1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સુરક્ષામાં વધારો કરાયો, Z શ્રેણીની VIP સુરક્ષા અપાશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન સુરક્ષાના કારણોસર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખતરાની આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમિશનરને સશસ્ત્ર કમાન્ડોથી સજ્જ Z શ્રેણીની VIP સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા […]

મોઝામ્બિકમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વઘીને 97 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ ઝિમ્બાબ્વેમાં મોઝામ્બિકના ઉત્તરી કિનારે રવિવારે ‘ફ્લોટિંગ બોટ’ દુર્ઘટનામાં 90 થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં મોટી સંખ્યામાં બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક ઓનલાઈન આઉટલેટ ટીવી ડીયારિયો નામપુલા અનુસાર, બોટમાં 130 લોકો સવાર હતા. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 97 ઉપર પહોંચ્યો છે. આઉટલેટ પ્રસારણ મુજબ, આ બોટ દેશના ઉત્તરમાં નામપુલા પ્રાંતમાં લુંગા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્રી નવરાત્રી અને નવા વર્ષની શુભકામના પાઠવી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્રી નવરાત્રી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેણે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, ‘દેશના મારા પરિવારના તમામ સભ્યોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમે ઈચ્છીએ છીએ કે શક્તિની આરાધનાનો આ મહાન તહેવાર દરેક માટે સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને આરોગ્ય લાવે. નમસ્કાર માતા દેવી!’ नवरात्रि के पहले दिन आज मां […]

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ બેઠકોની ફાળવણીની જાહેરાત કરી

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મળી સૌથી વધારે બેઠકો શિવસેના(ઉદ્ધવ ઠાકરે), NCP (શરદ પવાર) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી એકનાથ શિંદે આગેવાનીવાળા ગઠબંધનને આપશે ટક્કર નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બની રહ્યો છે. દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈન્ડી ગઢબંધન અને એનડીએ દ્વારા કેટલીક બેઠકો ઉપર […]

લોકસભા ચૂંટણી: બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1210 ઉમેદવારો ચૂંટણીજંગમાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1,206 ઉમેદવારો અને બાહ્ય મણિપુર પીસીના 4 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત બીજા તબક્કાના મતદાન માટે 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 88 પીસી માટે કુલ 2633 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તમામ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે બીજા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ, 2024 હતી. […]

ચૈત્રી નવરાત્રિઃ આદિ શક્તિ મા દુર્ગાની આરાધનાનો મહા પર્વ શરૂ

આદિ શક્તિ મા દુર્ગાની આરાધનાનો મહા પર્વ ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસથી આજથી શરૂ થયો છે. દેશભરની શક્તિપીઠોમાં દેવી માતાના દર્શન કરવા માટે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના છતરપુર મંદિર, ઝંડેવાલન મંદિર અને કાલકાજી મંદિરમાં સવારની આરતી સાથે માતાના દર્શનની શરૂઆત થઈ હતી. આસામમાં મા કામાખ્યા, મુંબઈમાં મુમ્બા દેવી મંદિર, […]

ભારતીય શેરબજારમાં તેજીઃ સેન્સેક્સે 75 હજારનો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર દરરોજ નવા શિખરો શર કરી રહ્યું છે. ત્યારે આજે નવરાત્રિના પ્રથમ દિવસે બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સે 75000નો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો છે. તો નિફ્ટીએ પણ 22 હજારની સપાટી વટાવી હતી. હાલ બીએસસીનો સેન્સેક્સ 236 પોઈન્ટ વધી 75 હજાર 70 પર તો નિફ્ટી 83 પોઈન્ટ વધી 22 હજાર 750  પર […]

ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ અકસ્માતમાં બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મળતી માહિતી મુજબ, પ્રયાગરાજ લખનૌ હાઈવે પર કુંડામાં હાથીગવાનની ફુલમતી પાસે વિંધ્યાચલ જઈ […]

યુવા સંગમ તબક્કા IV અંતર્ગત અરૂણાચલ પ્રદેશના પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે

અમદાવાદઃ યુવા સંગમ, એક ભારત શ્રેષ્ઠ ભારત (ઈબીએસબી) હેઠળ, ભારત સરકાર દ્વારા ભારતના વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો વચ્ચે લોકોથી લોકોના જોડાણને મજબૂત કરવા માટેની પહેલ છે. તે યુવાનો માટે શૈક્ષણિક કમ સાંસ્કૃતિક પ્રવાસોનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં એક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશથી બીજા રાજ્યમાં કેમ્પસ અને બહારના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પ્રવાસ દરમિયાન, […]

નૈનીતાલમાં મુસાફરો ભરેલુ વાહન ખીણમાં ખાબક્યું, આઠ વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ નૈનીતાલ નજીક બેતાલઘાટ વિસ્તારના મલ્લા ગામમાં ઉંચકોટ મોટર રોડ પર મોડી રાત્રે લગભગ એક પીકઅપ 200 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ લોકોના મોત થયા હતા. વાહનમાં મુસાફરી કરી રહેલા બે નેપાળી મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે. નૈનીતાલ નજીક ઉંડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code