1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

નામ મેં ક્યાં રખા હૈ, નામ તો બદનામ હૈ : પ્રાણના વિલનના અભિનયથી ડરેલા લોકો સંતાનોનું નામ પણ પ્રાણ રાખતા ન હતા

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગતમાં અનેક અભિનેતાઓએ ખલનાયકનો અભિનય કરીને દર્શકોની પ્રસંશા મેળવી છે. પરંતુ ફિલ્મોમાં પ્રાણ જેવો વિલનનો રોલ કોઈ કરી શક્યું નથી. હિન્દી ફિલ્મોમાં તેઓ હીરો બનવા આવ્યાં હતા પરંતુ વિલન તરીકે જાણીતા થયાં હતા. પ્રાણનો સ્વભાવ તેમને ઓળતા લોકો વધારે પસંદ કરતા હતા. તેમને જન્મ સરકારી કોન્ટ્રાક્ટર લાલા કેવલકૃષ્ણ સિંકદના ઘરે 12મી ફેબ્રુઆરી […]

કોરોના મહામારી વચ્ચે વધુ એક મોઘવારીનો મારઃ સ્ટીલની કિંમતમાં થયો વધારો

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ માજા મુકતા લોકોના બજેટ ખોરવાયાં છે. આગામી દિવસોમાં વાહનોની ખરીદી અને ઘર બનાવવા માટે વધારે નાણા ખર્ચવા પડશે. નિર્માતાએ સ્ટીલની કિંમતમાં વધારો કર્યો હોવાથી લોકો ઉપર બોજ પડશે. ઈન્ડ-સ્ટ્રી સૂત્રોના મતે હોટ રોલ્ડ કોઈલ (HRC) અને કોલ્ડ રોલ્ડ કોઈલ CRC)ની કિંમતમાં રૂ. 4000થી 4900 સુધીનો પ્રતિટનમાં વધારો થયો છે. સુત્રોના […]

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મજૂરોના અભાવે વેપાર–ધંધાને ભારે ફટકો

રાજકોટઃ કોરોનાના કહેર અને મીની લોકડાઉન તેમજ રાત્રિ કરફયુને કારણે બેરોજગાર થયેલા રાજકોટ માર્કેટ યાર્ડના મારવાડી મજૂરો વતન ગયા બાદ પરત નહીં ફરતા યાર્ડમાં વેપાર–ધંધાને જબરો ફટકો પડી રહ્યો છે. મારવાડી મજૂરો લોડિંગ–અનલોડિંગનું મુખ્ય કામ કરતા હોય તેમની ગેરહાજરીમાં ખેડૂતોએ લાવેલો માલ ઉતારવામાં અને વેચાણ સોદો થયા બાદ માલ મોકલવામાં ભારે પરેશાની થઈ રહી છે. […]

5G નેટવર્ક વિરુદ્વની જૂહી ચાવલાની અરજી કોર્ટે ફગાવી, 20 લાખનો ફટકાર્યો દંડ

5G ટેક્નોલોજી વિરુદ્વની જૂહી ચાવલાની અરજી કોર્ટે ફગાવી દિલ્હી હાઇકોર્ટે અરજી ફગાવવા ઉપરાંત જૂહી ચાવલાને 20 લાખનો દંડ પણ ફટકાર્યો અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો: દિલ્હી હાઇકોર્ટ નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ 5G નેટવર્ક વિરુદ્વ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી જે અરજીને હવે દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે અને સાથે જ […]

CBIના અધિકારીઓ-કર્મચારીઓ જીન્સ, ટી-શર્ટ અને સ્પોર્ટસ શૂઝમાં જોવા નહીં મળે

દિલ્હીઃ દેશમાં ચકચારી કેસની તપાસ કરતી સીબીઆઈમાં હવે અધિકારીઓ-કર્મચારીઓ જીન્સ પેન્ટ, ટી-શર્ટ અને સ્પોર્ટ શૂઝમાં જોવા નહીં મળે. સીબીઆઈના નવા અધ્યક્ષ સુબોધ જયસ્વાલે ચાર્જ સંભાળતા પહેલા જ પર્સનાલિટી ડેવલોપમેન્ટને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 1985 બેંચના આઈપીએસ સુબોધ જયસ્વાલને તાજેતરમાં જ સીબીઆઈના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. સુબોધ જયસ્વાલે લીધેલા નિર્ણય અનુસાર […]

