1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં નાગરિકો હવે મ્યુનિની વેબસાઈટ પરથી પોતાના ઘરનો ટેક્સ જાણી શકશે

નાગરિકો પોતાના મકાનના વધારાના બાંધકામ માટે સેલ્ફ એસેસમેન્ટ કરી શકશે, મિલકતનું સેલ્ફ એસેસમેન્ટ કરી કેટલો ટેક્સ આવશે તેની જાણકારી મેળવી શકશે, ફરિયાદોના નિવારણ માટે મ્યુનિની ઓનલાઇન સિસ્ટમ કાર્યરત થઈ અમદાવાદઃ શહેરમાં મકાન કેટલા ચોરસવારનું છે, એ ગણીને જંત્રી મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બિલો આપવામાં આવતા હોય છે. નાગરિકોએ જો વધારાનું બાંધકામ કર્યું હોય તો […]

અમદાવાદમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું

ભગવાન જગન્નાથજી મામાના ઘરેથી નીજ મંદિરે પરત ફર્યા, ભગવાનને આંખો આવતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી, શુક્રવારે ભગવાન જગન્નાથજી શહેરની પરિક્રમાએ નિકળશે અમદાવાદઃ  શહેરમાં રથયાત્રાને હવે એક દિવસ જ બાકી છે. ત્યારે રથયાત્રાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરની સાથે રથયાત્રાના માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રા દરમિયાન 20 હજાર પોલીસનો […]

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

અમદાવાદ, ૨૫ જૂન ૨૦૨૫: અદાણી ટોટાલ ગેસ લિ. (ATGL) અને રિલાયન્સ BP મોબિલિટી લિ.ની ઓપરેટિંગ બ્રાન્ડ Jio-bp એ ભારતીય ગ્રાહકો માટે છૂટક ઓટો ફ્યુઅલના બહોળા અનુભવનો લાભ ઉપલબ્ધ કરાવવા  માટેના કરાર કર્યાની આજે જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ગ્રાહકોને ATGLના પસંદગીના ફ્યુઅલ આઉટલેટ્સ ખાતે Jio-bp ના ઉંચી-ગુણવત્તાના પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ કરશે, જ્યારે Jio-bpના […]

ઈરાનમાં પરમાણુ સ્થળો સંપૂર્ણપણે નાશ પામ્યા છે : ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે ઈરાનના પરમાણુ પ્લાન્ટનો નાશ થયો નથી. આ અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાન પર તાજેતરના અમેરિકી હુમલાઓ તેહરાનના પરમાણુ કાર્યક્રમનો નાશ કરવામાં નિષ્ફળ ગયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને “બનાવટી સમાચાર” ગણાવ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે પરમાણુ સ્થળો “સંપૂર્ણપણે નાશ પામ્યા છે.” રાષ્ટ્રપતિ […]

આર્થિક મુશ્કેલીમાં પસાર થતા પાકિસ્તાને ચીન પાસે માંગી મદદ

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને ફરી એકવાર ચીન પાસેથી મદદ માંગી છે. હકીકતમાં, તે ચીની બેંકો પાસેથી $3.3 બિલિયન (લગભગ રૂ. 924 બિલિયન) ની લોન લેવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસેથી એક બિલિયન ડોલરની લોન પણ લીધી હતી. રિપોર્ટ્સ અનુસાર, આ રકમમાંથી, બે બિલિયન ડોલરની લોન ચીની બેંકોના […]

જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં ઘુસણખોરીનો પ્રયાસ કરનાર આતંકવાદી ઠાર મરાયો

નવી દિલ્હીઃ રાજોરીના કેરી સેક્ટરના બારાત ગાલા વિસ્તારમાં પાકિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક આતંકવાદીને સેનાએ ઠાર માર્યો હતો. આતંકવાદીઓની સંખ્યા ત્રણથી ચાર હોવાનું કહેવાય છે. સૈનિકોએ ગોળીબાર શરૂ કરતાની સાથે જ અન્ય આતંકવાદીઓ ભાગી ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીનો મૃતદેહ નિયંત્રણ રેખા નજીક પડ્યો હતો. સૂત્રો અનુસાર, સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે, ભારતીય […]

પ્રતિબંધિત PFIના હિટલિસ્ટમાં 972 લોકો હોવાનો NIA ની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

બેંગ્લોરઃ કેરળમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના ખતરનાક કાવતરાઓનો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ કોર્ટને જણાવ્યું હતું કે PFI પાસે લગભગ 972 લોકોની હિટલિસ્ટ છે, જેમાં અન્ય સમુદાયોના પ્રભાવશાળી લોકો, ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. NIA દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા […]

ઓપરેશન સૂંદૂર પછી પ્રથમવાર ભારત-પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન-NSA એક છત હેઠળ ભેગા થશે

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર ભારત અને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સામસામે આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને NSA અજિત ડોભાલ ચીનના કિંગદા ખાતે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ભાગ લઈ શકે છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ અને NSA અસીમ મલિક પણ આ બેઠકમાં હાજરી આપી શકે છે. […]

એક્સિઓમ-4 મિશન ઉપર ગયેલા શુભાંગ શુક્લાએ ભારતીયોને મોકલ્યો ખાસ મેસેજ

નવી દિલ્હીઃ ભારતના શુભાંશુ શુક્લાએ કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સિઓમ-4 મિશન માટે ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે ઉડાન ભરી છે. આ મિશન ભારતના શુભાંશુ શુક્લા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે અવકાશમાં પહોંચતાની સાથે જ દેશ માટે પહેલો સંદેશ મોકલ્યો હતો. શુભાંશુએ કહ્યું કે મારા ખભા પર મારો ત્રિરંગો છે. આખો દેશ મારી સાથે છે. અવકાશ મિશન પર […]

ભારતે ચીનથી આવતા ચાર રસાયણો પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદી

નવી દિલ્હીઃ ભારતે આતંકવાદીઓના આકા પાકિસ્તાનને મદદ કરતા ચીનને મોટો ફટકો આપ્યો છે. ભારત સરકારે આ મહિને (જૂન 2025) ચીનથી આવતા ચાર રસાયણો પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે. સ્થાનિક કંપનીઓને ચીનથી સસ્તા આયાતી ઉત્પાદનોથી બચાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારે પેડા (નીંદણનાશક), એસિટોનિટ્રાઇલ (ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વપરાતું રસાયણ), વિટામિન-એ પાલ્મિટેટ અને અદ્રાવ્ય સલ્ફર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code