1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ કેટલી બેઠકો પર 5 લાખની લીડ મેળવી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો તેમજ 5 વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ તા.4થી જુનને મંગળવારે જાહેર થશે, એચલે ચૂંટણીના પરિણામોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. શનિવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થયા એમાં ભાજપ-એનડીએ ફરીવાર સત્તાના સૂત્રો સંભાળશે એવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ એકાદ બેઠક મેળવે એવું અનુમાન કરવામાં […]

ગુજરાતમાં શૈક્ષણિક સત્રના પ્રારંભથી સ્કૂલવાનના ચેકિંગ માટે RTOને સુચના, ખાસ ટીમ બનાવાશે

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ વિભાગો સક્રિય બન્યા છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી શાળાઓ ખૂલતા જ સ્કુલવાનના ચેકિંગ માટે આરટીઓને રાજ્ય સરકારે સુચના આપી છે. આરટીઓ દ્વારા ખાસ ટીમો બનાવીને સ્કૂલવાનનું ચેકિંગ કરવામાં આવશે. રાજ્યમાં 13મી જુનથી શાળાઓ શરૂ થશે. બાળકોને તેમના ઘેરથી શાળાએ લઈ જતી અને લાવતી સ્કૂલ વાન અને રિક્ષામાં સુરક્ષાને […]

ગુજરાતમાં વિવિધ રોગના સ્પેશ્યાલિસ્ટ સરકારી તબીબોના પગારમાં વધારો કરાશે,

અમદાવાદઃ ગાંધીનગર ખાતે તાજેતરમાં આરોગ્ય વિભાગના સચિવના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તથા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વડાઓ સાથે બેઠક મળી હતી. જેમાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ તબીબોની ઘટ નિવારવા માટે ક્લાસ-1 તબીબોને  રૂ.95 હજારથી વધુ રૂ.1.30 લાખ પગાર ચૂકવવા વૈચારિક સંમતિ અપાઇ હતી. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આચારસંહિતા પૂર્ણ થયા બાદ જાહેરાત કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગના […]

વડોદરામાં ફાયર સેફ્ટીના મુદ્દે વેપારીઓને નોટિસ આપ્યા વિના જ દુકાનો સીલ કરાતા અસંતોષ

વડોદરાઃ રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાતના તમામ શહેરોમાં ફાયર સેફ્ટીના મુદ્દે ઝુબેશ ચલાવવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ ફાયર સેફ્ટી ન હોય એવા બિલ્ડિંગો, એકમો સીલ કરવામાં આવી રહી છે. શહેરના સરદાર ભુવનના ખાંચામાં 125 દુકાનોને સીલ મારવામાં આવતા વેપારીઓએ વિરોધ કરી ધરણા ઉપર બેસી ગયા હતા. દરમિયાન વેપારી મંડળે મ્યુનિ. કોર્પોરેશન કચેરી ખાતે જઈને […]

ગુજરાતમાં ગરમીના લીધે શાળાઓમાં વેકેશન લંબાવવા શાળા સંચાલકોની CMને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. અને 13મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. બીજી બાજુ જુનના બીજા-ત્રીજા સપ્તાહમાં 41થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. ત્યારે શાળાઓને ઉનાળું વેકેશનમાં એક સપ્તાહનો વધારો કરવા શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્યમાં શાળાઓનું વેકેશન 13 જૂનને બદલે 20 […]

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે બે મહિનામાં મેટ્રો ટ્રેન દોડતી થશે, કેબલ બ્રિજનું લોડ ટેસ્ટીંગ કરાયુ

ગાંધીનગરઃ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા બે મહિનામાં દોડતી થઈ જશે. મેટ્રોનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલ ગીફ્ટસિટીથી નેશનલ લો યુનિવર્સિટી સુધી ટ્રાયલ રન ચાલી રહ્યો છે. તેમજ સાબરમતી પરના ગિફ્ટસિટી પાસેનો પુલ તથા સુઘડ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ બ્રિજ ઉપર લોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નર્મદા કેનાલ પુલ ઉપર […]

ગુજરાતમાં 7મી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થશે, હજુ બે-ત્રણ દિવસ અસહ્ય ગરમી રહેશે

અમદાવાદઃ દક્ષિણ ભારતમાં કેરળમાં બે દિવસ પહેલા જ વાજતે-ગાજતે ચોમાસું આગમન થયા બાદ ચોમાસું આગળ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 7મી જુનથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે. અને 15 જુન બાદ ગુજરાતમાં મેધરાજાનું વિધિવત આગમન થઈ જશે. હાલ રાજ્યમાં તાપમાન 40થી 42 ડિગ્રીની આસપાસ નોંધાય રહ્યું છે. હજુ બે-ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ત્યાર […]

વર્ષ 1952થી 2019 સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, જાણો

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે, હવે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે મંગળવારે જ ખબર પડશે કે કોની સરકાર બની રહી છે. દેશમાં પ્રથમવાર 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે કોંગ્રેસનો જંગી બેઠકો સાથે વિજ્ય થયો હતો. અંતિમ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ […]

ફરીવાર સરકાર બનશે તો શું છે ભાજપાનો દેશમાં વિકાસ માટેનો રોડમેપ, જાણો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ વિવિધ સંસ્થાઓએ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. જેમાં ભાજપાની આગેવાનીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જો કે, 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે ત્યારે જ ખબર પડશે કે, લોકસભાની ચૂંટણીમાં કોણ જીતી રહ્યું છે. જો એનડીએની સરકાર બનશે તો ભાજપાએ સંપલ્પપત્રને પૂર્ણ કરવા માટે […]

લોકસભા ચૂંટણીઃ BJP અને I.N.D.A. એ પ્રચાર-પ્રસારમાં એડીચોટીનું જોર લગાવ્યું, જાણો કોણે કેટલી રેલી-રોડ શો યોજ્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું શનિવાર પૂર્ણ થઈ ચુક્યું છે અને ચાર જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. બીજી તરફ મોટાભાગની સંસ્થાઓએ જાહેર કરેલા એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. જો કે, ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ જનતાને રીઝવવા ઘણી મોટી રેલીઓ, ચૂંટણી પ્રચાર અને રોડ શો કર્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code