1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાડોશી દેશોએ ના પાડ્યા બાદ અગસ્તા-2 શિપને અલંગમાં લવાતા IB, ATS , કસ્ટમે શરૂ કરી તપાસ
પાડોશી દેશોએ ના પાડ્યા બાદ અગસ્તા-2 શિપને અલંગમાં લવાતા IB, ATS , કસ્ટમે શરૂ કરી તપાસ

પાડોશી દેશોએ ના પાડ્યા બાદ અગસ્તા-2 શિપને અલંગમાં લવાતા IB, ATS , કસ્ટમે શરૂ કરી તપાસ

0
Social Share

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં તાજેતરમાં અગસ્તા-2 નામનું શિપ ભંગાવવા માટે આવ્યું છે. અગસ્તાં-2 જહાંજને કહેવાય છે. કે, પાડોશી દેશ પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં શિપબ્રેકિંગ માટે વેચવાની કોશિશ નિષ્ફળ રહ્યા બાદ અગસ્તા-2 જહાજને અલંગ શિપ રિસાઇક્લિંગ યાર્ડમાં ભંગાવા માટે લાવવામાં આવ્યું છે. આ શિપ આવી પહોંચતાં દેશની ટોચની ગુપ્તચર સંસ્થાઓ એલર્ટ થઈ ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. અગસ્તા-2 શિપ વર્ષ 1991માં બનાવવામાં આવેલું છે. 9920 મેટ્રિક ટન વજન ધરાવતા આ જહાજ તેની જળ મુસાફરીઓ દરમિયાન હથિયારોની તસ્કરીમાં સંડોવાયેલું હોવાની બાબતે ભારે ચકચાર મચાવેલી છે. છેલ્લા એક વર્ષથી જહાંજ ઉપયોગમાં લેવાયું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના અલંગ યાર્ડમાં અગસ્તા-2 જહાંજ ભંગાવવા માટે લાવવામાં આવ્યું છે. 183 મીટર લાંબું અને 32 મીટર પહોળા આ અગસ્તા-2 જહાજને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ વેચવા માટે દુબઇ સ્થિત તાહિર લાખાણીએ ખૂબ કોશીશ કરી હતી, પરંતુ નિયમોની દ્રષ્ટિએ સાવ કંગાળ જેવા પાકિસ્તાન અને બાંગ્લાદેશ દ્વારા પણ અગસ્તા-2 જહાજને પોતાના દેશમાં પ્રવેશવા દેવામાં આવ્યુ ન હતુ તે સમયે વેપારી દ્વારા જહાજને વેચવાના અનેક પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. 6 માસ અગાઉ ભાવનગર જિલ્લાના અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં પણ આ જહાજ વેચવાની પેરવી કરવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ રહી હતી. આમ છેલ્લા એક વર્ષથી અગસ્તા-2 જહાજ વેચવાના અથાગ પ્રયત્નોને સફળતા હાથ લાગી ન હતી. ત્યારબાદ અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડના પ્લોટ નં.16  દ્વારા વિવાદાસ્પદ અગસ્તા-2 ખરીદવામાં આવ્યુ છે, અને અલંગ આઉટર એન્કરેજ ખાતે આ જહાજ આવી પહોંચ્યું છે.અગસ્તા-2 જહાજ પર દેશની ટોચની ગુપ્તચર શાખાઓ નજર રાખીને બેઠી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ, કસ્ટમ્સ, નેવી, કોસ્ટગાર્ડ, એટીએસ સહિતની એજન્સીઓને આ જહાજ અંગેના ઇનપુટ સાંપડેલા છે, તેથી તેની ચકાસણી કરવામાં આવી રહી છે.આમ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જે જહાજને ભાંગવા માટેની કોશિષ નાકામિયાબ રહી તે જહાજ અગસ્તા-2 ભંગાવા માટે અલંગ શિપ યાર્ડમાં આવતા ગુપ્તચરોની નજર જતા તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાનજહાંજ ખરીદનારી એજન્સીએ પણ તપાસ એજન્સીઓને તમામ સાથ-સહકાર આપવાની ખાતરી આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code