1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

છત્તીસગઢ-મધ્યપ્રદેશમાં મૂશળધાર વરસાદની આગાહી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીના કેટલાક ભાગોમાં આજે સવારે વરસાદ થતાં સ્થાનિકોને ગરમીથી મોટી રાહત મળી હતી. આ સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આજે છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉત્તરાખંડ, ગુજરાત, કોંકણ, […]

BRICS શિખર સંમેલનમાં સભ્ય દેશો દ્વારા આતંકવાદની સખત શબ્દોમાં નિંદા કરી

બ્રાઝીલના રિયો ડી જેનેરો ખાતે ચાલી રહેલા BRICS શિખર સંમેલનના પ્રથમ દિવસે સભ્ય દેશો દ્વારા આતંકવાદની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. આ સમિટમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાની પણ ખાસ નોંધ લઈને તેની નિંદા કરવામાં આવી હતી. પ્રથમ દિવસની કાર્યવાહી બાદ થયેલી ચર્ચામાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, કોઈપણ પ્રકારનો આતંકવાદ […]

ભૂલથી ડીઝલ કારમાં પેટ્રોલ ભરાઈ જાય, તો તેને સ્ટાર્ટ કર્યા વિના તરત જ આ કામો કરો

ઘણીવાર લોકો ઉતાવળમાં કે બેદરકારીથી ડીઝલ કારમાં પેટ્રોલ ભરે છે. પહેલી નજરે, તે તમને નાની ભૂલ લાગે છે, પરંતુ તેનાથી કારને મોટું નુકસાન થઈ શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે કારના એન્જિનને સૌથી વધુ નુકસાન થાય છે અને તેનો લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. ડીઝલ અને પેટ્રોલ બંને અલગ અલગ પ્રકારના ઇંધણ છે […]

વધતી ઉંમર સાથે આંખોની રોશની ઓછી સમસ્યાથી રાહત મેળવવા આટલું કરો

ક્યારેક વધતી ઉંમરને કારણે તો ક્યારેક અન્ય કોઈ કારણોસર આપણી આંખોની રોશની ઓછી થતી રહે છે. જ્યારે આંખોની રોશની ઓછી થવા લાગે છે, ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ અને વિચારવા લાગીએ છીએ કે હવે શું કરવું. ક્યારેક આપણે ડૉક્ટરનો સંપર્ક કરીએ છીએ તો ક્યારેક ઘરેલું ઉપાયો અપનાવવાનું શરૂ કરીએ છીએ. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે […]

FY20 અને FY25 વચ્ચે કોર્પોરેટ નફો દેશના GDP કરતાં લગભગ ત્રણ ગણો ઝડપથી વધ્યો

ભારતીય કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત નાણાકીય મજબૂતાઈ દર્શાવી છે, FY20 અને FY25 વચ્ચે કોર્પોરેટ નફો દેશના GDP કરતાં લગભગ ત્રણ ગણો ઝડપથી વધ્યો છે. આયોનિક વેલ્થ (એન્જલ વન) દ્વારા સંકલિત ડેટા અનુસાર, નફા-થી-GDP ગુણોત્તર ઝડપથી વધીને 6.9 ટકા થયો છે, જે આર્થિક પડકારો છતાં મજબૂત કમાણી પ્રદર્શન દર્શાવે છે. ઇન્ડિયા ઇન્ક FY25: ડીકોડિંગ અર્નિંગ્સ […]

ફિલ્મ અને સિરિયલમાં રાવણની ભૂમિકા ભજવીને આ કલાકારો ઘરે-ઘરે બન્યાં હતા જાણીતા

ફિલ્મ નિર્દેશક નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણ બે ભાગમાં રિલીઝ થશે. તેનો પહેલો ભાગ 2026 માં દિવાળી પર અને બીજો ભાગ 2027 માં દિવાળી પર આવશે. તાજેતરમાં ફર્સ્ટ લુક ટીઝર શેર કરવાની સાથે, નિર્માતાઓએ સ્ટાર કાસ્ટનો પણ ખુલાસો કર્યો છે. યશ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવતા જોવા મળશે. જોકે, યશ પહેલા ઘણા દિગ્ગજ કલાકારોએ રાવણની ભૂમિકા […]

ઈંગ્લેન્ડનો આ ભૂતપૂર્વ ખેલાડી WWEમાં જવા માંગતો હતો

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ મહાન ખેલાડી એન્ડ્રુ ફ્લિન્ટોફે એક મોટો ખુલાસો કર્યો છે. ફ્લિન્ટોફે ખુલાસો કર્યો છે કે, ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તેને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) તરફથી એક મોટી ઓફર મળી હતી. ફ્લિન્ટોફને WWE તરફથી રોયલ રમ્બલ અને રેસલમેનિયા જેવી મોટી ઇવેન્ટ્સમાં લડવાની ઓફર મળી હતી. ફ્લિન્ટોફ WWE માં અંડરટેકર સામે લડવા માટે કરાર પર હસ્તાક્ષર […]

પોષક તત્વોથી ભરપૂર પિસ્તાના સેવનથી આરોગ્યને થાય છે અનેક પ્રકારના ફાયદા

‘પિસ્તા’ પોષણનો ભંડાર છે. પ્રોટીન, ફાઇબર, સ્વસ્થ ચરબી, કાર્બોહાઇડ્રેટ્સ, પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામિન B6, થાઇમિન, કોપર, મેંગેનીઝથી ભરપૂર, આ નટ્સ આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. તેના સેવનથી ઘણી બીમારીઓ દૂર થાય છે. વજન ઘટાડવામાં મદદરૂપઃ પિસ્તા પ્રોટીનથી ભરપૂર હોય છે, તેથી તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના કારણે આપણે ઓછું ખાઈએ […]

ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા દ્વારા અમદાવાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ : ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા દ્વારા રવિવારે સવારે મણિપુર ગામ, અમદાવાદ સ્થિત સેવા અકાદમી પ્રાંગણમાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો, જેમાં શાખાના હોદ્દેદારો, સભ્યો અને તેમના પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.   વધુ માહિતી આપતા મીડિયા સંયોજક ડૉ રાજેશ […]

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર

અમદાવાદ : ૧૯૯૩ થી ટકાઉ માળખાગત વ્યવસાયોની સ્થાપનાનો લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવતી અને બજારના મૂડીકરણની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્યુબેટર્સ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.એ સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના તેના બીજા જાહેર ઇશ્યૂની જાહેરાત કરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરાયેલ AELના  ₹ ૮૦૦ કરોડનો પ્રથમ નોન કન્વર્ટીબલ ઇસ્યુ પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code