1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાલનપુર યાર્ડમાં ઘઉં, બાજરી, સહિત પાકની ધૂમ આવક, વરિયાળી ભાવ મણના 5,650 બોલાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો કૃષિ ક્ષેત્રે એક સમયે પછાત ગણાતો હતો, પણ નર્મદા કેનાલ દ્વારા કેટલાક વિસ્તારોમાં સિંચાઈનો લાભ મળતા તેમજ ગત ચોમાસામાં સારા વરસાદને કારણે બોર-કૂવામાંથી સિંચાઈ માટેનું પાણી મળી રહેતા આ વખતે રવિ સીઝનમાં ખેડુતોને એકંદરે સારૂએવું કૃષિપાક ઉત્પાદન મેળવ્યું હતું. હાલ પાલનપુરના માર્કેટ યાર્ડમાં ઘઉં, બાજરી, ઈસબગુલ, એરંડા અને વરિયાળી સહિતના પાકની ધૂમ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી મેથી બે દિવસ ગુજરાતમાં અડધો ડઝન ચૂંટણી જનસભાને સંબોધશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે પખવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે. ભાજપે પોતાની રણનીતિ મુજબ સુરતની બેઠક બિનહરિફ મેળવી લીધી છે. બાકીની 25 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.1લીમેથી બે દિવસીય ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને બે દિવસ દરમિયાન અડધો ડઝન […]

સુરેન્દ્રનગરમાં ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયને ક્ષત્રિય સમાજે રાતોરાત ખાલી કરાવ્યુ,

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. ક્ષત્રિય સમાજના વર્ચસ્વવાળા ગામડાંઓમાં ભાજપનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે  ક્ષત્રિય સમાજે સુરેન્દ્રનગરમાં ભાજપનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય રાતોરાત ખાલી કરાવતાં રાજકીય સોંપો પડી ગયો છે. ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ક્ષત્રિય સમાજની જગ્યામાં ખોલવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ […]

વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધી શનિવારે કોંગ્રેસની ચૂંટણી જનસભાને સંબોધશે

વલસાડઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે પખવાડિયા કરતા ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે મતદારોને રિઝવવા માટે ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી મેથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઉપરાંત અમિત શાહ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો પણ ચૂંટણી સભાઓને સંબોધશે. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી 29મી એપ્રિલે પાટણમાં ચૂંટણી જાહેર […]

ગુજરાતના વન વિભાગનો સર્વે, જામનગર અને આસપાસના સમુદ્રમાં 211 ડોલ્ફિનનો વસવાટ,

જામનગરઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં કચ્છના અખાત સહિત જામનગરના સમુદ્રમાં ઘણીવાર ડોલ્ફિન જોવા મળતી હોય છે. આથી ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર ‘ગલ્ફ ઓફ કચ્છ’ના મરીન નેશનલ પાર્કમાં વન વિભાગ દ્વારા ઇન્ડિયન ઓશન હમ્પબેક ડોલ્ફિનનો સરવે કરાયો હતો. જેમાં જામનગર અને તેની આજુબાજુના સમુદ્રમાં 211 ડોલ્ફિન જોવા મળી હતી. સર્વે માટે વન […]

ક્ષત્રિય સમાજ દ્વારા આશાપુરા મંદિરેથી જય ભવાનીના નારા સાથે નારી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન

અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ઉચ્ચરણો સામે ક્ષત્રિય સમાજ નારાજ બન્યો હતો. અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માગણી કરવામાં આવી હતી પણ ભાજપએ રૂપાલાની ટિકિટ રદ ન કરતા હવે ક્ષત્રિય સમાજે તમામ બેઠકો પર ભાજપ સામે મોરચો માંડ્યો છે. અને  રાજકોટના આશાપુરા માતાજીના મંદિરેથી આંદોલન સમિતિના આગેવાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજના નારી […]

સુરતના ASIએ વેપારી પાસે 15 લાખની લાંચ માગી, ASIનો ભાઈ 5 લાખ લેતા રંગેહાથ પકડાયો

સુરતઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. મહેસુલ અને પોલીસના કર્મચારીઓ લાંચ લેતા વધુ પકડાતા હોય છે. ત્યારે સુરતમાં ઈકો સેલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરએ છેતરપિંડીના કેસમાં વેપારી પાસેથી રૂપિયા 15 લાખની લાંચ માગી હતી. જે પૈકી પાંચ લાખની લાંચની રકમ લેવા માટે એએસઆઈએ તેના ભાઈને વેપારી પાસે મોકલ્યો હતો, અને એએસઆઈ સાગર […]

E- મેમો આપ્યા બાદ પણ દંડ ન ભરનારા વાહનમાલિકોને હવે કોર્ટના સમન્સ જારી કરાશે

અમદાવાદઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવે છે. શહેરમાં ચાર રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા કંન્ટ્રોલરૂમથી વાહનો પર ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને આ-મેમો ફટકારવામાં આવતો હોય છે. વર્ષ 2023માં ટ્રાફિકનાં નિયમના ભંગ બદલ 2.14 લાખ વાહનચાલકને ઈ-મેમો અપાયો હતો. જેમાં દંડ નહીં ભરનારા 1.57 લાખ […]

અમદાવાદમાં પોલીસે કાંકરિયા લેકમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવાનો કર્યો આદેશ

અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક પર ઉનાળાના વેકેશનને કારણે શહેરીજનો મોટીસંખ્યામાં ફરવા માટે આવતા હોય છે. જેમાં ઘણા લોકો બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લેતા હોય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકમાં બોટિંગ અને સ્પોર્ટસ એક્ટિવિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. પરંતુ કોન્ટ્રાક્ટ દ્વારા નવો એગ્રીમેન્ટ પોલીસ વિભાગમાં જમા કરાવવામાં આવ્યો નથી. તેથી બોટિંગ અને વોટર સ્પોર્ટ્સની […]

ગુજરાત યુનિવર્સિટીમાં 9મીમેથી 26મી જુન સુધી ઉનાળું વેકેશન, અધ્યાપકોની માગનો સ્વીકાર કરાયો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા.1લીમેથી 15મી જુન સુધીનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. પણ યુનિવર્સિટીના અધ્યાપકો-કર્મચારીઓ અને યુનિ.સંલગ્ન કોલેજોના અધ્યાપકોને લોકસભાની ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હોવાથી 7મી મે સુધી વેકેશનનો લાભ શકે નહીં. આથી અધ્યાપક મંડળ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખમાં ફેરફાર કરવાની માગ કરી હતી. અધ્યાપક મંડળની માગણીનો સ્વીકાર કરીને ગુજરાત યુનિવર્સિટીએ આગામી તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code