1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત-બાંગ્લાદેશ સરહદ પાસેથી કરોડોની કિંમતનું હેરોઈન ઝડપાયું

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીને કારણે BSF દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરે ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર સતર્કતા વધારી છે. દરમિયાન બોર્ડર પોસ્ટ ડીએમસી, 149મી કોર્પ્સે મુર્શિદાબાદ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રગની દાણચોરીને નિષ્ફળ બનાવીને 2.2 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. દાણચોરો તેને ભારતમાંથી બાંગ્લાદેશમાં તસ્કરીની કરવાના હતા. જપ્ત કરાયેલ હેરોઈનની કુલ બજાર કિંમત 2.2 કરોડ રૂપિયા હોવાનું […]

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં […]

છોટા ઉદેપુરમાં ડુંગર નવડાવવાની માનતા નહી રાખવા સ્થાનિકોને જંગલ વિભાગની અપીલ

અમદાવાદઃ છોટા ઉદેપુર જિલ્લામાં ડુંગર નવડાવવાની અંધશ્રધ્ધાના પગલે રાષ્ટ્રીય સંપત્તિને થતુ નુકસાન અટકાવવા અને પર્યાવરણની જાળવણી કરવા વન વિભાગે અપીલ કરી છે. છોટા ઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં ડુંગર નવડાવવાની માનતા રખાતી હોય છે જેમાં ડુંગર પર આગ લગાવવામાં આવે છે. આ આગ બાદમાં વિકરાળ સ્વરુપ ધારણ કરે છે અને તેનાથી જંગલમાં વસતા પશુઓ ભયભીત […]

T-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, કેન વિલિયમસન ટીમનો કેપ્ટન

નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અનુભવી કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ડેવોન કોનવે, જે અંગૂઠાની ઈજાને કારણે ચાલી રહેલી IPL 2024માંથી બહાર થઈ ગયો હતો, તે ટીમમાં પાછો ફર્યો છે. ખેલાડી તરીકે વિલિયમસનનો આ છઠ્ઠો T20 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે […]

હૂતી વિદ્રોહીઓના હુમલાનો ભોગ બનેલા પનામાના જહાજને ભારતીય નેવીએ બચાવ્યું

નવી દિલ્હીઃ હુતી બળવાખોરોના મિસાઇલ હુમલા બાદ ભારતીય નૌકાદળએ ઝડપથી પનામા-ધ્વજવાળા જહાજને મદદ પુરી પડી હતી. નેવીના ઝડપી પ્રતિસાદને કારણે, 22 ભારતીયો સહિત 30 ક્રૂ સભ્યોના જીવ બચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એમવી એન્ડ્રોમેડા સ્ટાર, જહાજ, જ્યારે 26 એપ્રિલે હુતી બળવાખોરોના મિસાઇલ હુમલાનો ભોગ બન્યું ત્યારે તે ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યું હતું. […]

લોકસભા ચૂંટણીઃ રાજનાથસિંહે રોડ-શો યોજીને લખનૌ બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ કેન્દ્રીય રક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહએ આજે લખનૌ બેઠક ઉપર પોતાની ઉમેદવારી દાખલ કરી છે. આ પહેલા તેમણે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયાં હતા. લખનૌ લોકસભા બેઠક ઉપર પાંચમાં તબક્કામાં 20મી મેના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી દાખલ કરતા પહેલા રાજનાથ સિંહે દક્ષિણ મુખી હનુમાન મંદિરમાં પુજા-અર્ચના […]

લોકસભા ચૂંટણીઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સવારે અમેઠીના ગૌરીગંજમાં ભાજપના જિલ્લા કાર્યાલય પહોંચ્યાં હતા અને ત્યાંથી રોડ-શો યોજીને કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે પોતાની ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત અનેક […]

ગુજરાતઃ અરબી સમુદ્રમાં 2 શખ્સ 173 કિલો માદક દ્રવ્યોના જથ્થા સાથે ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગઈકાલે પોરબંદર નજીક દરિયામાંથી ભારતીય કોસ્ટગાર્ડ, એનસીબી અને એટીએસએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 600 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધો હતો. દરમિયાન સતત બીજા દિવસે પણ દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા દળોએ […]

લોકસભા ચૂંટણીઃ સુરત બાદ ઈન્દોરમાં કોંગ્રેસને ફટકો, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ ફોર્મ પરત ખેંચ્યું

ભોપાલઃ દેશમાં લોકસભાનો માહોલ જામી રહ્યો છે દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ઈન્દોર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમજ ભાજપનો ભગવો ધારણ કર્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. કલેક્ટર કચેરીમાં જઈને તેમણે ભાજપના ઉમેદવાર શંકર લાલવાની સામે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. આ દરમિયાન તેમની […]

હમાસ યુદ્ધઃ ગાઝાના રફાહ શહેર ઉપર ઈઝરાયલના સતત હુમલા

નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન, ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના રફાહ શહેર પર ઝડપી હવાઈ હુમલા કર્યા, જેમાં 13 લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. ઈઝરાયેલના બોમ્બવિસ્ફોટથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો રફાહમાં આશ્રય લઈ રહ્યા છે. આ બોમ્બ વિસ્ફોટ એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ઈઝરાયેલ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code