1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં ગરમીને લીધે અટલબ્રિજ, રિવરફ્રન્ટ અને ગાર્ડન રાતના 11 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે

અમદાવાદઃ શહેરમાં તાપમાન વધતું જાય છે. શહેરીજનો ઠંડક મેળવવા માટે રાત્રે ઘરની બહાર નીકળીને બગીચાઓ, રિવરફન્ટ સહિતના સ્થળે નવરાશની પળ વિતાવતા હોય છે. હવે તો ઉનાળાનું વેકેશન પણ પડી રહ્યું છે. ત્યારે લોકો બગીચાઓ, રિવરફ્રન્ટ કે અટલબ્રિજમાં ફરી શકે તે માટે મોડી રાત સુધી ખૂલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ […]

રાજ શેખાવતની અટકાયત, સાયબર ક્રાઈમની કચેરીએ લઈ જવાયા, કરણી સેનાએ કર્યો વિરોધ

અમદાવાદઃ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ ઉચ્ચરણોના વિરોધમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે 9મી એપ્રિલને મંગળવારે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યુ હતુ. અને મંગળવારે સવારે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ પોલીસે તેમને નજરકેદ કર્યા હતા. અને ત્યારબાદ તેમની અટકાયત કરી સાયબર ક્રાઈમ કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. […]

સુરત-દિલ્હી વચ્ચે ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા 1લી મેથી વધુ એક ફ્લાઈટ ઉડાન ભરશે

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ નવી ફલાઈટ્સ શરૂ કરવામાં આવી છે. દૂબઈ, શારજહાં સહિત વિદેશમાં જવા માટેની ફ્લાઈટ્સ સેવા બાદ ડોમેસ્ટીક સેવામાં પણ વધારો કરાયો છે. જેમાં સુરત અને દિલ્હી વચ્ચે પ્રવાસી ટ્રાફિક વધતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા દિલ્હી માટે 1 મે 2024થી નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સુરત […]

ડેપ્યુટી કલેક્ટર હોવાની ફેક ઓળખ આપીને જ્વેલર્સને ઠગનારી યુવતી તેના પ્રેમી સાથે પકડાઈ

સુરતઃ ગુજરાતમાં નકલી અધિકારી હોવાની ઓળખ આપીને લોકોને પ્રભાવિત કરી છેતરપિંડીના બનાવો વધતા જાય છે. ત્યારે સુરતમાં જ્વેલર્સ સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હતો. જેમાં એક યુવક અને યુવતી જ્વેલર્સના શો રૂમમાં ગયા હતા. જેમાં યુવતીએ પોતાનું નામ હેતલ પટેલ હોવાનું ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતી હોવાનું તેમજ તેનો પતિ સંજય પટેલ બનાસ ડેરીમાં મેનેજર […]

અમદાવાદના માણેકચોકમાં 6.50 લાખની લૂંટ કરી નાસી ગયેલા 3 શખસો મુંબઈથી પકડાયા

અમદાવાદઃ શહેરમાં માણેકચોકમાં 6.50 લાખ રૂપિયા સાથેની થેલીનો ચીલઝડપનો બનાવ બન્યો હતો. એક વ્યક્તિ કાપડની થેલીમાં રૂપિયા 6,50 લાખની રોકડ સાથે જઈ રહી હતી. ત્યારે કેટલાક શખસો રોકડ સાથેની થેલી ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં પોલીસ ફરિયાદ બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ત્રણ શખસોને દબોચી લીધા હતા. હજુ પાંચ આરોપી નાસતા ફરે છે. […]

ગુજરાતમાં 13મીથી કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા, કચ્છમાં હીટવેવની આગાહી,

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. અને એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે. આગામી ત્રણ દિવસ કચ્છમાં તાપમાનમાં વધારો થશે. કેટલાક વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે 13મીથી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના હળવા […]

સોમનાથમાં સંસ્કાર ભારતી દ્વારા કળા યાત્રા યોજાઈ, પ્રભાતોત્સવમાં 365 કલાકારોએ કરી સાધના

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાથી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીકૃષ્ણ નીજધામ ગમન તિથિને ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ભારતમાં કલા અને સાહિત્યનું સંવર્ધન કરનારી “સંસ્કાર ભારતી” સંસ્થા દ્વારા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે પ્રભાતોત્સવના નામથી સંસ્કૃતિ અને કલા પ્રસ્તુત કરી પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને દેવાધિદેવ સોમનાથ મહાદેવની કલા સાધના કરવામાં આવી. […]

સણાદરમાં બનાસડેરી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. રાજ્યપાલએ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની મુલાકાત લઈ ડેરી વિશે જાણકારી મેળવી હતી. ભારતીય નવું વર્ષ – ચૈત્ર માસના પ્રારંભે શુભકામનાઓ આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરીમાં મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક […]

પરીક્ષા પૂરી થઈ તો હવે જાણો ઘરમાં બાળકોને કઈ એક્ટિવિટી કરાવવી જેથી વ્યસ્ત રહે

પરીક્ષા પૂરી થયા પછી, બાળકો પાસે ખુબ સમય હોય છે. આજે તમને જણાવશુ કે આ સમયમાં તેઓ મજેદાર કામ કરી શકે છે. આર્ટ અને ક્રાફ્ટ: બાળકોને આર્ટ અને ક્રાફ્ટની પ્રવૃત્તિઓમાં સામેલ કરો. તેમની સર્જનાત્મકતાને વધારો કરવા સાથે સાથે મોટર સ્કિલમાં સુધારો કરે છે. રમતગમત: સાયકલિંગ, ફૂટબોલ, બેડમિન્ટન વગેરે જેવી આઉટડોર પ્રવૃત્તિઓમાં બાળકોની રુચિ વધારવી. તેમને […]

હવે નશાની લતથી બચાવશે આ વેક્સીન, જાણો કોણે શોધ કરી….

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞોનો અંદાજ છે કે લગભગ 2.2 કરોડ લોકોએ ડ્રગ્સનો પયોગ કર્યો હતો. જોકે યુવાનોને આનાથી મુક્ત કરવા માટે એક વેક્સીન બનાવવામાં આવી છે. આ વેક્સીનને બ્રાઝિલના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમનો દાવો છે કે આનાથી યુવાનો ના માત્ર વ્યસન છોડશે, પણ તે ફરીથી ડ્રગ્સ તરફ પણ નહીં દેખે. બ્રાઝિલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code