
ઇરાનને મિસાઈલ હુમલામાં ઈઝરાયલના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા
નવી દિલ્હીઃ ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું. સેનાએ જણાવ્યું કે, ‘તેમની વાયુસેનાનું અભિયાન યથાવત્ રહેશે.’ દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાને કહ્યું કે, ‘અમે યુદ્ધ નથી ઇચ્છતા.’ તેમણે ઇઝરાયેલને કોઈ કાર્યવાહી ન કરવાની ચેતવણી પણ આપી હતી.
દોહામાં કતરના અમીર શેખ તમીમ બિન હમાદઅલ-સાનીની સાથે એક સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા પેઝેશ્કિયાને કહ્યું કે, ‘જો ઇઝરાયેલ કાર્યવાહી કરશે તો અમે તેનો કડક જવાબ આપવા પ્રતિબદ્ધ છીએ.’ બીજી એક ઘટનામાં હમાસની સૈન્ય શાખા, અલ-કસમ બ્રિગેડે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે.
tags:
Aajna Samachar Breaking News Gujarati Gujarati Akhbar Gujarati Headlines Gujarati news Gujarati News Channel Gujarati Newspaper Gujarati Report Gujarati samachar Latest News Gujarati local news Local Samachar Lokpriya Samachar Major NEWS Many airports Marked Missile attack on Iran Israel Mota Banav News Article News Blog News in Gujarati News Live News Updates Popular News Samachar Article Samachar Blog Samachar Live Samachar Samachar Taja Samachar viral news