1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાલિતાણાના નાની રાજસ્થળી ગામમાં પાણીના ખાડાંમાં ડૂબી જતાં બે બાળકોના મોત

ભાવનગરઃ જિલ્લામાં વરસાદને લીધે નદી, નાળાં અને તળાવોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ બની રહ્યા છે. જિલ્લાના પાલિતાણા તાલુકાના નાના રાજસ્થળી ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે બાળકોના મોત નિપજતા નાના એવા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામના સીમ વિસ્તારમાં જાંબુ લેવા બે બાળકો ગયા […]

રાજકોટમાં રથયાત્રામાં ભાવિકો ઉમટી પડ્યાં, અઘોરી બાવાઓનું નૃત્ય જોવા લોકો ટોળે વળ્યાં,

રાજકોટઃ શહેરમાં આજે અષાઢી બીજના દિને નાનામવા રોડ પર આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી નિકળેલી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. રથયાત્રાના પ્રારંભ પહેલા પહિંદ વિધિ મુખ્ય મહંત ત્યાગી મનમોહન દાસજીની ઉપસ્થિતિમાં પોલિસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે રાજકોટના રાજવી માંધતાસિંહના પરિવાર દ્વારા ધાર્મિક વિધિ-વિધાન પૂર્વક પૂજા-અર્ચના કરવામાં […]

ભારતમાં રોકાણનો ઉછાળો: 15,000થી વધુ નવી કંપનીઓએ કરવી નોંધણી

નવી દિલ્હીઃ જૂન મહિનામાં 15,000થી વધુ કંપનીઓએ ભારતમાં તેમના એકમો સ્થાપવા માટે નોંધણી કરાવી. આ 15,000 કંપનીઓમાં ઘણી વિદેશી કંપનીઓનો પણ સમાવેશ થાય છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાતી મોટી સંખ્યામાં મશીનોનું ઉત્પાદન કરે છે યુકેની કંપની ઓગર ટોર્ક યુરોપ લિમિટેડ, જે વિદેશી કંપનીઓમાંની એક છે જેણે ભારતમાં કામગીરી શરૂ કરવા માટે નોંધણી કરી છે, તે પૃથ્વીની […]

જગન્નાથ મોસાળમાં પધાર્યા, ભાણેજને આવકારવા સરસપુર ઉમટ્યું, લાખો ભક્તોએ પ્રસાદ આરોગ્યો

અમદાવાદઃ  ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળ સરસપુર પહોંચતા ભાણેજને આવકારવા સરસપુર ઉમટ્યું હતું.  મોસાળમાં જગન્નાથના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસપુર બ્રિજ પર જનમેદની ઉમટી પડી હતી. જય જગન્નાથજીના નાદ સાથે મોસાળમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રથયાત્રાને વિશ્રામ અપાયા બાદ લાખો ભાવિકોએ પ્રસાદ આરોગ્યો હતો. સરસપુરની તમામ શેરીઓમાં ભક્તો માટે […]

નરેન્દ્ર મોદીએ મસૂદ પેઝેશ્કિયને ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મસૂદ પેઝેશ્કિયનની ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદી કહ્યું કે, તેઓ ભારત અને ઈરાન અને વિસ્તારના લોકોના લાભ માટે ઉષ્માભર્યા અને લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પેઝેશ્કિયન સાથે નજીકથી કામ કરવા આતુર છે. પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી તરીકેનો હોદ્દો સંભાળવા બદલ અને […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને 500 કિલો જાંબુનો અન્નકૂટ ધરાવાયો

બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે અષાઢી બીજના દિને દાદાને 500 કિલોનો જાંબુનો અન્નકૂટ ધરાવાયો છે.  તથા દાદાની મૂર્તિને રથયાત્રાની પ્રતિકૃતિ બનાવી શણગાર કરાયો છે. અને આજે સવારથી જ અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. […]

પાલનપુરમાં જગન્નાથજીની રથયાત્રામાં ભાવિકોને 16000 રોપાઓનું વિતરણ કરાયું

પાલનપુરઃ બનાસકાંઠામાં આજે અષાઢી બીજના દિને પાલનપુર, ડીસા અને થરાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળતા મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. પાલનપુરના મોટા રામજી મંદિરથી પરંપરાગત રૂટો પર રથયાત્રા નિજ મંદિરથી નીકળતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છોડમાં રણછોડ છે. તેને સાર્થક કરતા રથયાત્રામાં […]

ગુજરાતીઓ ફરવાના ભારે શોખિન, દિવાળી વેકેશનની કેટલીક ટ્રેનોમાં બુકિંગ માટે ધસારો

અમદાવાદઃ ગુજરાતીઓ ફરવાના સૌથી વધુ શોખિન હોય છે. દેશના કોઈપણ પર્યટર સ્થળોએ જાવ તો ગુજરાતી પરિવારો તો મળશે જ. દિવાળી વેકેશનને ત્રણ મહિનાથી વધુ સમય બાકી છે. ત્યારે ઘણાબધા પરિવારોએ દિવાળી વેકેશનમાં દેશના જાણીતા પર્યટક અને ધાર્મિક સ્થળોએ ફરવા જવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. તેના લીધે ટ્રેનોમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. કહેવાય છે કે, […]

ખાનગી યુનિવર્સિટીમાં હવે બીસીએ અને બીબીએની ફી સરકાર નક્કી કરશે, સંચાલકોએ કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બીસીએ અને બીબીએ સહિતના અભ્યાસક્રમોમાં મનમાની ફી લેવાતી હોવાની ફરિયાદો ઊઠી હતી. ખાનગી યુનિવર્સિટીઓમાં ફીના માળખામાં એક સમાનતા જળવાતી નથી. જે યુનિવર્સિટીઓ પાસે પુરતું ઈન્ફાસ્ટ્રચર કે પુરતી ફેકલ્ટી નહોવા છતાંયે ફીનું ધોરણ ઊંચુ હોવાની સરકારને રજુઆત મળ્યા બાદ હવે આવતા વર્ષથી એટલે કે વર્ષ 2025-26ના શૈક્ષણિક સત્રથી ફી નિર્ધારણ કમિટી […]

ઉત્તર પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

લખનૌઃ હવામાન વિભાગે દેશના ઘણા ભાગમાં વરસાદ માટેની ચેતવણી આપી છે. ઉ.પ્ર ના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ભાગમાં કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. તો અરૂણાચલ, અસમ, અને મેઘાલયમાં પણ 8 જુલાઇ થી 10 જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code