1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતે તેની રાષ્ટ્રીય વિકાસ વ્યૂહરચનામાં SDGનો સમાવેશ કર્યો

નવી દિલ્હીઃ યુએનમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ HLPFના ઉદ્ઘાટન દરમિયાન ભારતની સ્થિતિ રજૂ કરી હતી. તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. યોજના પટેલે જણાવ્યું હતું કે, અમે એવા સમયે મળીએ છીએ જ્યારે વિશ્વ પીડાદાયક વાસ્તવિકતાનો સામનો કરી રહ્યું છે કે હાલમાં ફક્ત 12 ટકા SDG લક્ષ્યો ટ્રેક પર […]

બદલાતા ભારતને જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન મંગળવારે પીએમ મોદીએ રશિયાના મોસ્કોમાં એક કોમ્યુનિટી પ્રોગ્રામમાં હાજરી આપી હતી. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીને સાંભળવા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કર્યા હતા.  હું […]

હાથરસ ઘટના અંગે SIT એ રિપોર્ટ સોંપ્યો, યોગી સરકારે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં

લખનૌઃ 2 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોના મોત થયા હતા. અકસ્માતના એક સપ્તાહની અંદર જ SITએ તપાસનો 300 પાનાનો  રિપોર્ટ સરકારને સોંપ્યો છે. આ રિપોર્ટ મંગળવારે મુખ્યમંત્રી યોગી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. SITના રિપોર્ટમાં નારાયણ હરી સાકર ઉર્ફે સૂરજપાલ (ભોલે બાબા)ના નામનો ઉલ્લેખ પણ નથી. તેમજ આયોજકો અને […]

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં ઉત્તરાખંડના પાંચ જવાનો શહીદ થયાં છે. આ સમાચાર બાદ દેવભૂમિ શોકમાં ડૂબી ગઈ છે. પરિવારજનો આઘાતમાં છે ત્યારે શહીદોના ઘર અને ગામડાઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.કઠુઆના બિલવર ઉપજિલ્લામાં બદનોટાના બરનુદ વિસ્તારમાં જેંડા નાળા પાસે આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા […]

રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીયોને પરત મોકલાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમક્ષ રશિયન સેનામાં ફસાયેલા ભારતીયોનો મુદ્દો ઉઠાવ્યા બાદ રશિયાએ રશિયન સેનામાં ફરજ બજાવતા તમામ ભારતીયોને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા ભારતીયોને છેતરીને રશિયન આર્મીમાં ભરતી કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ડઝનબંધ ભારતીયો રશિયન સેનામાં ફસાયેલા છે અને ઘણા ભારતીયો મોરચે તૈનાત છે. રશિયાની […]

સુપ્રીમ કોર્ટમાં હાથસર દૂર્ઘટના કેસની સુનાવણી 12મી જુલાઈએ હાથ ધરાશે

નવી દિલ્હીઃ હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે 12 જુલાઈએ સુનાવણી હાથ ધરાય તેવી શકયતા છે. CJI DY ચંદ્રચુડે કહ્યું કે તેમણે આ કેસની યાદી બનાવવા માટે સૂચના આપી છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈના રોજ ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 121 લોકોના […]

ભારતીય શેરબજારમાં તેજી, મોટા ભાગના શેર લીલા નિશાન ઉપર કરી રહ્યાં છે ટ્રેડિંગ

નવી દિલ્હીઃ સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારે ફરી મજબૂતી મેળવી અને ટ્રેડિંગ લીલા નિશાનમાં જોવા મળ્યું હતું. અગાઉ સોમવારે, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો અસ્થિર સત્ર પછી ફ્લેટ બંધ થયા હતા. મંગળવારે શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સ થોડા પોઈન્ટના ઉછાળા સાથે 80100ને પાર કરી ગયો હતો. બીજી તરફ નિફ્ટીએ 24350 પાર કર્યો હતો. સવારે 9.30 વાગ્યે, 30 શેરો […]

ખેલો ઈન્ડિયા મહિલા વુશુ લીગ: પટિયાલામાં 9 થી 13 જુલાઈ દરમિયાન યોજાશે

નવી દિલ્હીઃ ખેલો ઈન્ડિયા વિમેન્સ વુશુ લીગ સ્પર્ધા 9 થી 13 જુલાઈ દરમિયાન નેતાજી સુભાષ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ, પટિયાલા ખાતે યોજાશે, જેમાં સબ-જુનિયર, જુનિયર અને સિનિયર કેટેગરીના 350 એથ્લેટ્સ તેમની પ્રતિભા દર્શાવશે. SAI પટિયાલા દ્વારા આયોજિત સ્પર્ધામાં સાન્ડા (ફાઇટ) અને તાઓલુ (ફોર્મ) બંનેનો સમાવેશ થશે. તેમાં હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ, જમ્મુ અને […]

રશિયાની મુલાકાત પછી PM મોદી ઓસ્ટ્રિયાની મુલાકાતે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાનો પ્રવાસ પૂર્ણ કરીને આજે ઓસ્ટ્રિયા પહોચશે.. છેલ્લા  40 વર્ષોમાં  ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ  ઓસ્ટ્રીયા યાત્રા છે. અને બંને દેશોના રાજદ્વારી સંબંધો માટે આ યાત્રા ઘણી મહત્વની છે. ભારત અને ઓસ્ટ્રીયા વચ્ચે વેપાર, ટેકનિક અને સતત વિકાસના ક્ષેત્રમાં સંબંધો ધણા મજબૂત છે. ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યાત્રા બંને દેશોના […]

પૂર્વોતરમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હીઃ ભારતના અન્ય  ભાગોની વાત કરીએ તો  પૂર્વોતરમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સતત વરસાદથી નદીઓમાં જળસ્તર પણ વધ્યું છે. તો ઉતરાખંડમાં  પણ  રૂદ્રપ્રયાગ, ટિહરી, ઉત્તરકાશી, દહેરાદૂન, પૌડી ગઢવાલ, ચમોલી અને ઉધમસિંહ નગર જિલ્લામાં હવામાન વિભાગે ભારે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ લોકોને સંવેદનશીલ વિસ્તારમાં જવાની મનાઈ ફરમાવી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code