1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કાશ્મીરઃ આતંકવાદીઓના ગુપ્ત ઠેકાણાનો પર્દાફાશ, વીડિયો આવ્યો સામે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે સ્થળોએ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓના છુપાવાના સ્થળને લગતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, આતંકીઓએ એક મકાનમાં એક કબાટની અંદર ગુપ્ત ઠેકાણું બનાવ્યું હતું. આ ઠેકાણું બહારથી એવી રીતે છુપાયેલું હતું કે અહીં બંકર છે કે નહીં […]

સંદેશખાલી મામલે સુપ્રીમ કોર્ટનો મમતા બેનર્જી સરકારને વેધક સવાલ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે (8 જુલાઈ 2024) પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી ફગાવી દીધી હતી, જેમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પચાવી પાડવા અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા તમામ મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. કોલકાતા હાઈકોર્ટના […]

હૈદરાબાદમાં બોનાલુ ઉત્સવની ધામધૂમથી શરૂઆત

બેંગ્લોરઃ તેલંગાણાની અનોખી સંસ્કૃતિનું પ્રતિક ધરાવતો મહિનો ચાલતો ‘બોનાલુ’ તહેવાર ગોલકોંડાથી શરૂ થયો હતો. અહીંના ઐતિહાસિક ગોલકોંડા કિલ્લામાં દેવી જગદંબિકાને પ્રથમ બોનમ અર્પણ કરીને ઉત્સવની શરૂઆત કરવામાં આવી. લંગર હાઉસથી ગોલકોંડા કિલ્લાના જગદંબા મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ માથે માટલા, ‘પોથરાજુસ’ અને ભક્તોએ ભાગ લીધો હતો. મહિલા ભક્તોએ દેવીને […]

મુંબઈ મુશળધાર વરસાદથી જળબંબોળ, લોકલ ટ્રેન સેવાને અસર

મુંબઈઃ મુંબઈમાં મેઘરાજાએ રૂદ્ર સ્વરૂપ દેખાડ્યું હોય તેમ ગણતરીના કલાકોમાં જ 12 જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેર જળમગ્ન બની ગયો હતો. તેમજ અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. ભારે વરસાદને પગલે મુંબઈની લોકલ રેલ વ્યવહારને પણ વ્યાપક અસર થઈ છે. હવામાન વિભાગ દ્વારા હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં ભારે વરસાદને […]

જાપાનમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં : બે વૃદ્ધોના મોત

નવી દિલ્હીઃ જાપાનમાં ગરમીથી સળગી રહ્યું છે. જાપાન દેશમાં રેકોર્ડ બ્રેક ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે ટોકાઈમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું. જાપાનની હવામાન એજન્સી (JMA) એ 26 જિલ્લાઓ માટે હીટ-સ્ટ્રોક એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીથી સાવધાન રહેવા માટે રહેવાસીઓને અપીલ કરવામાં આવી […]

પ્રધાનમંત્રી મોદી રશિયા અને ઑસ્ટ્રિયાની મુલાકાતે રવાના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાની રાજધાની મોસ્કો જવા રવાના થયા. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના એક્સ હેન્ડલ પર સ્પેશિયલ પ્લેનમાં સવાર થઈ રહેલા પ્રધાનમંત્રીનો ફોટો જાહેર કર્યો છે. સ્પેશિયલ પ્લેન મોસ્કોના વનુકોવો-2 એરપોર્ટ પર સાંજે 5:20 વાગ્યે ઉતરશે. પીએમ મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે રશિયા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી […]

મિત્ર પુતિન સાથે ભારત-રશિયા સંબંધોની સમીક્ષા કરવા આતુરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ અર્થે રવાના થયા હતા. આ પ્રવાસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું 22મા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયન સંઘની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું અને આગામી ત્રણ દિવસમાં ઓસ્ટ્રિયા પ્રજાસત્તાકની મારી સૌપ્રથમ મુલાકાત લઉં છું. ભારત અને રશિયા વચ્ચે છેલ્લાં 10 વર્ષમાં વિશેષ અને […]

અમરનાથ યાત્રાઃ નવ દિવસમાં 1.82 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ કાશ્મીરમાં છેલ્લા નવ દિવસમાં 1.82 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. સોમવારે 5,803 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ કાશ્મીર જવા રવાના થયો હતો. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આજે 5,803 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી બે સુરક્ષા કાફલામાં ખીણ તરફ રવાના થયો. 1862 શ્રદ્ધાળુઓને લઈને […]

સાપુતારા ઘાટ નજીક લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 2 ના મોત

અમદાવાદઃ સાપુતારા ઘાટમાં સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં બે બાળકોના મોત થયા હોવાની પ્રાથિમક વિગત મળી છે. ઘટના સ્થળે સાપુતારા પોલીસ અને 108ની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસમાં 64 વ્યક્તિ હતા. જેમાંથી 62 લોકોનું રેસ્ક્યૂ કરી લેવાયું છે જ્યારે બેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે 5ની હાલત ગંભીર હોવાનું […]

ભગવાન જગન્નાથ રથયાત્રા 2024નો આજે બીજો દિવસ

નવી દિલ્હીઃ ઓડિશાના પુરીમાં આયોજિત બે દિવસીય ભગવાન જગન્નાથ રથયાત્રા 2024નો આજે (સોમવાર) બીજો દિવસ છે. થોડા સમય બાદ ફરી ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થશે. ગઈકાલે રવિવારે (7 જુલાઈ) સૂર્યાસ્ત બાદ રથયાત્રાને અટકાવી દેવામાં આવી હતી. રવિવારે બપોરે, હજારો લોકોએ પુરીના 12મી સદીના જગન્નાથ મંદિરથી લગભગ 2.5 કિમી દૂર ગુંડીચા મંદિર તરફ વિશાળ રથ ખેંચ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code