1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાજપ પાસે અપાર ધન છે, તેનો ઉપયોગ વિપક્ષને તોડવામાં કરે છેઃ પ્રિયંકા ગાંધીએ કર્યા પ્રહાર

વલસાડઃ લોકસભાની ચૂંટણીમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં પ્રિયંકા ગાંધીએ  વડાપ્રધાન મોદી પર ખાસ અલગ જ અંદાજથી પ્રહારો કરીને ગુજરાતની જનતાને સલાહ આપી હતી કે, મોદી અંકલની વાત માનતા નહી, પ્રિયંકાએ તત્કાલિન વડાપ્રધાન વાજપેયીના વખાણ પણ કર્યા હતા. તેમજ ભાજપ પાસે અપાર ધનભંડોળ […]

બારડોલીમાં આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન, સાફા-પાઘડી પહેરીને ઉમટી પડવા સમાજને આહ્વાન

અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલા ઉચ્ચારણો સામે ઠેર-ઠેર ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાએ જાહેર મંચ ઉપરથી માફી માંગી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજ ક્ષમા કરવાના મૂડમાં નથી. અલગ-અલગ જગ્યાએ થયેલા મહાસંમેલનો બાદ હવે બારડોલી ખાતે આજે મહાસંમેલન યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજને […]

પાલનપુર નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પતિ-પત્નીના મોત, બાળક સહિત બેને ઈજા

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર નજીક સર્જાયો હતો. પાલનપુરના માલણ ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર દંપતીનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બાળક સહિત બે લોકોને ઈજાઓ થતા સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લામાં બીજો અકસ્માતનો બનાવ ડીસાના જેનાલ […]

ગુજરાતમાં ઈન્કમટેક્સ ફ્લાઈંગ સ્ક્વોર્ડએ 11 કરોડનું સોનું, 7 કરોડ રોકડ જપ્ત કર્યા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણી આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યની તમામ ચેકપાસ્ટ પર પોલીસ અને કેન્દ્રિય એજન્સીઓની બનેલી ટીમ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આંગડિયાઓએ પણ રોકડ રકમની હેરાફેરી બંધ કરી દીધી છે. દરમિયાન ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટની ફલાઇંગ સ્કવોડે અત્યાર સુધીમાં રૂ. 11 કરોડનું સોનું અને રૂ.7 […]

ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી 3 મહિનાથી વધુ ફી એક સાથે લઈ શકશે નહીં, DEOએ કર્યો પરિપત્ર

અમદાવાદઃ શહેરમાં ઘણી ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી વર્ષની એક સામટી ફી શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલા ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી હતી. અને વાલીઓને સત્ર શરૂ થયા પહેલા ખાનગી સ્કૂલમાં એક સાથે ફી ભરવાની ફરજ પડતી હતી, આથી અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કરીને વાલીઓ પાસેથી વર્ષની એકસાથે ફી ન ઉઘરાવવાનો આદેશ કર્યો છે. વાલીઓ […]

ધોરણ 10 અને 12ના પરિણામોને નડ્યું ચૂંટણીનું વિધ્ન, હવે ચૂંટણી બાદ પરિણામો જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામો તબક્કાવાર જાહેર કરવામાં આવશે. બોર્ડ દ્વારા હજુ પરિણામો જાહેર કરવાની તારીખ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. પરંતુ ચૂંટણી પંચની મંજુરી મળશે તો એપ્રિલના પ્રથમ […]

ઈફ્કોની ચૂંટણીમાં બિપીન ગોતાની સામે રાદડિયાએ ફોર્મ ભરતા અમિત શાહે જયેશ સાથે કરી બેઠક

રાજકોટઃ રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં પણ હવે જુથવાદ જોવા મળી રહ્યો છે. રાજ્યની મોટાભાગની સહકારી સંસ્થાઓ ભાજપ હસ્તક છે. અને સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં હવે તો ભાજપ દ્વારા મેન્ડટ આપવામાં આવે છે. ત્યારે સહકારી સંસ્થાઓમાં ભાજપના જ નેતાઓ પ્રતિસ્પર્ધી બનતા હોય છે. દેશની અગ્રણી એવી ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપ દ્વારા બિપીન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું […]

જાણો શું હોય છે ‘આમ મનોરથ’? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન

સૌથી અમીર વ્યક્તિ અને અરબપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા કેરી ઉત્પાદક પણ છે. જામનગરના રિલાયન્સ રિફાઇનરી કોમ્પ્લેક્સમાં તેમણે ધીરૂભાઇ અંબાણી લાખીબાગ આમરાઇ બનાવ્યો છે. જે લગભગ 600 એકરમાં ફેલાયેલો છે. અહીં ઉગનાર મોટા ભાગની કેરી એક્સપોર્ટ થાય છે, પરંતુ તમે જાણો છો કે આ કેરી સાથે એક પરંપરા ‘આમ મનોરથ’ ખૂબ ધામધૂમથી અંબાણી […]

ચૂંટણી પછી મોંઘુ થશે મોબાઈલ રિચાર્જ, 20% સુધી વધશે પ્લાનની કીંમતો

પાછલા બે વર્ષમાં મોબાઈલ રિચાર્જ પ્લાનની કીંમતોમાં કોઈ બદલાવ નથી થયો પણ જલ્દી તેમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. દેશમાં 5જીને લોન્ચ થયે 2 વર્ષ પૂરી થી ગયા છે અને તમામ લોકો પાસે 5જી મોબાઈલ છે અને દેશમાં 5જી લગભગ તમામ શહેરોમાં પહોંચી ગયુ છે. ટેલિકોમ કંપનીઓએ 5જી લોન્ચ કરવામાં ઘણા પૈસા ખર્ચ્યા છે અને […]

ફેશન ડિઝાઈનર બનવા માટે આ સ્કીલ્સ પર કામ કરો, તમારું ભવિષ્ય સારું થશે.

સમગ્ર વિશ્વમાં લોકો નવી નવી રીતો અપનાવવા માટે નવી ફેશન અપનાવે છે જેથી તેઓ લોકો સાથે તાલમેલ જાળવી શકે અને કોઈથી પાછળ ન રહી જાય. આજે બાળકો હોય કે યુવાનો હોય કે વૃદ્ધો દરેક નવી ફેશનને અનુસરવા માંગે છે. તેથી, ફેશનનું ક્ષેત્ર સમગ્ર વિશ્વમાં સતત પ્રગતિ કરી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code