1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

AI ઓવરવ્યૂ સુવિધા 200 થી વધુ દેશોના યુઝર્સ ઉપયોગ કરશે, 40થી વધુ ભાષાઓ સપોર્ટેડ છે

ગૂગલે તેની વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સ ગૂગલ I/O 2025 દરમિયાન જાહેરાત કરી હતી કે તેની AI ઓવરવ્યૂ સુવિધા હવે 200 થી વધુ દેશોમાં અને 40 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આ અપડેટ સાથે, વપરાશકર્તાઓ હવે અરબી, ચાઇનીઝ, મલય, ઉર્દૂ જેવી ભાષાઓમાં AI-આધારિત શોધ ઝાંખી જોઈ શકશે, જે અગાઉ ફક્ત થોડી મર્યાદિત ભાષાઓમાં ઉપલબ્ધ હતી. કઈ ભાષાઓમાં […]

આથિયા શેટ્ટીએ બોલીવુડને અલવિદા કહ્યું, પિતા સુનીલ શેટ્ટીએ કર્યો મોટો ખુલાસો

બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ચોંકાવનારો ખુલાસો તેમના પિતા અને પીઢ અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતે કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે આથિયા હવે ફિલ્મોમાં કામ કરવા માંગતી નથી અને તેણે પોતાના કરિયર માટે એક નવો રસ્તો પસંદ કર્યો છે. આથિયા શેટ્ટીએ બોલિવૂડ છોડી દીધું 2015માં સલમાન […]

‘પહેલા પાર્કિંગ બતાવો, પછી કાર ખરીદો’, મહારાષ્ટ્ર સરકારનો નવો નિયમ

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સોમવારે એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે રાજ્યમાં કોઈપણ નવા વાહનની નોંધણી ત્યારે જ થશે જ્યારે ખરીદનાર મ્યુનિસિપલ બોડી પાસેથી પાર્કિંગ જગ્યા મેળવવાનો પુરાવો બતાવશે. એટલે કે, હવે જો તમારી પાસે તમારી કાર રાખવા માટે જગ્યા નહીં હોય, તો કાર ખરીદવી મુશ્કેલ બનશે. મુંબઈમાં વધતી જતી પાર્કિંગ સમસ્યાનો […]

સુરતમાં 12 વર્ષના કિશોરની દીક્ષા લેવા પર કોર્ટેએ ફરમાવ્યો મનાઈહુક્મ

કિશોરના માતા-પિતા અલગ રહે છે અને વચ્ચે તરરાર ચાલે છે કિશોરના પિતાએ પૂત્રની દીક્ષા સામે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા નાની ઉંમરે દીક્ષા જેવો મોટો નિર્ણય લેવા માટે બાળકની પરિપક્વતાનું મૂલ્યાંકન જરૂરી સુરતઃ શહેરમાં 12 વર્ષના કિશોરની દીક્ષા લેવા સામે કોર્ટે સ્ટે ફરમાવ્યો છે. કિશોરના માતા-પિતા અલગ રહે છે. અને બન્ને વચ્ચે તકરાર ચાલી રહી છે. […]

ગુજરાતમાં 22મી મેથી 5 જુન સુધી પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમો યોજાશે

રાજ્યમાં 53 નુક્કડ નાટક દ્વારા પર્યાવરણને સ્વચ્છ રાખવા જનજાગૃતિ સંદેશ અપાશે તા. 5મી જૂનના રોજ  ‘વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરાશે રાજ્યના જુદા બીચ પર સ્વચ્છતાના કાર્યક્રમો પણ યોજાશે ગાંધીનગરઃ  પર્યાવરણની સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાના ધ્યેય સાથે આગામી તા. 5 જૂનના રોજ  ‘વિશ્વ પર્યાવરણ દિવસ-2025’ની ઉજવણી કરવામાં આવશે. વન-પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી  મુકેશ પટેલના […]

હિંદ મહાસાગર રિમ એસોસિએશનની બેઠકમાં સભ્ય દેશોએ આતંકવાદની કરી નિંદા

નવી દિલ્હીઃ હિંદ મહાસાગર રિમ એસોસિએશન (IORA) મંત્રી પરિષદની 24મી બેઠકમાં “ભવિષ્યની પેઢીઓ માટે ટકાઉ હિંદ મહાસાગર” થીમ હેઠળ સમગ્ર પ્રદેશના ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિઓને એકત્ર કરવામાં આવ્યા હતા. આ બેઠક બુધવારે વર્ચ્યુઅલી IORA ચેર શ્રીલંકાના યજમાનપદ હેઠળ યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સચિવ (પૂર્વ) પી. કુમારન દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ વર્તમાન વાઇસ ચેરમેન અને IORA […]

ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહીને લીધે 7 જિલ્લામાં અપાયું એલર્ટ

મુખ્યમંત્રીએ વહિવટી તંત્રને સતર્ક રહેવાની સુચના આપી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહેશે રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ગાંધીનગરઃ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા સરકારી તંત્ર પણ એલર્ટ બન્યું છે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા રાજ્યના જિલ્લા વહીવટી તંત્રને સતર્ક અને સજાગ […]

મુંબઈના દાદરથી ભૂજ જતી ટ્રેનમાં એસી બંધ રહેતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો

વડોદરા રેલવે સ્ટેશન પર પ્રેવાસીઓએ ટ્રેનને અટકાવી એસી બંધ હોવાથી અસહ્ય ગરમીમાં પ્રવાસીઓ અકળાયા રેલવે પોલીસે પ્રવાસીઓને શાંત કર્યા વડોદરાઃ મુંબઈના દાદરથી ભૂજ જતી ટ્રેનના B-3 કોચમાં એર કન્ડિશનર (એસી) બંધ રહેતાં પ્રવાસીઓએ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર હોબાળો મચાવ્યો હતો. અસહ્ય ગરમીને લીધે પ્રવાસીઓ  અકળાયા હતા અને પ્રવાસીઓએ માગ કરી હતી કે, […]

ગ્રીસમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર કરાઈ

ગ્રીસમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેના પગલે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના અહેવાલ મુજબ, ગુરુવારે ગ્રીસના ક્રેટના કિનારે 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો . જર્મન રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 6:19 વાગ્યે, ક્રેટના એલાઉન્ડાથી 58 કિમી ઉત્તરપૂર્વમાં અને 60 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપને […]

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કેરીના પાકને નુકસાન

આંબાઓ પરથી 50 ટકાથી વધુ કેરીઓ ખરી પડી માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી આંબાવાડીના માલિકોને લાખો રૂપિયાનું નુકસાન નવસારીઃ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકનું સારૂએવું નુકસાન થયું છે. માવઠા સાથે તેજ ગતિથી પવન ફુંકાતા આંબાના ઝાડ પરથી 50 ટકાથી 80 ટકા કેરીઓ નીચે ખરી પડી હતી.  જેના કારણે ખેડૂતો અને આંબાવાડીના માલિકોને લાખો રૂપિયાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code