1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યાત્રાધામ અંબાજીમાં 15મી જાન્યુઆરીએ નાગા સાધુઓ સૂર્યોદય સમયે શાહી સ્નાન કરશે

અંબાજી, 11 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે  શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા ભવ્ય સાધુ મહામેળાનું આયોજન કરાયુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજથી તા 15 જાન્યુઆરી સુધી દેશભરના હજારો નાગા સાધુઓ અને સન્યાસીઓ અંબાજીમાં એકત્રિત થઈ શાહી સ્નાનમાં ભાગ લેશે. આ મહામેળાને લઈને અંબાજીમાં સાધુ-સંતોનો […]

ચોટિલા ડુંગર તળેટીમાં 17 એકર સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

સુરેન્દ્રનગર, 11 જાન્યુઆરી 2026:   જિલ્લાના ચોટિલા ખાતે ડુંગરની તળેટીમાં સરકારી જમીન પર વર્ષોથી દબાણો થયેલા છે. ત્યારે પ્રાંત અધિકારીએ ટીમને સાથે રાખીને ગેરકાયદે દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત આશરે 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹105 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ […]

ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની દોડધામ છતાંયે ટાઈફોડના કેસમાં વધારો

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે  ટાઈફોડ રોગચાળો વકર્યો છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વે કરીને ત્વરિત પગલાં લેવા છતાંયે ટાઈફોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી તંત્ર આ રોગચાળાને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે, ત્યારે આદિવાડા વિસ્તારની 8 વર્ષની બાળકીના મોતને લઈને આમ આદમી પાર્ટીએ તંત્ર […]

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ-પક્ષીઓને ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા

રાજકોટ, 11 જાન્યુઆરી 2026:  ગુજરાતભરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઠંડાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. લોકો તો ગરમ વસ્ત્રો પહેરીને ઠંડીથી રક્ષણ મેળવી લેતા હોય છે. પણ પશુ-પંખીઓની હાલત કફોડી બની છે. ત્યારે રાજકોટના પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ, વાઘ, દિપડા, રીંછ […]

દીવાલ કૂદીને નાસવા જતો શખસ પટકાયો અને પોલીસે 48 લાખનું હેરોઈન જપ્ત કર્યું

વડોદરા, 11 જાન્યુઆરી 2026:   શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર એક પ્રવાસી હેરોઈન લઈને આવી રહ્યાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન હેરોઈન ડ્રગ્સ સાથે રેલવે સ્ટેશન પર આવ્યો હતો. અને પોલીસને જોઈને યુવાન દીવાલ કૂદીને નાસવા જતા પટકાયો હતો. ત્યારે જ પોલીસે તેને પકડી લીધો હતો. […]

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા બે યુવાનો પાસેથી 6 કરોડના હીરા-ડોલર મળતા ધરપકડ

સુરત, 11 જાન્યુઆરી 2026:   સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોક જતા બે પ્રવાસી યુવાનોના લગેજની તપાસ દરમિયાન રૂપિયા 6 કરોડના હીરા અને ડોલર મળી આવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ બન્ને યુવાનની ધરપકડ કરી છે. બન્ને પ્રવાસી યુવાનો પાસેથી અંદાજે 6 કરોડ રૂપિયાની કિંમતના પોલિશ્ડ ડાયમંડ અને 30 હજાર અમેરિકન ડોલર મળી આવ્યા હતા. અધિકારીઓએ શંકાના […]

બિહારને મળશે દક્ષિણ ભારત સાથે જોડાણ ધરાવતી 6 નવી ટ્રેનો

બારસોઈ (કટિહાર), 11 જાન્યુઆરી 2026: અમૃત ભારત યોજના હેઠળ, ઉત્તર ભારતને દક્ષિણ ભારત અને મુંબઈ સાથે જોડતી અડધો ડઝન નવી સાપ્તાહિક ટ્રેનોનું ઉદ્ઘાટન 17 અને 18 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આ સંદર્ભમાં, રેલવે દ્વારા 8 જાન્યુઆરીના રોજ એક સત્તાવાર માહિતી પત્ર જારી કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ બધી ટ્રેનોને બારસોઈ જંકશન […]

જ્વેલર્સના શો રૂમમાં જઈ સોનાની વીંટીઓ સેરવીને નકલી પધરાવતી મહિલા પકડાઈ

અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:   શહેરમાં જ્વેલર્સના શો રૂમમાં ગ્રાહક બનીને જતી મહિલા સોનાની વિંટીઓ ખરીદવાનું કહીને જવેલર્સના કર્મચારીઓની જનર ચુકવીને સોનાની વિંટીઓ સેરવીને તેના સ્થાને સોના જેવી જ તે જ ડિઝાઈનની બગસરાની નકલી વિંટીઓ મુકી દેતી હતી. શહેરની નરોડા પોલીસે બાતમીને આધારે મહિલાની ધરપકડ કરી છે, મહિલાએ જ્વેલર્સના શો રૂમમાં 5 જેટલી ચોરી કરી હોવાની […]

સુરતમાં આંતરરાજ્ય ગેન્ગનો સરદાર રહેમાન ડકેટને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

સુરત, 11 જાન્યુઆરી 2026:  દેશભરની પોલીસને હંફાવનારો કૂખ્યાત આંતરરાજ્ય ગેંગના સરદાર આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને શહેરની ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. શહેરમાં કોઈ ગુનોને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે શહેરના લાલગેટ વિસ્તારમાંથી ખૂંખાર આરોપીને ઝડપી લીધો હતો. 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો રહેમાન ડકેટ ઉર્ફે રાજુ ઈરાનીએ નકલી […]

મણિપુરમાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા, ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ

નવી દિલ્હી, 11 જાન્યુઆરી 2026: ઉગ્રવાદીઓના નેટવર્ક્સ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવતા, મણિપુરમાં સુરક્ષા દળોએ ખીણ વિસ્તારોમાંથી પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બ, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કોંગપાલ ચિંગંગબામ વિસ્તારમાંથી કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી (નોયોન) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code