1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના કાલાવડ રોડ પર સેકન્ડ લેવલ ફ્લાઈઓવર બ્રિજનું CMના હસ્તે શનિવારે લોકાર્પણ કરાશે
રાજકોટના કાલાવડ રોડ પર સેકન્ડ લેવલ ફ્લાઈઓવર બ્રિજનું CMના હસ્તે શનિવારે લોકાર્પણ કરાશે

રાજકોટના કાલાવડ રોડ પર સેકન્ડ લેવલ ફ્લાઈઓવર બ્રિજનું CMના હસ્તે શનિવારે લોકાર્પણ કરાશે

0
Social Share

રાજકોટઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં શહેરના તમામ માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ત્યારે કાલાવડ રોડ પર સેકન્ડ લેવલ ફ્લાઈઓવર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં હયાતબ્રિજ પર બનેલા ફલાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન શનિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશનના રૂ. 241.64 કરોડના અલગ અલગ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે.

શહેરના મેયર ડો. પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે શહેરના. કેકેવી ચોકમાં બનેલા બ્રિજનું લોકાર્પણ થતા કાલાવડ રોડની ટ્રાફિક સમસ્યા હળવી થશે. જેને લઈને અહીંથી પસાર થતા લાખો વાહનચાલકોને મોટો લાભ થશે. બ્રિજ લોકાર્પણનો કાર્યક્રમ શનિવારે સવારે 11:30 કલાકે અમીનમાર્ગ પર સ્થિત મનપાનાં પ્લોટમાં યોજાશે. અગાઉ તા.23ના રવિવારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થયો હતો, પરંતુ શનિવારે તેમનો અમરેલી જિલ્લાનો કાર્યક્રમ નક્કી થતા રાજકોટ અને અમરેલીની મુલાકાત એક સાથે ગોઠવવામાં આવી છે. ગૌરવપથ કાલાવડ રોડ પરનો આ ફ્લાયઓવર પ્રિન્સેસ સ્કુલ પાસેથી 1.15 કિમી લંબાઇ અને 15.50 મીટર પહોળાઇનો છે. આ ફોર લેન બ્રિજ મ્યુનિ.ના સ્વિમિંગ પુલ પાસે પૂર્ણ થશે. કેકેવી ચોકમાં મધ્યમાંથી 15 મીટરની બ્રિજની કુલ ઉંચાઇ છે. એટલે કે, જમીનથી આ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન 50 ફુટ ઉંચો છે.

આ ફ્લાયઓવર ફોર લેન બ્રિજ હેઠળ પાર્કિંગ, બંને તરફ સર્વિસ રોડ અને ફૂટપાથની વ્યવસ્થા કરવામાં આવી છે. સેન્ટર સ્પાનમાં 45 મીટરનો સ્ટીલ ગર્ડર ઉભો કરવામાં આવ્યો છે. હવે મહિલા કોલેજ અંડરબ્રિજથી સીધા કાલાવડ રોડ સ્વિમિંગ પુલ સુધીમાં કોઇ મોટા ચોકમાં વાહનોને ટ્રાફિકજામમાં અટકવું નહીં પડે. નવા બ્રિજ પરથી ઉતર્યા બાદ મોટામૌવા, મેટોડા તરફ જવા માંગતા વાહન ચાલકોને સીધો જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોક બ્રિજ કનેકટ થઇ જશે. તા.22ના શનિવારે સવારે 11.30 કલાકે રૂ.129 કરોડના ખર્ચે બનેલા આ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત કોઠારીયામાં 15 એમએલડીના 20.75 કરોડના સુએઝ પ્લાન્ટ, રૈયાધારમાં 29.73 કરોડના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારી ડેમથી રૈયાધાર સુધી 1200 એમએમની 41.71 કરોડની પાઇપલાઇન, વોર્ડ નં.6માં 8.39 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ. લાયબ્રેરી, સદરમાં આવેલી ઝવેરચંદ મેઘાણી સ્કૂલના નવનિર્માણ સાથેના સ્મારક ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી કરશે. ઉપરાંત વોર્ડ નં.3ના જંકશનથી પૂર્વ અને દક્ષિણ ભાગમાં 8 કરોડના વધુના ખર્ચે ડ્રેનેજ સુવિધાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથે જ રૂ.3.53 કરોડના ખર્ચે નોંધણી ભવનમાં નિર્માણ કરાયેલ આધુનિક ઝોન-2 (મોરબી રોડ) અને ઝોન-8 (રાજકોટ ગ્રામ્ય)ની સબ રજીસ્ટ્રાર કચેરી સહિત અનેક કામોનું લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવા માટે તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code