1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 73 ટકા વરસાદ પડ્યો

કચ્છમાં 88.8 ટકા, સૌરાષ્ટ્રમાં 80.93 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 86.99 ટકા,નોંધાયો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 54.73, અને મધ્ય ગુજરાતમાં 56.81 પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની ઘટ જોવા મળી રહી છે. આજે 20મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 73 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 88.8 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 80.93 ટકા વરસાદ […]

સુરતમાં છેલ્લા 5 વર્ષમાં ખાનગી સ્કૂલ છોડી 48778 વિદ્યાર્થીઓએ મ્યુનિની શાળામાં પ્રવેશ મેળવ્યો

મોંઘવારીમાં ખાનગી સ્કૂલની ફી વાલીઓને પરવડતી નથી, મ્યુનિ.શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું, મ્યુનિની શાળાઓમાં સ્માર્ટ બોર્ડ પર શિક્ષણની વ્યવસ્થા સુરતઃ શહેરમાં  છેલ્લા 5 વર્ષમાં 48 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રોજબરોજ વધતા જતી મોંધવારીને લીધે હવે વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડતી નથી. બીજીબાજુ મ્યુનિ.ની શાળાઓમાં પણ ખાનગી સ્કુલને […]

રાજકોટના અગ્નિકાંડ બાદ બંધ કરાયેલી વડોદરાના કમાટી બાગની જોય ટ્રેન ક્યારે શરૂ કરાશે

મ્યુનિ,કોર્પોરેશનમાં રજુઆત છતાંયે નિર્ણય લેવાતો નથી. જોય ટ્રેન બંધ હોવાથી બાળકો બન્યા નિરાશ, ટ્રેનમાં સેફટી અને ફિટનેસના સર્ટી હોવા છતાં જોય ટ્રેન બંધ વડોદરાઃ શહેરમાં કમાટી બાગમાં બાળકો માટે જોય ટ્રેનને રાજકોટના અગ્નિકાંડ બાદ સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. જે મહિનાઓ બાદ પણ જોય ટ્રેનને શરૂ કરવામાં ન આવતા કમાટી બાદની મુલાકાતે આવતા […]

રાજુલા-પીપાવાવ વચ્ચે રેલવે ટ્રેક પર બેઠેલા બે સિંહને ટ્રેનના લોકોપાયલોટે બચાવી લીધા

એપ્રિલથી 19મી ઓગસ્ટ સુધીમાં રેલવે ટ્રેક પર 44 સિહોને બચાવાયા, ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ રખાતી સતત તકેદારી, રાજુલા પંથકમાં સિંહની વસતીમાં વધારો ભાવનગર :  અમરેલી જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. જેમાં રાજુલા પંથકમાં સિંહોએ નવુ રહેઠાણ બનાવ્યુ હોવાથી આ વિસ્તારમાં હાઈવે પર તેમજ રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ જોવા મળતા હોય છે. ત્યારે રાજુલા-પીપાવાવ રેલવેના […]

ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી પરોઢે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 યુવાનોના મોત

સ્વિફ્ટ કાર ડિવાઈડર કૂદી બોલેરો કાર સાથે ટકરાઈ, ગોંડલના બે અને ધોરાજીના બે યુવાનો મોતને ભેટ્યા, પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગયા રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાત્રે ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર યુવાનોનો ભાગ લેવાયો હતો. ગોંડ હાઈવે પર દેવ સ્ટીલના કારખાના પાસે […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 27 ટકા અનામત સાથે ડિસેમ્બરમાં યોજાશે

47000થી વધુ ગ્રામ પંચાયતો, 17 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા ચૂંટણીઓ યોજાશે, ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાથે જ ચૂંટણી યોજાશે, ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી ડિસેમ્બર-2024માં યોજવામાં આવે તેવી શક્યતા છે. ઓબીસી અનામત મુદ્દે પંચનો રિપોર્ટ મળી જતાં 27 ટકા ઓબીસી અનામત સાથે ચૂંટણીઓ યોજાશે. જેમાં 47000થી વધુ ગ્રામ પંચાયતો, 17 તાલુકા […]

ગાંધીનગરમાં મોટાપાયે વૃક્ષારોપણ કરાયું, વરસાદ ખેંચાતા છોડ મુરઝાવવા લાગ્યાં

રોપાઓને ટેન્કર દ્વારા પાણી આપવું પડે તેવી સ્થિતિ, ગાંધીનગરમાં વરસાદની ઘટ, ગરમી અને હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટ્યું ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવા માટે આ વખતે પ્રથમ વરસાદ બાદ મોટાપાયે વક્ષારોપણ કરાયું છે. હવે વરસાદ ખેંચાતા રોપેલા વૃક્ષોના છોડ કરમાઈ રહ્યા છે. મુરઝાતા છોડને બચાવવા હવે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું […]

ગુજરાતમાં 90 ફાર્મસી કોલેજોને કાઉન્સિલની મંજુરી ન મળતા પ્રવેશ પ્રકિયામાં વિલંબ

હવે ઓગસ્ટના અંત કે સપ્ટેમ્બરના પ્રારંભમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે, પીએચડીમાં પ્રવેશ પરીક્ષા પણ રદ, નેટ દ્વારા સીધો પ્રવેશ અપાશે અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ફાર્મસી કોલેજોમાં પ્રવેશ પ્રકિયામાં વિલંબ થયો છે. રાજ્યની 90 જેટલી ફાર્મસી કોલેજોને કાઉન્સિલ દ્વારા લીલીઝંડી ન અપાતા પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી રોકી દેવામાં આવી છે. જોકે બેચાર દિવસમાં ફાર્મસી કાઉન્સિલની […]

રંગીલા રાજકોટના લોકમેળાની આખરી તૈયારીઓનો ધમધમાટ, 10 કરોડનો વિમો લેવાયો

રાજકોટના 5 દિવસીય લોકમેળાનું શનિવારે ઉદઘાટન, સ્ટોલ્સ અને રાઈડ્સમાં કરાયો ઘટાડો, ડ્રોનથી મેળાનું મોનિટરિંગ કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં પાંચ દિવસનો સૌથી મોટો લોક મેળો રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાશે, આ મેળાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. તમામ સ્ટોલ્સ, અને રાઈડ્સ માટેના પ્લોટ્સ ફાળવી દેવામાં આવ્યા છે. આ […]

ભૂજમાં સરપટ ગેટ નજીક ભંગારવાડામાં લાગી વિકરાળ આગ બે કલાકે કાબુમાં આવી

ફાયરના જવાનોએ સતત બે કલાક પાણીનો મારો ચલાવ્યો, પ્લાસ્ટિક વેસ્ટ અને જુના બારી-બારણા બળીને ખાક, ભુજઃ શહેરના સરપટ ગેટ નજીક આવેલા ભંગારવાડામાં ગત રાતે આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ  ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો, અને સતત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code