1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદના આંગડિયા પર ફાયરિંગ અને 46 લાખની લૂંટના કેસમાં દિલ્હી ગેન્ગના 3 શખસો પકડાયા

અમદાવાદઃ શહેરના કોટડા વિસ્તારમાં થયેલા 46 લાખના આંગડિયા ફાયરિંગ વિથ લૂંટ કેસમાં દિલ્હી ગેંગના 3 શખસોને શહેર ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. હજુ બે આરોપી ફરાર છે, તેને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચની એક ટીમને રવાના કરવામાં આવી છે. આરોપીની પૂછતાછમાં એવી માહિતી મળી છે. કે, ફરાર 2 આરોપીઓ સાથે મળી ગેંગે લૂંટની ધટનાને અંજામ આપ્યો […]

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાને ભ્રષ્ટાચારના કેસમાં વધુ ચાર દિવસના રિમાન્ડ અપાયા

અમદાવાદઃ ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા માઉન્ટ આબુથી લાંગાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે પૂર્ણ થતાં પોલીસે લાંગાને કોર્ટમાં રજૂ કરીને વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એસ.કે.લાંગાના 21 જુલાઈ સુધીના […]

ગુજરાતના ATSના તમામ કર્મચારીઓને બેઝિક પેના 45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ અપાશે

ગાંધીનગરઃ  ગુજરાતના ATSના કર્મચારીઓને માટે સરકારે હાઈરિસ્ક એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે. ATS (અન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ) ના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. જીવના જોખમે કામ કરતા આ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના 45 ટકા જેટલું હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે  ATSના 240 કર્મચારીઓને ફાયદો મળશે. રાજ્યના ગૃહ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  […]

ગુજરાતમાં આંખ આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસોમાં વધારા, સરકારે એડવાઈઝરી બહાર પાડી

અમદાવાદઃ  ગુજરાતમાં વરસાદી સીઝનમાં ભાવનગર ત્યારબાદ સુરત અને હવે રાજ્યભરમાં આંખો આવવાના (કન્જેક્ટિવાઈટિસ)ના કેસ વધી રહ્યા છે. પરિવારના એક સભ્યને આંખ આવે ત્યાર બાદ પરિવારના અન્ય સભ્યમાં પણ આંખ આવવાનો રોગચાળો ફેલાતો હોય છે. કન્જક્ટિવાઇટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે.આંખોમાં સતત ખંજવાળ રહે છે અને સતત પાણી પડ્યા કરે છે. આંખના ટીપાના વેચાણ 10 […]

કચ્છના નાના રણમાં મીંઠુ પકવતા અગરિયાઓએ વન વિભાગ દ્વારા અપાતા કાર્ડનો કર્યો વિરોધ

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને આગામી સિઝન ઓક્ટોબર માસથી રણમાં જઇ મીઠું પકવવા માટે વન વિભાગ દ્વારા અગરિયા કાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે કચ્છનું નાનું રણ વાઇલ્ડ એસ સેન્ચુરી હોવાથી સર્વે એન્ડ સેટલમેન્ટની એક દાયકા પછીની લાંબી પ્રોસિઝર પછી જે અગરિયાઓના નામની યાદી સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા […]

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે રૂપિયા 250 કરોડના ખર્ચે બહુમાળી 1400 આવાસ બનાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ઉપરાંત બોર્ડ-નિગમની કચેરીઓ પણ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ આપવામાં આવે છે. કર્મચારીઓની સંખ્યા વધી હોવાથી તેમજ અનેક જુના ક્વાટર્સ જર્જરિત બની ગયા હોવાથી કર્મચારીઓને રહેવા માટેનો પ્રશ્ન ઊભો થયો છે. એનું વેઈટિંગલિસ્ટ પણ ચાલી રહ્યું છે. ત્યારે સરકારે 250 […]

રાજકોટના કાલાવડ રોડ પર સેકન્ડ લેવલ ફ્લાઈઓવર બ્રિજનું CMના હસ્તે શનિવારે લોકાર્પણ કરાશે

રાજકોટઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં શહેરના તમામ માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ત્યારે કાલાવડ રોડ પર સેકન્ડ લેવલ ફ્લાઈઓવર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં હયાતબ્રિજ પર બનેલા ફલાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન શનિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશનના રૂ. […]

અમદાવાદમાં કેલિકો મિલનો 54,67 કરોડનો મ્યુનિ.નો ટેક્સ બાકી, રેવન્યુ રેકર્ડમાં બોજો નોંધાયો

અમદાવાદઃ શહેરમાં ઘણીબધી બંધ પડેલી મિલો સહિત અનેક એવી પ્રોપર્ટી છે. કે, વર્ષોથી એનો પ્રોપર્ટી ટેક્સ ભરાયો નથી. અને 18 ટકાના તોતિંગ વ્યાજ સાથે કરોડો રૂપિયાની બાકીની વસુલાત થઈ શકતી નથી. ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા જે તે મિલકત ધારકની મિલકતની હરાજી અને બોજો પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સૌથી વધુ […]

અમદાવાદમાં સ્ટ્રોમ વોટર લાઈનમાંથી વધુ 35 જોડાણો કપાયાં, પ્રદૂષિત પાણી નદીમાં ઠલવાતું હતું

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાતુ હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ તેમજ હાઈકોર્ટે મ્યુનિ.ની ઝાટકણી કાઢ્યા બાદ શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં ગેરકાયદે જોડાયેલા કનેક્શનો શોધવા મ્યુનિ, કોર્પોરેશનના ઈજનેરી વિભાગે ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ ફેકટરીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટ્રોર્મ વોટરલાઇનમાં ગેરકાયદેસર કનેક્શન કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર કનેકશન અને કેમિકલ પાણી ગટરમાં […]

અમદાવાદના સિંધુભવન રોડ પર મલ્ટિલેવલ પાર્કિંગ છતાં યે AMCનો ઓનસ્ટ્રીટ પાર્કિંગનો નિર્ણય

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો કોન્ટ્રાક્ટરોને લાભ ખટાવવા માટે ધણીવાર અવિચારી નિર્ણયો લેવામાં આવતા હોય છે. શહેરનો સિંધુભવન વિસ્તાર સૌથી વધુ પોશ વિસ્તાર ગણાય છે. સિંધુભવન રોડ પર મોટા શોરૂમ અને કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગો આવેલા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે રૂપિયા 96.64 કરોડના ખર્ચે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code