1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાડોશી દેશોએ ના પાડ્યા બાદ અગસ્તા-2 શિપને અલંગમાં લવાતા IB, ATS , કસ્ટમે શરૂ કરી તપાસ

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં તાજેતરમાં અગસ્તા-2 નામનું શિપ ભંગાવવા માટે આવ્યું છે. અગસ્તાં-2 જહાંજને કહેવાય છે. કે, પાડોશી દેશ પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં શિપબ્રેકિંગ માટે વેચવાની કોશિશ નિષ્ફળ રહ્યા બાદ અગસ્તા-2 જહાજને અલંગ શિપ રિસાઇક્લિંગ યાર્ડમાં ભંગાવા માટે લાવવામાં આવ્યું છે. આ શિપ આવી પહોંચતાં દેશની ટોચની ગુપ્તચર સંસ્થાઓ એલર્ટ થઈ ગઈ છે અને તપાસ […]

શહેરી વિસ્તારોમાં એરહોર્ન વગાડવા પર પ્રતિબંધ છતાં વાહનચાલકો સામે પગલાં કેમ લેવાતા નથી ?

અમદાવાદઃ ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં અવાજનું પ્રદુષણ વધતું જાય છે. ધ્વની પ્રદુષણ સામે સરકારે નિયમો તો બનાવ્યા છે પરંતુ તેનું પાલન કરાવવામાં તંત્ર તદ્દન નિષ્ક્રિયતા રહ્યુ છે. શહેરી વિસ્તારોમાં વાહનો દ્વારા એર હોર્ન વગાડવાની મનાઈ છે અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલો નજીક તો સાયલેન્સ ઝોન હોય છે. પરંતુ નિયમોનો સરેઆમ ભંગ કરીને ટ્રક કે […]

મોરવા હડફમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ કરીને SOG એ ખેડૂતને ઝડપી લીધો

અમદાવાદઃ રાજ્યમાં નશાનો કાળો કારોબાર કરનાર માફિયાઓ અને પેડલરોને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અવાર-નવાર માદક દ્રવ્યોના જથ્થા સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવે છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્રએ ડ્ર્ગ્સના નેટવર્કને તોડી પાડીને યુવાનોને નશાના રવાડે અટકાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું […]

રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળામાં 725 શિક્ષકની ઘટ, વિદ્યાર્થીઓના ભણતર પડતી અસર

રાજકોટઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ રહી છે. ઘણીબધી એવી શાળાઓ છે, જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સરકારે વિદ્યાસહાયકોની ભરતીનું મેરિટલિસ્ટ જાહેર કરી દીધુ છે. હવે સ્થળ પસંદગીની પ્રકિયા હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ખાલી 725 […]

ગુજરાતમાં બે વર્ષમાં સિંહ અને દીપડાના હુમલામાં 34 લોકોએ જીવ ગુમાવ્યાં, વળતર ચુકવાયું

અમદાવાદઃ  ગુજરાતમાં સિંહ અને દીપડાની વસતી વધતી જાય છે. બીજીબાજુ ફોરેસ્ટ વિસ્તારમાં ઘટાડો થઈ રહ્યો છે. એટલે ગીરના જંગલમાંથી વનરાજોએ હવે રેવન્યુ વિસ્તારમાં આવીને વસવાટ શરૂ કર્યો છે. સિંહ શિકારની શોધમાં હવે ગીર વિસ્તારોના ગાંમડાઓ જ નહીં પણ છેક રાજકોટના પાદર સુધી આવી ગયા છે.  સાથે દીપડાઓની વસતીમાં વધારો થયો છે. દીપડા માત્ર ગીરના જંગલ […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાર્કિંગના સ્થળ નક્કી કરવાનું કામ ખાનગી કંપનીને સોંપાયું

અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે વર્ષમાં વાહનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેના લીધે ઠેર ઠેર ટ્રાફિકના પ્રશ્નો સર્જાય રહ્યા છે. સાથે જ પાર્કિંગનો પ્રશ્ન પણ માથાના દુઃખાવારૂપ બન્યો છે. મ્યુનિ. કોર્પોરેશને વર્ષ  2021માં બનાવેલી પાર્કિંગ પોલિસી હેઠળ નક્કી કરેલાં 200 ઓનસ્ટ્રીટ પાર્કિંગના કોન્ટ્રાક્ટ લેવા કોઈપણ કોન્ટ્રાક્ટર તૈયાર થતા નથી. લોકો પૈસા ચૂકવતા ન હોવાથી સર્જાયેલી […]

બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સદસ્યો અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મળી બેઠક

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી  ગૃપના 8 જેટલા પાર્લામેન્ટ્રી મેમ્બર્સની ગાંધીનગરમાં મહત્વપૂર્ણ મુલાકાત બેઠક યોજાઇ હતી. આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી  ગૃપ યુ.કે ભારત અને ગુજરાત વચ્ચે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં ભારતની મુલાકાતે છે તે દરમ્યાન ગુજરાત પ્રવાસ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના […]

ગુજરાત દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનશે: આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે અમને જવાબદારી સોંપી છે. અમે અમારી જવાબદારી સમજીને ગુજરાત રાજયને દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનાવવાનો નિર્ધાર કર્યો છે એમ રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. છોટાઉદેપુર જીલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને […]

ભટિંડામાં સૈન્ય મથકમાં ગોળીબારની ઘટના અંગે રાજનાથ સિંહે સેના પાસે રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે પંજાબના ભટિંડામાં સૈન્ય મથક પર થયેલી ગોળીબારની ઘટના અંગે સેના પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ પંજાબ સરકારે પણ ભટિંડા પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ભારતીય સેનાએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી […]

આણંદની એક સ્કૂલમાં ધો-8ની પરીક્ષાના પેપર ફૂટ્યાં, વાલીઓમાં રોષ

અમદાવાદઃ રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ અટકાવવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારે આકરા કાયદા બનાવ્યાં છે અને તેનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં જ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે એટલું જ નહીં ચાલુ મહિનામાં જ તંત્ર તલાટી-કમ-મંત્રીની ભરતીની પરીક્ષાનું આયોજન કરી રહી છે. ત્યારે હવે આણંદની એક સ્કૂલમાં ધો-8ની પરીક્ષાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code