1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે એમ કે દાસની નિયુક્તિ, પંકજ જોશી શુક્રવારે નિવૃત થશે

એમ કે દાસ હાલ CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે, એમ કે દાસ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી છે, એમ કે. દાસે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક. (ઓનર્સ) ડિગ્રી મેળવી છે અમદાવાદઃ ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશી આગામી તા.31મી ઓક્ટોબરે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને વરિષ્ઠ IAS અધિકારી એમ.કે. […]

અમદાવાદમાં 47 વોર્ડમાં કૂલ 9.91 લાખ વૃક્ષો નોંધાયા, નવરંગપુરામાં સૌથી વધુ

અમદાવાદમાં વર્ષ 2012માં 6.18 લાખ વૃક્ષો નોંધાયા હતા, શહેરના ગ્રીન કવર વિસ્તારમાં થયો વધારો, ખાડિયામાં 782 અને કૂબેરનગરમાં માત્ર 209 વૃક્ષો અમદાવાદઃ શહેરમાં વૃક્ષોથી આચ્છાદિત કરીને ગ્રીન કવર વધારવા માટે દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે. શહેરમાં હાલ વૃક્ષોની ગણતરી કરવામાં આવી છે. શહેરમાં 9.91 લાખ વૃક્ષો છે. જેમાં નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ 1.80 લાખ […]

ગુજરાતમાં લગ્નસરાની સીઝન 16મી નવેમ્બરથી શરૂ થશે, લગ્નો માટે માત્ર 40 જ મુહૂર્ત

16 નવેમ્બરથી 14 મે, 2026 સુધી લગ્નસરાની સિઝન ચાલશે, ધનારક કમુરતા: 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી, 25 જુલાઇથી ચાતુર્માસ શરૂ થઇ જતાં લગ્નની સિઝન પૂરી થઇ જશે,   અમદાવાદઃ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ હવે 2જી નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશીએ દેવ પોઢી જાય છે અને આ દિવસે શુભ કાર્યોના મુહૂર્ત ખુલી જતા હોય છે. પણ […]

હ્રદયરોગના દર્દીને મૃત જાહેર કરાયા બાદ 15 મીનીટ પછી હ્રદય ધબકવા લાગ્યું

સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં અંકલેશ્વરથી દર્દીને સારવાર માટે લવાયો હતો, સારવાર દરમિયાન હૃદય બંધ પડ્યુ અને ECG મોનિટર પર ‘સ્ટ્રેટ લાઇન‘ દેખાવા લાગી, તબીબોએ રહ્યુ, મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ આ અત્યંત દુર્લભ ઘટના છે, સુરતઃ શહેરની ન્યુ સિવિલ હોસ્પિટલમાં એક હ્રદયરોગના દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાગ દરમિયાન દર્દીનું હ્રદય ધબકવાનું સંપૂર્ણપણે બંધ થઈ […]

વાહનચાલકો E-ચલણ પેટે દંડની રકમ હવે ગુગલ પે, ફોન પે, ભીમ-પે, યોનો એપથી ભરી શકશે

વાહન માલિકો-ચાલકો માટે દંડ ભરવાની પ્રકિયા સરળ બનાવી, ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચે લીધો મહત્વનો નિર્ણય, વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન ભરી શકતા હતા, ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકભંગના ગુનામાં ઈ-ચલણ આપ્યા બાદ વાહનચાલકોને દંડની રકમ ભરવા મુશ્કેલી પડતી હતી, વાહનચાલકો નેટ બેન્કિંગ, ડેબીટ કે ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન દંડ ભરી શકતા હતા. હવે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મ જ્યંતિએ PM મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાશે

વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી, ભવ્ય પરેડ, ટેબ્લોઝ, લાઇટિંગ શો યોજાશે, પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય એકતા પરેડ યોજાશે, PM મોદી સરદાર પટેલની પ્રતિમાને પૂજન કર્યા બાદ પરેડ અને કાર્યક્રમોમાં હાજરી આપશે અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઊજવણી આગામી તા. 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે […]

ભાવનગર જિલ્લામાં માવઠાએ કૃષિપાકને ધોઈ નાંખ્યો, શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફુટ ખોલાયા

ભાવનગર જિલ્લામાં બીજા દિવસે પણ પડ્યો કમોસમી વરસાદ, કપાસ, મગફળી અને ડુંગળીના પાકને ભારે નુકસાન, શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને એલર્ટ કરાયા ભાવનગરઃ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા કમોસમી વરસાદથી કૃષિપાકને ભારે નુકસાન થયુ છે. ગઈકાલે સવારે 6થી આજરોજ સવારના 6 વાગ્યા સુધીમાં મહુવામાં 7.5, તળાજામાં 4.5, જેસરમાં 3 ઈંચ તો ઉમરાળા, […]

વડોદરામાં દિવાળીના તહેવારોમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓથી ઊભરાયું

છેલ્લા સપ્તાહમાં 32000થી વધુ લોકોએ ઝૂની મુલાકાત લીધી, પ્રાણી સંગ્રહાલયને રૂપિયા 17 લાખથી વધુ આવક થઈ, સંગ્રહાલયમાં જળચર સહિત વિવિધ પ્રાણીઓ, સરિસૃપો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા વડોદરાઃ શહેરમાં મ્યુનિ. સંચાલિત સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય રાજ્યભરમાં જાણીતુ છે. બહારગામના લોકો વડોદરા શહેરની મુલાકાતે આવે ત્યારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. દિવાળીના રજાઓમાં સંયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં નાના […]

સૌર ઉર્જા સશક્તિકરણ અને સમાવેશી વિકાસનું પણ પ્રતીક છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભા (ISA)ના આઠમા સત્રનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ISA માનવતાની સહિયારી આકાંક્ષાને મૂર્તિમંત કરે છે – સૌર ઉર્જાને સમાવેશ, આદર અને સામૂહિક સમૃદ્ધિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાની. રાષ્ટ્રપતિએ કહ્યું કે જળવાયુ પરિવર્તન સમગ્ર વિશ્વને અસર કરી […]

સુરતમાં દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ પણ કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ

બંગાળ, આસામ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત રાજ્યોમાં વરસાદને લીધે ઓર્ડર ઘટ્યાં, અનેક ડિલરોએ નવા ઓર્ડર અટકાવી દીધા, લગ્નસરાની સીઝન નજીક હોવા છતાંયે કાપડ ઉદ્યોગમાં મંદીથી વેપારીઓ ચિંતિત સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. દેશભરના કાપડના વેપારીઓ ખરીદી માટે સુરત આવતા હોય છે. શહેરના કાપડના જથ્થાબંધ વેપારીઓએ લાભપાંચમના દિને મુહૂર્ત કરીને વેપારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code