1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગરમાં નારી ચોકડી પાસે કારની અડફેટે બાઈકસવાર ખેડુતનું મોત

ડુંગળી વેચીને બાઈક પર પરત ફરતા ખેડુત અકસ્માતનો ભોગ બન્યા, વરતેજ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, ભાવનગરઃ શહેર અને જિલ્લામાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના નારી ચોકડી પાસે સર્જાયો હતો, પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ખેડુતનું મોત નિપજ્યુંહતું. આ અકસ્માતના બનાવની વિગતો […]

સુરત શહેરમાં છેલ્લા 9 વર્ષમાં BRTS બસની અડફેટે 109 લોકો મોતને ભેટ્યા

BRTS બસ પૂરફાટ ચલાવવાની ફરિયાદો છતાં પગલાં લેવાતા નથી હવે BRTS કોરીડોરમાં ટોલગેટ પર ઓટો સિસ્ટમ બેરિયર લગાવશે હાઈ-ટેક કેમેરા અને કડક દંડ નીતિ લાગુ કરશે સુરતઃ શહેરમાં બીઆરટીએસ બસ પૂરફાટ ઝડપે દોડાવવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી છે. જેના લીધે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. શહેરમાં છેલ્લા નવ વર્ષમાં બીઆરટીએસ બસની અડફેટે 109 લોકોના […]

પોરબંદર-દ્વારકા હાઈવે પર યાત્રાળુઓની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત

કર્ણાટકના યાત્રાળુંઓ સોમનાથથી દ્વારકા જઈ રહ્યા હતા કૂછડી ગામ નજીક હાઈવે પર મોડી રાતે સર્જાયો અકસ્માત ઈજાગ્રસ્ત 12 યાત્રાળુઓને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડાયા પોરબંદરઃ રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ગત મોડી રાતે પોરંબદર-દ્વારકા હાઈવે પર યાત્રાળુઓની લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો, કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે […]

સોમનાથમાં ત્રિદિવસીય મહોત્સવમાં કલાકારો, લોકસંગીતકારો શિવ મહિમાગાન કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો પ્રથમ દિવસે નૃત્યાંગના ડૉ. સોનલ માનસિંહે “હર હર મહાદેવ” નાટ્યકથા પ્રસ્તુત કરી, સોમનાથ મંદિર માત્ર ધર્મસ્થળ નહીં ભારતીય અસ્મિતાનું પ્રતિક છેઃ મુખ્યમંત્રી સોમનાથઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ એવા સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ સોમનાથમાં મહાશિવરાત્રી પર્વના ઉપલક્ષમાં ઉજવાનારા ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ ત્રિદિવસીય સોમનાથ […]

માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવું એ વિદ્યાર્થીનું નૈતિક કર્તવ્ય છે : રાજ્યપાલ

ગુરુકુલ કુરુક્ષેત્રમાં વિદ્યાર્થીઓને રાજ્યપાલનું પ્રેરણાદાયી વક્તવ્ય સફળતા મેળવવા માટે ઇમાનદારીથી કઠોર પરિશ્રમ કરવો પડશે ધો.12ના વિદ્યાર્થીઓએ આચાર્ય દેવવ્રતજીને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે ગુરુકુલ કુરુક્ષેત્રમાં વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટે ઇમાનદારીથી કઠોર પરિશ્રમ કરવાની પ્રેરણા આપી હતી. આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રેરક વક્તવ્યમાં કહ્યું કે, માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવું એ દરેક […]

સ્પીડ પોસ્ટ દ્વારા સોમનાથ, કાશી વિશ્વનાથ અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ મળશે

પોસ્ટ વિભાગની ભાવિકોને પ્રસાદ પહોંચાડવાની નવીન પહેલ મહાશિવરાત્રી પર પોસ્ટ ઓફિસમાંથી ગંગાજળની સુવિધા પણ ઉપલબ્ધ 250 મિલી ગંગાજળની બોટલ ફક્ત 30 રૂપિયામાં મેળવી શકાય છે. અમદાવાદઃ મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં […]

દરિયાઈ હિતોના રક્ષણમાં આઈસીજી દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા મહત્વપૂર્ણ છે: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ (આઈસીજી) ના કર્મચારીઓને, પડકારજનક અને આત્યંતિક પરિસ્થિતિઓમાં, બહાદુરી, વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કર્યા. સમારોહ પહેલા, સંરક્ષણ મંત્રીએ સેરેમોનીયલ ગાર્ડનું નિરીક્ષણ કર્યું. સરક્ષણ મંત્રીએ આઈસીજી કર્મચારીઓને તેમની અનુકરણીય સેવા, બહાદુરીના કાર્યો અને ફરજ પ્રત્યે નિઃસ્વાર્થ સમર્પણ બદલ રાષ્ટ્રપતિ તટરક્ષક […]

આસામ ભારતમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છેઃ પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભવોને આવકારતા મોદીએ જણાવ્યું હતું કે, “પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત આજે ભવિષ્યની નવી યાત્રાએ નીકળી રહ્યું છે અને એડવાન્ટેજ આસામ અતુલ્ય સંભવિતતા અને દુનિયા સાથેની પ્રગતિને એકબીજા સાથે જોડવા માટેની એક મહત્ત્વપૂર્ણ […]

અમદાવાદમાં જળવાયુ પરિવર્તન અને સ્વાસ્થ્ય પર ભારત-અમેરિકા સંમેલન (CliCON OEH2025)નું આયોજન

અમદાવાદઃ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ (ICMR-NIOH), અમદાવાદ, ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન એન્વાયર્નમેન્ટલ હેલ્થ (ICMR-NIREH) અને CSIR-નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-NEERI)ના સહયોગથી, 26-28 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે ક્લાયમેટ ચેન્જ ઇમ્પેક્ટ્સ ઓન ઓક્યુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટલ હેલ્થ (CliCON OEH2025)નું આયોજન કરવા માટે તૈયાર છે. CliCON OEH2025માં 300થી વધુ વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, પર્યાવરણીય આરોગ્ય નિષ્ણાતો અને ઉદ્યોગજગતના નેતાઓ સામેલ થશે. જેઓ વ્યવસાયિક […]

કચ્છના 17,932 ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.37 કરોડની સહાય અપાઇ: રાઘવજી પટેલ

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના 17 હજાર 932 ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.37 કરોડની સહાય આપવામાં આવી છે. કૃષિ મંત્રીએ વિગતવાર માહિતી આપતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code