી કે કૃષિ માનવ સંસ્કૃતિના કેન્દ્રમાં છે. તેમણે ઉલ્લેખ કર્યો કે કૃષિ પ્રધાનની જવાબદારીઓ માત્ર અર્થતંત્રના એક ક્ષેત્રને સંભાળવા સુધી મર્યાદિત નથી પરંતુ માનવતાના ભવિષ્યને સુરક્ષિત કરવા તરફ વિસ્તરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code