1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સદસ્યો અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મળી બેઠક
બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સદસ્યો અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મળી બેઠક

બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સદસ્યો અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મળી બેઠક

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી  ગૃપના 8 જેટલા પાર્લામેન્ટ્રી મેમ્બર્સની ગાંધીનગરમાં મહત્વપૂર્ણ મુલાકાત બેઠક યોજાઇ હતી. આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી  ગૃપ યુ.કે ભારત અને ગુજરાત વચ્ચે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં ભારતની મુલાકાતે છે તે દરમ્યાન ગુજરાત પ્રવાસ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના 8 જેટલા પાર્લામેન્ટ્રી મેમ્બર્સ સાથેની મીટીંગમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપને કારણે દેશ-વિદેશ સાથે વેપાર-ઉદ્યોગ વ્યાપકપણે વિકસ્યો છે અને ગુજરાત તેમના નેતૃત્વમાં અન્ય રાજ્યો અને રાષ્ટ્રો સાથે હંમેશા ઉષ્માપૂર્ણ સંબંધો માટે તત્પર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રો-એક્ટીવ પોલિસી મેકીંગ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ તેમજ રોબસ્ટ ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાપૂર્ણ ગુણવત્તાયુકત સમાજજીવનને કારણે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની વિસ્તૃત છણાવટ બ્રિટીશ પાર્લામેન્ટના આ સભ્યો સમક્ષ કરી હતી.

તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વેપાર, ઉદ્યોગ, મેન્યૂફેક્ચરીંગ હરેક ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ રહેલું છે અને વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે વિદેશી રોકાણોની પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં એવું સાનુકૂળ વાતાવરણ વ્યાપાર-ઉદ્યોગ માટે બન્યું છે કે એકવાર ગુજરાતમાં પોતાનો વ્યવસાય, ઉદ્યોગ શરૂ કરનારા રોકાણકારો પછી ગુજરાતમાં જ સ્થાયી થઇ જાય છે-અન્ય કયાંય જતા નથી. મુખ્યમંત્રીએ સોલાર તથા વિન્ડ એનર્જી ઉત્પાદનમાં અને ગ્રીન-કલીન ઊર્જામાં ગુજરાત દેશમાં 15 ટકા જેટલું યોગદાન આપે છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રી સાથેની આ બેઠક દરમ્યાન બ્રિટીશ પાર્લામેન્ટના આ ઓલ પાર્ટી ડેલિગેશનના સદસ્ય સાંસદોએ ખાસ કરીને સોલાર રૂફટોપ, ગ્રીન ગ્રોથ, વેસ્ટ ટુ એનર્જી, સ્ટીલ પ્લાન્ટ સહિત ગુજરાતમાં ઉદ્યોગો માટે કન્ડ્યુસીવ એટમોસ્ફિયર વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો. ગુજરાત પાસે લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સપ્લાય ચેઇનની જે સુદ્રઢ વ્યવસ્થા છે તેનાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા અને ગુજરાત ગ્લોબલ ગેટ-વે બની શકે તેમ છે તેવો મત દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સદસ્યોને ગિફટ સિટીની વર્લ્ડકલાસ સુવિધાઓ અને IFSC, વગેરેની પ્રત્યક્ષ અનૂભુતિ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમજ ભૂપેન્દ્ર પટેલે યુ.કે ની બેસ્ટ ગ્લોબલ યુનિવર્સિટીઝ પણ ગિફટ સિટીમાં પોતાના કેમ્પસ શરૂ કરે તેવો પણ અનુરોધ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code