1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વડોદરામાં ટ્રકે અડફેટે લેતા એક્ટિવાચાલક વિદ્યાર્થિનીનું મોત, ટ્રકચાલકની ધરપકડ

વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં બન્યો બનાવ, એક્ટિવાચાલક વિદ્યાર્થિની 12માં ધોરણમાં ભણતી હતી, પોલીસે ટ્રકચાલકની કરી ધરપકડ વડોદરાઃ શહેરમાં રોજબરોજ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પૂરફાટ ઝડપે દોડતા ભારે વાહનોને કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ગઈકાલે જ એક ટ્રક ટ્રાફિકના સિગ્નલ સાથે અથડાતા સિંગનલનો પોલ તૂટી ગયો હતો. જ્યારે આજે શહેરના કારેલી બાગ વિસ્તારમાં આઈસર ટ્રકે […]

ગુજરાત સરકારના કર્મચારીઓને હવે વંદે ભારત ટ્રેનમાં પણ LTCનો લાભ મળશે

ગુજરાત સરકારના 5 લાખ કર્મચારીઓને લાભ મળશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને કરી જાહેરાત, કર્મચારીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને પ્રવાસન સ્થળોએ ફરવા માટે એલટીસીનો લાભ આપવામાં આવે છે. જેમાં પ્રવાસ દરમિયાન વંદે ભારત ટ્રેનમાં મુસાફરીનો લાભ આપવામાં આવતો ન હતો. આથી કર્મચારી મંડળ દ્વારા રાજય સરકારને રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી […]

સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવાની તૈયારીમાં, નવા નીરને વધાવવા તિરંગા લાઈટિંગ કરાયું

સરદાર સરોવર ડેમ ઓવરફ્લોથી માત્ર 92 મીટર દૂર, કાંઠાનાં ગામોને એલર્ટ, નદીમાં કુલ 08 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે, ગરૂડેશ્વરનો કોઢવે ઓવરફ્લો અમદાવાદઃ ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવાની તૈયારીમાં છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદી પરના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. ત્રીજા […]

ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ-સપાએ પ્રભારીઓની જાહેરાત કરી

વિધાનસભાની 10 બેઠકો ઉપર યોજાશે પેટાચૂંટણી ઈન્ડી ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે રાજકીય પક્ષોએ પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી લખનઉઃ સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભાની 10 બેઠકો પરની પેટાચૂંટણી માટે પોતપોતાના પ્રભારીઓની જાહેરાત કરી છે. કોંગ્રેસે તમામ 10 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે જ્યારે સપાએ 6 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે. […]

પ.બંગાળઃ મહિલા તબીબની હત્યાના કેસમાં તબીબોનું પોલીસને અલ્ટીમેટમ

તબીબોની હડતાળ મંગળવારે પણ યથાવત દર્દીઓની મુશ્કેલીમાં થયો વધારો ન્યાયીક તપાસની તબીબોએ કરી માંગણી નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને તેમની હત્યાના મામલાએ જોર પકડ્યું છે. મેડિકલ કોલેજના ડોકટરો અને વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જુનિયર ડોક્ટરોએ ન્યાયની માંગ સાથે મંગળવારે પણ હડતાળ ચાલુ રાખી […]

મધ્ય પૂર્વોત્તર અને દક્ષિણ વિભાગમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા દેશના મધ્ય પૂર્વોત્તર અને દક્ષિણ વિભાગમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પૂર્વીય અને પૂર્વોત્તર ભારતમાં અગામી સાત દિવસ સુધી ભારે વરસાદ રહેશે, સાથે જ તીરુવંતપુરમમાં પણ ભારે વરસાદની આગાહી છે. કેરળના અન્ય 9 જિલ્લાઓમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં પણ વરસાદના કારણે સ્થિતિ […]

મુંબઈઃ નકલી દસ્તાવેજના આધારે વિદેશ જવાનો પ્રયાસ કરનાર બાંગ્લાદેશી ઝડપાયો

12 વર્ષથી બાંગ્લાદેશી નાગરિક ભારતમાં રહેતો હતો આરોપીએ આધારકાર્ડ સહિતના નકલી દસ્તાવેજ ઉભા કર્યાં હતા બોગસ દસ્તાવેજના આધારે આરોપી સાઉદી અરેબિયા જઈ રહ્યો હતો પૂણેઃ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સાઉદી અરેબિયા જવાનો પ્રયાસ કરી રહેલા 25 વર્ષીય બાંગ્લાદેશી નાગરિકની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આરોપીનું નામ મોહમ્મદ ઉસ્માન […]

કોસ્ટ ગાર્ડે ભારત-બાંગ્લાદેશ દરિયાઈ સરહદ પર સુરક્ષા વધારી

દરેક બોટની તપાસ કરવામાં આવશે સુંદરબન ખાડી વિસ્તારોમાં જહાજો અને ઇન્ટરસેપ્ટર બોટ દ્વારા પેટ્રોલિંગ વધારાયું નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને ભારતીય કોસ્ટ ગાર્ડે પણ મોટા પગલા લીધા છે. કોસ્ટ ગાર્ડે ભારત-બાંગ્લાદેશ દરિયાઈ સરહદ પર દેખરેખ વધારી દીધી છે અને દરેક બોટની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સુંદરબન ખાડી વિસ્તારોમાં ICG જહાજો અને ઇન્ટરસેપ્ટર […]

નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22.48 ટકા વધીને રૂપિયા 6.93 લાખ કરોડ થયું

• નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 22.48 ટકાનો ઉછાળો • ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 24 ટકા વધીને રૂ. 8.13 લાખ કરોડ થયું નવી દિલ્હીઃ આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 11 ઓગસ્ટ, 2024 સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22.48 ટકા વધીને લગભગ 6.93 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. સોમવારે જારી કરાયેલા ડેટામાં, આવકવેરા […]

શેખ હસીનાના ભારતમાં રહેવાથી સંબંધોને નુકસાન નહીં થાય: બાંગ્લાદેશ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મો. તૌહિદ હુસૈને સોમવારે જણાવ્યું હતું કે, ”શેખ હસીનાના દિલ્હીમાં લાંબા સમય સુધી રોકાણથી બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર થશે નહીં, દ્વિપક્ષીય સંબંધો એક મહત્વપૂર્ણ મુદ્દો છે, તે પરસ્પર હિત પર બાંધવામાં આવે છે,” ઢાકામાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્મા સહિતના રાજદ્વારીઓની બ્રિફિંગ પછી પત્રકારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code