1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કોલકાતામાં વહેલી સવારે 5.1ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભય

ઓડિશાથી પશ્ચિમ બંગાળ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે ઓડિશામાં પુરી નજીક ભૂકંપનો અનુભવ થયો હતો, જે 5.1 પર માપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે 6.10 વાગ્યે બંગાળની ખાડીમાં 91 કિ.મી.ની ઉંડાઈએ ભૂકંપ આવ્યો હતો. ભારતના હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપ 19.52 ઉત્તર અક્ષાંશ અને 88.55 પૂર્વીય રેખાંશ પર નોંધાયેલ […]

સુરંગ દુર્ઘટનામાં ચોથા દિવસે કામદારોથી 40 મીટર દૂર રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શનિવારે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટની ટનલનો એક ભાગ તૂટી પડતાં ત્યાં ફસાયેલા આઠ કામદારોના બચવાની શક્યતાઓ ઘટી રહી છે. સતત વધી રહેલા જળસ્તર અને કાદવને કારણે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) અને નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NGRI)ના નિષ્ણાતોની મદદ આઠ લોકોને […]

દિલ્હી: દારૂ નીતિમાં ફેરફારથી રૂ. 2000 કરોડથી વધુનું નુકસાન થયું, CAG રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ મંગળવારે દિલ્હી વિધાનસભા સત્રના બીજા દિવસે, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂ નીતિ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો. ૧૪ સીએજી રિપોર્ટમાંથી, આજે વિધાનસભામાં પહેલો સીએજી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. CAG રિપોર્ટમાં ઘણા મોટા ખુલાસા થયા છે. આ અહેવાલ મુજબ, આમ આદમી પાર્ટી (AAP) ની નવી આબકારી નીતિથી દિલ્હી સરકારને લગભગ 2,002.68 કરોડ રૂપિયાનું નુકસાન થયું […]

કેરળમાં ભયાનક ઘટના, યુવકે પ્રેમિકા સહિત તેના જ પરિવારના પાંચ સભ્યોની કરી હત્યા

કેરળમાં એક હૃદય થંભી જાય તેવી ઘટના સામે આવી છે. વાસ્તવમાં, તિરુવનંતપુરમમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડ સહિત તેના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. હુમલામાં યુવકની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આરોપીએ પણ ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસ ઘટનાની તપાસ ચાલું છે. શું […]

વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટેનો ઉત્સવ, મીડિયોત્સવ ૨૦૨૫માં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓએ હીર ઝળકાવ્યું

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે)અમદાવાદ દ્વારા તાજેતરમાં મીડિયોત્સવ ૨૦૨૫નું ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડિયા આધારિત વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી અને સ્પર્ધાઓમાં વિજેતા થયા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરતા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત જાણીતા ફિલ્મ મેકર અભિષેક […]

ગુજરાત વિધાનસભામાં આદિવાસી શિષ્યવૃતિના મુદ્દે હોબાળો, કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો

આદિજાતિ સમુદાયને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્ર અંગે પ્રશ્ન પૂછાયો મંત્રી દ્વારા મળેલા જવાબથી નારાજ થઈ વિપક્ષના સભ્યો વેલમાં ધસી આવ્યા 4 સભ્યોને ગૃહમાંથી સારજન્ટ દ્વારા બહાર કઢાતા કોંગ્રેસે વોકઆઉટ કર્યો ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ આદિવાસી શિષ્યવૃતિના મુદ્દે પ્રશ્ન પૂછતા અને આદિજાતિ વિભાગના મંત્રી દ્વારા મળેલા જવાબથી સંતોષ ન થતાં […]

ડાકોરમાં ફાગણી પૂર્ણિમાંએ રણછોડરાયજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર

તેરસથી પૂનમ સુધી દર્શનના સમયમાં વધારો કરાયો ફાગણ પૂર્ણિમાના મેળાની તૈયારીઓ 12 માર્ચથી 15 માર્ચ સુધી મંદિરની પરિક્રમા બંધ રહેશે. ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ રણછોડજીના મંદિરે દર્શનાર્થે પહોંચે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ પૂર્ણિમાના મેળાને લઈને તંત્ર દ્વારા […]

અમદાવાદનો કાલે બુધવારે સ્થાપના દિન, ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નિકળશે

ભદ્રકાળી માતાજી રથમાં બિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપવા નિકળશે 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નગરયાત્રામાં 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ જોડાશે અમદાવાદઃ ઐતિહાસિક ગણાતા અમદાવાદ શહેરનો આવતી કાલે 26મી ફેબ્રુઆરીને બુધવારના રોજ 614મો સ્થાપના દિન છે. ત્યારે કાલે બુધવારે પ્રથમવાર નગરના દેવી એવા ભદ્રકાળી માતાજીની નગરયાત્રા […]

નવી જંત્રીના દર અમલમાં આવતા ગુજરાત સરકારની આવકમાં ધરખમ વધારો થશે

25%નો વધારો અમલી બને તો પણ સરકારની તિજોરી છલકાશે વાંધા – સૂચનો બાદ સરકાર વિચારણા કરીને નિર્ણય લેશે જંત્રી દર વધારાથી સરકારની સ્ટેમ્પ ડયુટી આવક રૂા.3300 કરોડ થશે અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા સુચિત જંત્રીના દર જાહેર કરાયા બાદ નાગરિકોના વાંધા-સુચનો માંગવામાં આવ્યા હતા. જેમાં ઓનલાઈન એનેક સંસ્થાઓ અને નાગરિકોએ સુચિત જંત્રીનો ભારે વિરોધ કર્યો હતો, […]

ગાંધીનગર મ્યુનિના 44 કોર્પોરેટરો તાલીમના નામે કાશ્મીરની સહેલગાહે જશે

કોર્પોરેટોના કાશ્મીર પ્રવાસથી મ્યુનિની તિજોરી પર 30 લાખનું ભારણ આવશે કોર્પોરેટરો 15થી 20 માર્ચ દરમિયાન કાશ્મીરના પ્રવાસે જશે વડોદરાની સંસ્થા કોર્પોરેટરોને કાશ્મીરમાં તાલીમ આપશે ગાંધીનગરઃ શહેરના મ્યુનિ. કોર્પોરેટરો તાલીમના નામે પ્રજાના પૈસે કાશ્મીરની સહેલગાહે જશે. 44 કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસ પાછળ મ્યુનિ. કોર્પોરેશન 30 લાખનો ખર્ચ કરશે. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરોના કાશ્મીર પ્રવાસને મંજુરી આપી દીધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code