1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પતિએ આપેલા તલાકનો પત્ની વિરોધ કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકેઃ હાઈકોર્ટ

બેંગ્લોરઃ મુસ્લિમ તલાકને લઈને મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, જો પતિ તરફથી તલાક આપવા ઉપર પત્ની ઈન્કાર કરે તો કોર્ટ દ્વારા જ છુટાછેટા થઈ શકે છે. હાઈકોર્ટે તમિલનાડુની શરિયત કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ છૂટાછેડા પ્રમાણપત્રને ગેરકાયદેસર જાહેર કર્યું છે. કોર્ટે બીજી વખત લગ્ન કરનાર પતિને તેની પ્રથમ પત્નીને વળતર […]

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! વસ્તી ગણતરી 2025 માં શરૂ થઈ શકે છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વસ્તી ગણતરીને લઈને મોટી માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આગામી વર્ષથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. વસ્તી ગણતરી આવતા વર્ષે 2025 થી 2026 સુધી થશે. કોરોના રોગચાળાને કારણે, 2021 માં યોજાનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવી પડી હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હવે […]

જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર કર્યું ફાયરિંગ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના કાફલા ઉપર ગોળીબાર કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે તેમજ સુરક્ષા જવાનોએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનારા આતંકીઓની સંખ્યા ત્રણથી ચાર માનવામાં આવે છે. જે હાલ એક સ્થાનિક મંદિરની આસપાસ છુપાયેલા છે. આ આતંકવાદી પ્રવૃતિની […]

ટ્રુડો સરકારના આ જાહેરાતથી કેનેડામાં વસવાટ કરતા અનેક ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ કેનેડાને અત્યાર સુધી આપડે ડ્રીમ ડેસ્ટીનેશન તરીકે જોતા આવ્યા છે. પરંતુ ગુજરાતીઓ માટે એક કપરા કે પછી આંચકા સમાન સમાચાર સામે આવ્યા છે જે મુજબ  કેનેડાની સરકારે  PRમાં 21% ના ઘટાડાની જાહેરાત કરી છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં 2024માં 1,20,000 પર્મનેન્ટ રેસીડેન્સી (PR)ની અરજીઓમાં કટ કરવાનો ચોંકાવનારો નિર્ણય લીધો છે. […]

દિવાળીના પર્વમાં વાઘવારસના તહેવારનું જાણો વિશેષ મહત્વ….

વાઘબારસ, આ શબ્દ બોલીએ ત્યારે મોટાભાગનાં લોકો માને કે છે કે આ બારસ સાથે વાઘ ને કોઈ સંબંધ હશે, પણ નાં એવું નથી. સાચું નામ શું છે હું તમને જણાવું. મિત્રો વાક્‘ નું અપભ્રંશ થતાં લોકબોલીમાં કહેવાયું ‘વાઘબારસ‘. દિવાળી ઉત્સવના પ્રારંભની ઘડી એટલે જ વાઘ બારસ કે જેને આપણે વાક બારસ, વસુ બારસ અને ગોવત્સ […]

અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના, ટ્રમ્પએ ચીન ઉપર કર્યાં આકરા પ્રહાર

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે ચીન સાથે સંઘર્ષની સ્થિતિમાં અમે તેમને હરાવીશું. તેમણે કહ્યું કે અમારી પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં અમેરિકા પ્રત્યે સન્માનના અભાવ વિશે બોલતા ટ્રમ્પે કહ્યું, ‘તેઓએ અહેવાલ જારી કર્યો છે કે જો અમે ચીન સાથે યુદ્ધમાં […]

દિવ્યાંગ આર્ટિસ્ટને મળવા માટે નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રીએ રોડ-શોમાં કાફલો અટકાવ્યો

વડોદરાઃ ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા.  પૂર્વોક્ત મુજબ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા […]

ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે: સ્પેનના પ્રધાનમંત્રી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે વડોદરામાં C-295 લશ્કરી વિમાનોના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કર્યું હતું. ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની આ પ્રથમ અંતિમ એસેમ્બલી લાઇન હશે. આ પ્રસંગે સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભારતને પાવરહાઉસ બનાવવા પર છે અને […]

‘ઈઝરાયલી હુમલાને ઓછો ન આંકવો જોઈએ…’, ઈરાનના સુપ્રીમ લીડરની અધિકારીઓને તાકીદ

તહેરીનઃ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા સૈયદ અલી ખામેનીએ ઈઝરાયેલના હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ઈરાન વિરુદ્ધ ઈઝરાયલના તાજેતરના ‘તોફાની કૃત્ય’ને ન તો અતિશયોક્તિપૂર્ણ કે ન ઓછું આંકવું જોઈએ. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNA અનુસાર, સર્વોચ્ચ નેતાએ આ ટિપ્પણી કરી હતી જ્યારે તેઓ ઈરાની સૈન્ય કર્મચારીઓના પરિવારોને મળ્યા હતા, જેઓ દેશની સુરક્ષાની રક્ષા કરતી વખતે […]

ઈરાનમાં હુમલો ચોક્કસ અને શક્તિશાળી હતોઃ ઈઝરાયલ PM બેન્જામિન નેતન્યાહુ

તેલઅવીલઃ પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેઓ ઈરાન પર ઈઝરાયેલના હવાઈ હુમલાના પરિણામોથી ખુશ છે. “ઈરાનમાં હુમલો ચોક્કસ અને શક્તિશાળી હતો, જેણે તેના તમામ ઉદ્દેશ્યો હાંસલ કર્યા” અલ જઝીરાના રિપોર્ટ મુજબ નેતન્યાહુએ કહ્યું,  “અમે વચન આપ્યું હતું કે અમે ઈરાની હુમલાનો જવાબ આપીશું અને શનિવારે અમે હુમલો કર્યો,”  ગયા વર્ષે 7 ઓક્ટોબરે થયેલા હુમલાની હિબ્રુ કેલેન્ડર વર્ષગાંઠ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code