1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોને મારવા કરતાં પણ ખરાબઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોને મારવા કરતાં પણ ખરાબ છે. તેવી ગંભીર નોંધ એક અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કરી હતી. કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક વૃક્ષ માટે એક વ્યક્તિ પર 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં 454 વૃક્ષો કાપનાર વ્યક્તિની અરજીને ફગાવી દેતી વખતે ન્યાયાધીશ અભય એસ […]

દેશને ભાષાના આધારે વિભાજીત ન કરવો જોઈએઃ સીએમ યોગી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે દેશને ભાષાના આધારે વિભાજીત ન કરવો જોઈએ. ત્રણ ભાષાના વિવાદ અંગે, સીએમ યોગીએ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તમિલ ભારતની સૌથી જૂની ભાષાઓમાંની એક છે અને તેનો ઇતિહાસ સંસ્કૃત જેટલો જૂનો છે. દરેક ભારતીયને તમિલ પ્રત્યે આદર છે કારણ કે ભારતીય […]

PMની આર્થિક સલાહકાર પરિષદમાં પૂર્વ ED વડા સંજય કુમાર મિશ્રાને સામેલ કરાયાં

નવી દિલ્હીઃ ઈડીના પૂર્વ વડા સંજ્ય કુમાર મિશ્રાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદમાં સામેલ કરવામાં આવ્યાં છે.  ભૂતપૂર્વ ED વડા સંજય કુમાર મિશ્રાને 2018 માં પહેલી વાર ED વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, એજન્સીના વડા તરીકે કામ કરતી વખતે મિશ્રાને કેન્દ્ર દ્વારા અનેક વખત કાર્યકાળમાં વધારો આપવામાં આવ્યો હતો. […]

લખીમપુર પાસે બાઈકને બસે ટક્કર મારતા એક જ પરિવારના ચારના મોત, બાળકીનો બચાવ

લખનૌઃ લખીમપુર ખેરીના ગોલા ગોકરનાથમાં બાઈક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયાં હતા. માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને સાસરી પરત ફરી રહેલી એક મહિલા, તેના પતિ, પુત્ર અને સસરા એક જ બાઈક ઉપર જઈ રહ્યાં હતા. ત્યારે ઋષિકેશ ડેપોની બસે બાઈકને ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં […]

અમદાવાદ પોલીસની ટીમને હરિયાણામાં નડ્યો અકસ્માત, 3 પોલીસ કર્મચારીઓના મોત

અમદાવાદઃ હરિયાણામાં એક કેસની તપાસ માટે ગયેલી અમદાવાદ પોલીસના વાહનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં 3 પોલીસ કર્મચારીઓના મોત થયાં હતા.  જ્યારે એકને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ દૂર્ઘટનાને પગલે અમદાવાદ પોલીસ હાલ સતત હરિયાણા પોલીસના સંપર્કમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની ટીમ પોક્સો કેસની […]

ભારતીય ચૂંટણી પ્રણાલીને આદર્શ ગણાવીને ટ્રમ્પે અમેરિકન ચૂંટણી પ્રણાલીમાં સુધારાની ભલામણ કરી

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ચૂંટણી પ્રણાલીમાં ફેરફાર કરવાની વાત કરી છે. આ માટે તેમણે એક આદેશ જારી કર્યો છે. તે ચૂંટણીઓ યોજવાની રીતમાં ફેરફાર વિશે વાત કરે છે. આ આદેશમાં મતદારોને તેમની યુએસ નાગરિકતા સાબિત કરવા અને ચૂંટણીના દિવસ સુધીમાં ફક્ત મેઈલ-ઈન અથવા પોસ્ટલ બેલેટની ગણતરી થાય તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. આ […]

ભારતનો GDP 10 વર્ષમાં બમણો થયો, IMFએ આપ્યો અહેવાલ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)બમણું થયું છે. ડેટા દર્શાવે છે કે 2015 માં વર્તમાન ભાવે દેશનો GDP US$2.1 ટ્રિલિયન હતો જે 2025ના અંત સુધીમાં US$4.27 ટ્રિલિયન સુધી પહોંચવાની ધારણા છે. આ માત્ર 10 વર્ષમાં 100 ટકાનો વધારો દર્શાવે છે. IMFએ પણ અહેવાલ આપ્યો છે […]

દેશમાં 5 વર્ષમાં 145 આયુષ હોસ્પિટલને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો દ્વારા રાષ્ટ્રીય આયુષ મિશન (NAM) ની કેન્દ્ર પ્રાયોજિત યોજનાનો અમલ કરી રહ્યું છે. આ અંતર્ગત, આયુષ મંત્રાલયે છેલ્લા 5 વર્ષ દરમિયાન 145 સંકલિત આયુષ હોસ્પિટલો (IAH)ની સ્થાપનાને મંજૂરી આપી છે. આ માહિતી કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રતાપરાવ જાધવે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી. રાષ્ટ્રીય આયુષ […]

છત્તીસગઢ: પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના નિવાસ પર CBIનાં દરોડા

નવી દિલ્હીઃ CBIએ આજે બુધવારે સવારે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના નિવાસ પર દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા રાયપુર અને દુર્ગ જિલ્લામાં સ્થિત તેમના ભિલાઈ નિવાસસ્થાન પર ચાલી રહ્યા છે. ભૂપેશ બઘેલના નિવાસ પર CBIની ટીમ હાજર છે. CBIની ટીમ આજે સવારે બે વાહનોમાં ભૂપેશ બઘેલના […]

ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું, સેન્સેક્સ 78,000ની ઉપર

નવી દિલ્હીઃ બુધવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ફ્લેટ ખુલ્યા. શરૂઆતના કારોબારમાં રિયલ્ટી ક્ષેત્રમાં ખરીદી જોવા મળી. સવારે લગભગ 9.29 વાગ્યે, સેન્સેક્સ 78.19 પોઈન્ટ વધીને 78,095.38 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 46.80 પોઈન્ટ વધીને 23,715.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.  નિફ્ટી બેંક 50.35 પોઈન્ટ અથવા 0.10 ટકા વધીને 51,658.30 પર બંધ રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code