1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

માધવપુર ઘેડના મેળાનો દબદબાભેર પ્રારંભ, શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીના વિવાહ ધામધૂમથી ઊજવાશે

પોરબંદરઃ  માધવપુર ઘેડનો પરંપરાગત પાંચ દિવસીય લોકમેળાનો તા.17 મી એપ્રિલને બુધવારથી દબદબાભેર પ્રારંભ થયો છે.  બે સંસ્કૃતિને એક તાંતણે બાંધતા માધવપુરના લોકમેળામાં લોક સુવિધાને અગ્રતા આપવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. આ લોક મેળો ઉત્તર પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિનો અનુબંધનો મેળો છે. પૌરાણિક કથાઓ અને ઉલ્લેખો મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ માધવપુર ઘેડમાં […]

અમદાવાદ અને સાબરમતીથી પટના વચ્ચે સ્પેશ્યલ બે ટ્રેનોનો પ્રારંભ, 25મી જુન સુધી ટ્રેન 22 ફેરા કરશે

અમદાવાદઃ  પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે સાબરમતી-પટના અને અમદાવાદ-પટના વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-પટના-સાબરમતી સ્પેશિયલ કુલ 22 ફેરા કરવામાં આવશે. ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ 25 જૂન 2024 સુધી દર મંગળવારે સાબરમતીથી 18:10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 02:00 […]

અમદાવાદના જમાલપુર ફુલ બજારમાં ફુલોની આવક વધતાં ભાવમાં થયો 30 ટકાનો ઘટાડો,

અમદાવાદ:  ઉનાળાની સીઝનમાં શાકભાજી, ફળફલાદી અને ફુલોની આવકમાં ઘટાડો થતો હયો છે. પરંતુ રામનવમીના પર્વને લીધે ફુલોની માગ કરતા વધુ આવક થતાં ફુલોના ભાવમાં સરેરાશ 30 ટકાનો ઘટાડો કરવાની વેપારીઓને ફરજ પડી હતી. અસહ્ય ગરમીને લીધે ફુલોને વધુ સમય રાખી શકાતા નથી. અને વેપારીઓએ ખેડુતો પાસેથી જે માલ ખરીદ્યો હોય તેનું તે દિવસે વેચાણ કરી […]

અમીરગઢ ચેકપોસ્ટ પર કારમાંથી એક કરોડની કિંમતનું ડ્રગ પકડાયું, ત્રણ શખસોની ધરપકડ

પાલનપુરઃ લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી એક કિલોથી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. એક કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય શખસો જામનગરના હોવાનું કહી રહ્યા છે. ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને […]

લોકસભાની ચૂંટણીને લીધે યુનિવર્સિટીઓમાં ઉનાળું વેકેશનમાં ફેરફાર કરવા અધ્યાપક મંડળે કરી માગ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે.આ ચૂંટણીમાં કોલેજો અને યુનિવર્સિટીઓના અધ્યાપકોને પણ કામગીરી સોંપવામાં આવી છે. બીજીબાજુ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં તા.1 મેથી 15મી જુન સુધી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. તેથી અધ્યાપકોને વેકેશનનો પુરતો લાભ મળી શકશે નહીં એટલે ઉનાળુ વેકેશન તા.9 મેથી 26 જૂન સુધી કરવા અધ્યાપક મંડળે શિક્ષણ મંત્રીને […]

ચાંદી, કોપર, અને બ્રાસના ભાવ વધતાં સુરતનો જરી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો

સુરતઃ ચાંદી, કોપર અને બ્રાસના ભાવમાં થયેલા વધારાને કારણે સુરત શહેરનો જરી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. શહેરમાં જરીના 500 જેટલાં કારખાના આવેલા છે. અને જરીના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. જેના લીધે માગમાં ઘટાડો થતાં જરી ઉદ્યોગમાં મંદીની મોકાણ શરૂ થઈ છે. સુરત મેન્યુફેકચર એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી, કોપર અને […]

દૂબઈમાં ભારે વરસાદથી એરપોર્ટ પર પાણી ભરાતાં ગુજરાત આવતી ફ્લાઈટ્સને અસર,

અમદાવાદઃ દુબઈમાં ભારે વરસાદને કારણે દુબઈ એરપોર્ટ ઉપર પણ પાણી ભરાઈ ગયાં છે. જેથી ફ્લાઇટ્સના શેડ્યુલ ખોરવાઈ ગયા છે. ફ્લાઈટ્સ ઓપરેશન 12 કલાકથી વધુ સમય માટે બંધ રહેતા અનેક પ્રવાસીઓ એરપોર્ટ પર અટવાઈ ગયા હતા.જો કે કેટલીક ફ્લાઈટ્સએ ઉડાન ભરતા પ્રવાસીઓને રાહત થઈ હતી. પણ ફ્લાઈટ્સ એના નિર્ધારિત સમય કરતા મોડી ઉડાન ભરી રહી છે. […]

અમદાવાદમાં ચાંદલોડિયા નામના બે રેલવે સ્ટેશનને લીધે પ્રવાસીઓને પડતી મુશ્કેલી

અમદાવાદઃ અમદાવાદમાં ચાંદલોડિયા નામના બે રેલવે સ્ટેશન છે. જેમાં બે કિલોમીટરના અંતરો આવેલા એક સ્ટેશનનું નામ ચાંદલોડિયા-A અને બીજા રેલવે સ્ટેશનું નામ ચાંદલોડિયા-B નામ આપવામાં આવ્યું છે. દિલ્હીથી આવતી ટ્રેનોને ચાંદલોડિયા-B સ્ટેશને સ્ટોપેજ અપાયું છે. પ્રવાસીઓ ચાંદલોડિયાના જૂના સ્ટેશને પહોંચી ગયા પછી નવા સ્ટેશને જવાની ખબર પડે છે કાલુપુર સ્ટેશનેથી ટ્રેનો શિફ્ટ કરાયા પછી પેસેન્જરોની […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમરેલીમાં 44 ડિગ્રી, ભાવનગર, જુનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ માવઠાનું વાતાવરણ રહ્યા બાદ મંગળવારથી તાપમાનમાં વધારો થયો છે. અને બુધવારે તો અસહ્ય તાપમાને લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. જેમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ. જ્યારે સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી અને અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યના 13 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ […]

તમને શાહિદ કપૂરની ભાઇ સાથે જોવા મળી ગજબની કેમેસ્ટ્રી, વર્કઆઉટની ઝલક જોઇને ફિદા થઇ જશો

દરેક લોકો જાણે છે શાહિદ કપૂર પોતાની એક્ટિંગથી લઇને બીજી અનેક રીતે લોકોને ફિદા કરી દે છે. આ સાથે પોતાની બોડી ફિટ રાખવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. શાહિદ કપૂર ફેન્સને અવારનવાર કોઇને કોઇ અપડેટ આપતા રહે છે. જો કે હાલમાં શાહિદ કપૂરની આ તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં એક્ટરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code