નકલી દવાઓના ઓનલાઈન વેચાણનો પર્દાફાશઃ 6.38 લાખની નકલી દવાનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં રેમડેસિવિર ઈન્જેકશન તથા અન્ય જરૂરી દવાની ડિમાન્ડ વધી હતી. બીજી તરફ કમાવી લેવાની લાહ્યમાં લોકોના જીવન સાથે ચેડા કરનારાઓ દવા માફિયાઓ પણ સક્રીય થયાં હતા. તેમજ રેમડેસિવિર ઈન્જેકશન તથા અન્ય નકલી દવાઓ પધરાવાનું ષડયંત્ર રચ્યું હતું. જો કે, પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરીને અનેક લોકોની ધરપકડ કરી હતી. દરમિયાન […]

બાબા રામદેવે ભાવિ પ્લાન રજૂ કર્યો, કહ્યું – એલોપેથી કોલેજનું કરશે નિર્માણ

બાબા રામદેવે ભવિષ્યના પ્લાનને લઇને કર્યો ખુલાસો તેઓ દેશમાં એલોપેથી કોલેજનું કરશે નિર્માણ એલોપેથી કોલેજ દ્વારા એલોપેથિક MBBS ડોક્ટર કરશે તૈયાર નવી દિલ્હી: એલોપેથીને લઇને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવ વિવાદોમાં ઘેરાયા હતા. હવે બાબા રામદેવે પોતાના ભવિષ્યના પ્લાનને લઇને ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તેઓ દેશમાં એલોપેથી મેડિકલ કોલેજનું નિર્માણ કરશે. […]

ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો માટે આવી ગઇ કોરોનાની વેક્સિન, ફાઇઝર-બાયોએનટેકની રસીને મળી મંજૂરી

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સારા સમાચાર ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન 12-15 વર્ષના કિશોર માટે સુરક્ષિત છે 27 દેશોના યુરોપિય સંઘમાં ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને સૌથી પહેલા મંજૂરી મળી હતી નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે હવે એક સારા સમાચાર આવી રહ્યા છે. બ્રિટનના નિયામકે ફાઇઝર-બાયોએનટેક તરફથી નિર્મિત કોરોના વેક્સિનને 12-15 વર્ષના બાળકોને આપવા માટે મંજૂરી આપી છે. […]

10 વર્ષ અને અઢી લાખ કિમી ચાલેલા સરકારી વાહનોને રદબાતલ કરાશેઃ 90 દિવસમાં વાહનનો નિકાલ કરો પડશે

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા વાહન કંડમ જાહેર કરવા તેમજ તેના નિકાલ માટે વર્ષ 2018 માં કમિટીની રચના કરી હતી.  આ સમિતિએ 2019 માં પોતાની પોલીસી બનાવી અને સરકારને આપી હતી, જેના આધારે રાજ્યમાં વાહન રદબાતલ જાહેર કરવા માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે  કેટલાક મહત્વનાં નિર્ણયો જાહેર કર્યા છે .જેમાં વાહન ટાયર અને વાહનના નિકાલ માટેના […]

જુનાગઢની કૃષિ યુનિવર્સિટીએ ટોપની 75 યુનિમાં પ્રથમ સ્થાન મેળવ્યુ

જુનાગઢ :  વિશ્વ બેંકના પ્રોજેક્ટમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. દેશની 75 યુનિવર્સિટીઓમાં 88 માર્કસ સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. દેશની નામાંકિત કૃષિ યુનિવર્સિટીઓ તથા દિલ્હી સ્થિત આઇસીએઆરની ઇન્સ્ટિટયુટ્સને પાછળ છોડી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ બેંક દ્વારા […]