1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાત ટુરીઝમના વર્ષોથી બંધ પડેલા બેન્ક ખાતામાંથી 2 કરોડ ટ્રાન્સફરનું કૌભાંડ પકડાયું

યુનયન બેન્કના સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજરનું કારસ્તાન ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ટુરિઝમના બે અધિકારીઓની ખોટી સહી કરી બંધ ખાતાને એક્ટિવેટ કરાયું ગાંધીનગરઃ બેન્ક કર્મચારીઓ દ્વારા ફ્રોડના બનાવો વધી રહ્યા છે. રાજકોટમાં બેન્કમાં ગિરવે મુકેવું સોનું ગાયબ થઈ જવાની ઘટના તાજી જ છે. ત્યાં ગાંધીનગરમાં કુડાસણ સ્થિત યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં સરકારી […]

સાસણના પ્રવાસે ગયેલા રાજકોટની સ્કૂલના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડુબી જતા મોત

શાળાના શિક્ષકોની બેદરકારી સામે સવાલો ઉઠ્યાં શાળા સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો રાજકોટઃ શાળાઓના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સરકારે કડક નિયમો બનાવ્યા પણ કેટલીક સ્કૂલો તેનું પાલન કરતી નથી. રાજકોટ શહેરની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓને સાસણ ગીરના પ્રવાસ માટે લઈ જવાયા હતા. ત્યારે સાસણના એક રિસોર્ટના […]

સુરત શહેરમાં પ્રતિબંધિત સમયમાં જ ભારે વાહનોની બેરોકટોક અવર-જવર

માટી ભરીને દાડતા ડમ્પરોને લીધે પ્રદૂષણમાં વધારો પીકઅપ અવર્સમાં દોડતા ભારે વાહનોથી સર્જાતો ટ્રાફિકજામ ટ્રાફિક પોલીસ દ્વારા હવે ભારે વાહનો સામે ડ્રાઈવ કરાશે સુરતઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. તેના કારણે ટ્રાફિકની સમસ્યા દરેક વિસ્તારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને પીકઅપ સમયમાં ટ્રાફિકજામની સમસ્યા સૌથી વધુ રહેતી હોય છે. […]

માંડલ-વિરમગામ હાઈવે પર પીકઅપ વાન અને બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

પીકઅપ વાને અકાએક પલટી ખાધી અને બે કાર વાન સાથે અથડાઈ બન્ને કારને ભારે નુકસાન થયુ, એરબેગ ખૂલી જતા જાનહાની ટળી બન્ને કારના પ્રવાસીને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા વિરમગામઃ માંડલ-વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, સેન્ટિંગનો માલ સામાન ભરીને જઈ રહેલા પીકઇપ વાન (ડાલુ) કોઈ કારણ રોડ પર એકાએક પલટી ગયુ હતુ. ત્યારે પૂર […]

અમદાવાદઃ મ્યુનિસિપલ શાળાઓ હવે ઋષિ-મુનિઓનાં નામથી ઓળખાશે

અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Municipal schools named after sages and sages અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જાળવતી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તે અંતર્ગત નારણપુરા વિધાનસભાના નવાવાડજ વિસ્તારમાં આવેલી પાંચ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને ભારતીય વૈદિક પરંપરાના મહાન ઋષિ-મુનિઓનાં નામે નામકરણ કરવામાં આવ્યું. આ નામકરણ કાર્યક્રમ 20 ડિસેમ્બરે, મેયર […]

ગુજરાત પોલીસમાં બઢતી: 68 PI ને DySP તરીકે પ્રમોશન

ગાંધીનગર, 20 ડિસેમ્બર 2025ઃ Gujarat Police Transfers and Promotions ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લાંબા સમયથી ફરજ બજાવતા 68 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DySP) તરીકે બઢતી આપવામાં આવી છે. આ સાથે જ 7 DySP સ્તરના અધિકારીઓની બદલીના […]

અમદાવાદને મળી પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રેનનું સ્વાગત કોલકાતામાં કર્યું

કોલકાતા, 20 ડિસેમ્બર, 2025ઃ first “Make in India” metro train અમદાવાદને તેની મળી પ્રથમ “મેક ઇન ઇન્ડિયા” મેટ્રો ટ્રેન મળી છે. કોલકત્તા નજીક ટિટાગઢ રેલ સિસ્ટમ્સના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચીસનું લોન્ચિંગ કર્યું હતું. ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા તેના ફેસેલિટી પ્લાન્ટમાં આ ટ્રેન મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રીતે […]

ઈઝરાયેલ-UAEની દોસ્તીમાં નવો વળાંક: સીક્રેટ હથિયાર ડીલનો ખુલાસો

ગઝામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સમગ્ર મુસ્લિમ વિશ્વમાં ઈઝરાયેલના બહિષ્કારની માંગ ઉઠી રહી છે, ત્યારે ઈસ્લામિક જગતના શક્તિશાળી દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ઈઝરાયેલ સાથે 2.3 અબજ ડોલર (આશરે 19000 કરોડ રૂપિયાથી વધુ) ની ગુપ્ત સંરક્ષણ સમજૂતી કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ફ્રાન્સ સ્થિત ‘ઈન્ટેલિજન્સ ઓનલાઈન’ના અહેવાલ મુજબ, આ ડીલ હેઠળ ઈઝરાયેલની દિગ્ગજ કંપની […]

ઇન્કિલાબ મંચે મોહમ્મદ યુનુસ સરકારને હાદીની હત્યા મામલે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

બાંગ્લાદેશના રાજકારણમાં ભારે ચર્ચા જગાવનાર ઇન્કિલાબ મંચના પ્રવક્તા અને છાત્ર નેતા શરીફ ઉસ્માન હાદીને શનિવારે હજારો સમર્થકોની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. ઢાકા યુનિવર્સિટી પરિસરમાં રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઇસ્લામની કબર પાસે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉમટેલી મેદની અને સરકાર વિરોધી સૂત્રોચ્ચારે બાંગ્લાદેશમાં ફરી એકવાર તણાવ વધાર્યો છે. ઇન્કિલાબ મંચે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code